Book Title: Nandishena Sadhu
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/201015/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ ૧૫. સાધુ નંદિષણ સાધુ નંદિષેણ મહાન જ્ઞાની અને સેવાભાવી સાધુ હતા. એમના સેવાભાવની સ્વર્ગમાં પણ પ્રશંસા થતી. એક દિવસ ઇંદ્રએ પોતાની સભામાં પોતાના દેવો સમક્ષ નંદિષણની પ્રશંસા કરી. ઇન્દ્ર દ્વારા કરાયેલી નંદિષણની પ્રશંસાથી શંકાશીલ બનેલા બે દેવોએ નંદિષણની પરીક્ષા કરવાનું નક્કી કર્યું.દૈવી શક્તિને કારણે દેવો ગમે ત્યારે ગમે તે રૂપ ધારણ કરી શકતા અને ક્ષણમાં ગમે ત્યાં પહોંચી શકતા. બે દેવો, એક ઘરડા અને એક જુવાન સાધુનું રૂપ લઈને નંદિષેણના ગામની બહારની વાડીમાં આવી પહોંચ્યા. આજે નંદિષણને ઉપવાસનું પારણું હતું. તેઓ હમણાં જ ગોચરી લઈને આવ્યા હતા, અને પારણું કરવા બેસતા હતા. ત્યાં જ જુવાન સાધુએ આવીને કહ્યું, ‘‘ધર્મલાભ, ત્યાં વાડીમાં એક ઘરડા સાધુ ભૂખ તરસથી તડપી રહ્યા છે. તેઓ ખૂબ જ અશક્ત છે. તમારી મદદની જરૂર છે.” આ શબ્દો સાંભળતાં જ નંદિષણ ઊભા થઈ ગયા. સ્વચ્છ પાણી લઈને વૃદ્ધ સાધુ પાસે પહોંચી ગયા. નંદિષેણને જોતાં જ વૃદ્ધ સાધુ તાડૂકી ઊઠ્યા, “ઓ, મહાનાલાયક, હું અહીં પીડાઈ રહ્યો છું અને તું મારી કોઈ દરકાર જ નથી કરતો?” વૃદ્ધ સાધુની સેવા કરતા સાધુ નંદિપેણ જૈન કથા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ સાધુ નંદિષણ નંદિષણ સહનશીલ ક્ષમાવંત હોવાથી સાધુના ગુસ્સાનો કોઈ જવાબ ન આપ્યો. ખૂબ જ શાંતિથી હ્યું, “ગુરુવર્ય, મને માફ કરો, હું આપના માટે પાણી લાવ્યો છું.” નંદિષેણે વૃદ્ધ સાધુને પાણી પાયું. તેમનું મોં, કપડાં વગેરે સાફ કર્યા અને બેસવા માટે મદદ કરી. વળી પાછા વૃદ્ધ સાધુ ગુસ્સે થયા, “હું અશક્ત છું મારાથી બેસાતું નથી અને તું મને બેસાડે છે?” નંદિષણે કહ્યું, “હું આપને બેસવામાં મદદ કરીશ. ચિંતા ના કરશો, આપ ઇચ્છો તો હું આપને વધુ સગવડ લાગે તે માટે ઉપાશ્રયમાં લઈ જાઉં.’’ સાધુએ જવાબ આપ્યો, “મને પૂછવાની શી જરૂર? તને ઠીક લાગે તો મને લઈ જા.” સાધુ નંદિષેણે સાચવીને વૃદ્ધ સાધુને પોતાના ખભા પર બેસાડીને ધ્યાનપૂર્વક સંભાળીને પગલાં ભરતાં ઉપાશ્રય તરફ લઈ જવાનું શરૂ કર્યું. વૃદ્ધ સાધુ નંદિપેણની વધુ પરીક્ષા કરવા ઇચ્છતા હતા તેથી તેમણે પોતાનું વજન ધીમે ધીમે વધારવા માંડ્યું. વજન વધવાને કારણે નંદિણ થાકી જવા લાગ્યા અને પડવા જેવા થઈ જતા. તેથી વૃદ્ધ સાધુએ ગુસ્સે થઈને કહ્યું, “શું થયું છે તને? જોઈને સંભાળપૂર્વક ચલાતું નથી? મારું આખું શરીર હલાવી નાંખે છે. માંદા માણસને આવી રીતે લઈ જવાય?" સાધુ મંદિોના પૂર્ણ કાર્યોની પ્રશંસા કરતા દેવહૂનો જૈન કથા સંગ્રહ 71 Page #3 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ સાધુના કડવા અને ગુસ્સાભર્યા શબ્દો સાંભળવા છતાં નંદિષેણ ખૂબ જ સ્વસ્થ રહ્યા અને કહ્યું, “માફ કરો, હવે હું ખૂબ જ ધ્યાન રાખીશ.” સાધુની ખોટી ખોટી ટીકાઓ સાંભળવા છતાં ખૂબ જ કાળજીથી નંદિષેણે ચાલવા માંડ્યું અને સાધુને કેવી રીતે સારા કરવા તે વિચારવા લાગ્યા. અંતે વૃદ્ધ સાધુને લઈને નંદિષેણ ઉપાશ્રયે આવી ગયા. આખા રસ્તે વૃદ્ધ સાધુએ જોયું કે ગમે તેટલા અપમાનિત કરવા છતાં નંદિષેણ ખૂબ જ મદદરૂપ રહ્યા. વૃદ્ધ સાધુએ પોતાનું અસલ રૂપ ધારણ કર્યું અને નંદિષણને નમી પડ્યા અને કહ્યું, “ખરેખર, તમે સાચા સાધુના ઉદાહરણરૂપ છો. ઇંદ્રએ તમારી જે પ્રશંસા કરી હતી તેને માટે તમે યોગ્ય જ હતા. હું પણ ખૂબ જ પ્રસન્ન છું. તમે જે ઈચ્છા ધરાવશો તે સર્વ તમે પ્રાપ્ત કરી શકશો.” “અરે દેવ, આ માનવ અવતાર ઘણો કિંમતી છે. માનવ અસ્તિત્વથી કિંમતી બીજું કાંઈ નથી. મને જે મળ્યું છે તેનાથી સંતોષ છે. મારે કોઈ જ ઇચ્છા નથી.” દેવ નંદિષણના પગમાં પડી ગયા અને પોતાના સ્થાને પાછા વળી ગયા. આ વાત શીખવૅ છે કે સહનશક્તિ, શરત અને સંતોષ એ જૈનધ્ધર્મના પાયાનાં મૂલ્યો છે. પહેલી અન્ને અતિ મહત્વની વાત એ હતી કે સંત નંદષેણ પોતાની જિંદગી સાધુઓનો ઍવા ક૨વા માટૅ સમર્પી દીધી. આ ઉત્તમ કાર્ચ વધારૈમાં વદ્યારે ત્યાગ અને શરત માંગે છે. સંત નંદષેણાની સહનશીલતાની કસોટી ગંધર્વ કરી રહ્યા છે તે જાણયા બના તેઓ સહન | સેવા કરતા એ મહત્વનો મુદ્દો છે. ઍનો અર્થ એ કે તેઓ સાધુના સેવામાં સંપૂર્ણ સમર્પિત હતા અને પોતે જે કરતા હતા તેમાં અતુટ શ્રદ્ધા હતી. જયા૨ે ગંધલૉઍ વરદાન માંગવાનું કહ્યું ત્યારે પણ તેમણે પોતાના જીવનમાં પૂર્ણ સંતોષ છે તેમ બતાવ્યું. આમાં પણ તેમનો અપરિગ્રહનો સિદ્ધાંત સૂચક બને છે. જૈન કથા સંગ્રહ