________________
સાધુ નંદિષણ નંદિષણ સહનશીલ ક્ષમાવંત હોવાથી સાધુના ગુસ્સાનો કોઈ જવાબ ન આપ્યો. ખૂબ જ શાંતિથી હ્યું, “ગુરુવર્ય, મને માફ કરો, હું આપના માટે પાણી લાવ્યો છું.”
નંદિષેણે વૃદ્ધ સાધુને પાણી પાયું. તેમનું મોં, કપડાં વગેરે સાફ કર્યા અને બેસવા માટે મદદ કરી. વળી પાછા વૃદ્ધ સાધુ ગુસ્સે થયા, “હું અશક્ત છું મારાથી બેસાતું નથી અને તું મને બેસાડે છે?”
નંદિષણે કહ્યું, “હું આપને બેસવામાં મદદ કરીશ. ચિંતા ના કરશો, આપ ઇચ્છો તો હું આપને વધુ સગવડ લાગે તે માટે ઉપાશ્રયમાં લઈ જાઉં.’’
સાધુએ જવાબ આપ્યો, “મને પૂછવાની શી જરૂર? તને ઠીક લાગે તો મને લઈ જા.”
સાધુ નંદિષેણે સાચવીને વૃદ્ધ સાધુને પોતાના ખભા પર બેસાડીને ધ્યાનપૂર્વક સંભાળીને પગલાં ભરતાં ઉપાશ્રય તરફ લઈ જવાનું શરૂ કર્યું. વૃદ્ધ સાધુ નંદિપેણની વધુ પરીક્ષા કરવા ઇચ્છતા હતા તેથી તેમણે પોતાનું વજન ધીમે ધીમે વધારવા માંડ્યું. વજન વધવાને કારણે નંદિણ થાકી જવા લાગ્યા અને પડવા જેવા થઈ જતા. તેથી વૃદ્ધ સાધુએ ગુસ્સે થઈને કહ્યું, “શું થયું છે તને? જોઈને સંભાળપૂર્વક ચલાતું નથી? મારું આખું શરીર હલાવી નાંખે છે. માંદા માણસને આવી રીતે લઈ જવાય?"
સાધુ મંદિોના પૂર્ણ કાર્યોની પ્રશંસા કરતા દેવહૂનો
જૈન કથા સંગ્રહ
71