Book Title: Namo Loe Savvasahunam Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ નમો લોએ સવ્વસાહૂણ ૨૦૧ અથવા બીજા, ત્રીજા કે કોઈ એક પદમાં “લોએ' અને “સવ” એ બે શબ્દો મૂકવામાં આવે તો બાકીનાં બધાં જ પદોમાં એ મૂકવાની અનિવાર્યતા ઊભી થાય, અન્યથા ગેરસમજ થાય. પરંતુ જો છેલ્લા પદમાં એ શબ્દો મૂકવામાં આવે તો પહેલાં ચાર પદોમાં એ છે જ એમ સમજી શકાય છે. લોએ' એટલે લોકમાં. લોક એટલે પંચાસ્તિકાયરૂપ ચૌદ રાજલોક અને લોક' એટલે ચૌદ રાજલોકના ઊર્ધ્વ, તિર્યગુ અને અધો એવા ત્રણ ભાગમાંથી તિયંગ લોક અઢી દ્વીપ પ્રમાણે મધ્યવર્તી ભાગ તે મનુષ્યલોક. સાધુ આ મનુષ્યલોકમાં છે. માટે અહીં “લોએ” એટલે મનુષ્યલોક. “સલ્વ” એટલે સર્વ. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે ચાર પ્રકારના સર્વ છે : (૧) નામ સર્વ, (૨) સ્થાપના સર્વ, (૩) દેશ સર્વ અને (૪) નિરવશેષ સર્વ. અહીં નિરવશેષ સર્વનો અર્થ લેવાનો છે. ત્રણ લોકમાં, ત્રણ કાળમાં જે જે સાધુ મહાત્માઓ થયા છે, હાલ વિચરે છે અને ભવિષ્યમાં થશે તે સર્વને, જ્યાં જ્યાં સાધુત્વ છે તે સર્વને વંદન હો. સાધુ શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે જુદી જુદી રીતે આપવામાં આવે છે : (૧) રઘતિ નિદ્રિતિ ઘડાઈમિતિ સાધુ: I – જે ધર્માદિ કાર્યને નિષ્પાદન કરે એટલે કે સાધે તે સાધુ. (૨) પતિ જ્ઞાનાઢિ મિતિ સાધુ જ્ઞાનાદિ શક્તિ વડે જે મોક્ષને સાધે તે સાધુ. (૩) સન્દર્શનજ્ઞાનવારિત્રે સધિયતીતિ સાધુ. | જે સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્ર વડે મોક્ષને સાથે તે સાધુ. (૪) પરત મોક્ષનુણને વા યતીતિ સાધુ | જે સ્વપર હિતને અથવા મોક્ષના અનુષ્ઠાનને સાધે તે સાધુ. (૫) fબાળ સાદા સાવ: જે નિર્વાણની સાધના કરે તે સાધુ. (૬) શાન્તિ સાયન્સતિ સાધવ: |-- જે શાન્તિની સાધના કરે તે સાધુ. (૭) રાઘતિ વતિ શિષ્ટમિરપમિતિ સાધુ ! જે વિશિષ્ટ ક્રિયા વડે અપવર્ગ અર્થાત્ મોક્ષનું પોષણ કરે તે સાધુ. (૮) કમલતમર્થ ધયતન સાધુ : – જે અભિલષિત (ઇચ્છિત) અર્થને સાધે તે સાધુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18