Book Title: Nachiketa ane Navo Avatar Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ નચિકેતા અને ન અવતાર [ પહે૫ તેમ જ અખંડ કૌટુમ્બિકતાની વૃત્તિ જોઈ યમ ત્રણ વર ઉપરાંત કઈક વધારે આપતાં નચિકેતાને કહે છે કે બીજા વરમાં જે તે સ્વર્ગ્યુ અગ્નિ વિશે જાણવાની માગણી કરી છે તે અગ્નિ હવે પછી તારા નામથી પ્રસિદ્ધ થશે. બીજું વરદાન નચિકેતાએ માગ્યું તે એ છે કે છે અને કેવા પ્રકારને અગ્નિ સ્વર્ગપ્રદ બને છે તે જ્ઞાન આપે. યમ આ માગણી સહેલાઈથી સ્વીકારી નચિકેતાને એ જ્ઞાન આપે છે. તે કાળમાં યાજ્ઞિકો સ્વર્ગપ્રાપ્તિના એક સાધન લેખે અગ્નિના ચયન અને યજનને એક આવશ્યક કર્મ લેખતા. બ્રાહ્મણ માટે એવું જ્ઞાન મેળવવું તે જરૂરી પણ મનાતું. તેથી એ કુળ પરંપરાગત કર્મઠ સંસ્કારને નચિકેતાએ પિષ્યા અને બ્રાહ્મણ થઈ કુળધર્મ નથી જાણતે એવા રૂઢ આક્ષેપથી મુક્તિ મેળવી. જીવનમાં સદાસ્થાયી તત્ત્વ આમ છતાં નચિકેતાની સૂક્ષ્મ દૃષ્ટિને સ્વર્ગને આદર્શ સારહીન અને અપૂર્ણ લાગ્યા. તેથી જ તેણે ત્રીજું વરદાન એવું લાગ્યું કે જે એની મૂળ જિજ્ઞાસાને વિષય અને સાધનાનું ધ્યેય હતું. નચિકેતા યમને કહે છે કે, જે તમે પ્રસન્ન જ છે તે મને એ જ્ઞાન આપો કે જેનાથી ભારે મૂળ સંશય ટળે. મનુષ્ય અગર પ્રાણું મૃત્યુ પામ્યા પછી નથી રહેતે એમ કેટલાક માને છે; જ્યારે બીજા કહે છે કે તે મૃત્યુ પછી પણ રહે છે. આવા બે સાવ વિરોધી પક્ષે હવાથી લેકામાં સંશય પ્રવર્તે છે કે જીવનમાં કોઈ સદાસ્થાયી તત્વ જેવું છે કે નહિ?” - યમ નચિકેતાને એની આ માગણીથી ચલિત કરી બીજી અનેક માગણીઓ કરવા પ્રલેભન આપે છે અને એની મૂળ માગણીની દુઃસાધ્યતા પણ દર્શાવે છે. યમ કહે છે કે, “હે, નચિકેત ! તારો પ્રશ્ન એ છે કે જે બાબત દે પણ પહેલેથી સંશય કરતા આવ્યા છે, અને તારી જિજ્ઞાસાને વિષય સરળતાથી જાણી શકાય તેમ પણ નથી; તે અત્યંત સુક્ષ્મ છે. તેથી તું મને આ માગણીથી મુક્ત કર અને આગ્રહ ન ધર.' પરંતુ નચિકેતા જેતે સાધક ન હતું. તે હસ્તગત થયેલ રત્નને જવા દે કે પ્રાપ્ત તકને વેડફે એ ઢીલપચો ન હતો. તેથી જ તેણે નમ્રપણે પણ યુક્તિક જવાબ આપે કે, “અલબત્ત, મારા પ્રશ્ન વિશે દેવોને પણ સંદેહ થયો છે. પરંતુ હે યમ ! તમે મૃત્યુ છે, એટલે તમે તે વર્તમાન જીવન અને પછીના જીવનના સાક્ષી દેવ મનાવ છો, અને છતાં કહે છે કે એ તત્વ Jain Education International For Private & Personal Use Only • www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8