Book Title: Metefar Upchar ane Dhwani
Author(s): Ramesh S Betai
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
View full book text
________________
મેટેફર (Metaphor)-ઉપચાર સ્પષ્ટ થાય છે કે ભાવાત્મક લેખનની બહાર પણ ઉપચારને વ્યા૫ છે. આનંદની પરિભાષામાં કહીએ તો રસવનિ ઉપરાન્ત વસ્તુનિ અને અલંકારવનિની સિદ્ધિમાં પણ ઉપચાર કાર્યરત થાય છે. આથી કાવ્યગત ઉપચારમાં જે કંઈ સૌન્દર્ય છે, તે જે કંઈ કાવ્યને આપે છે, તે વ્યંજના થકી જ છે, વ્યંજના એ ઉપચારને પ્રાણુ છે. એમ્પસન યોગ્ય જ કહે છે–
“The rose of metaphor is an ideal rose, which involves a variety of vague suggestions and probably does not involve thorns, but the leaf of transfer is merely leafish. "23
આથી કૃષ્ણરાયન યોગ્ય રીતે જ પાશ્ચાત્ય સાહિત્યના ઉપચાર માટે કહે છે
"All that is claimed here is that often (if not always, as sanskrit poetics insists) a metaphor carries a load of suggestion and that in certain conditions its momentary disruption of logical discourse quickens the reader's sense of the suggested meaning. "28
Suggested meaning file wi metaphor, ambiguity, symbolism, expressionism, grotesque, oblique વગેરે પોતપોતાની રીતે કાર્યરત છે. આમાં ઉપચાર અન્ય તમામને તેમના કાર્યમાં વિલક્ષણ રીતે ઉપયોગી થવાને અવકાશ છે. સાથે એમ પણ કહી શકાય કે વ્યંજનપર્યવસાયી આ તમામ પોતાની કાર્યસિદ્ધિમાં ખરેખર તો પરસ્પરાશ્રયી પણ ઈ શકે છે. આથી, ઉપચાર એ વ્યંજના છે, વ્યંજનાની કાવ્ય ગત સિદ્ધિમાં સહાયક પણ છે, કાવ્યના સૌન્દર્યની સિદ્ધિમાં તેનું ચોક્કસ પ્રદાન હોઈ શકે છે, તે પોતે કેટલીક વખત કાવ્ય સૌન્દર્ય રૂપ પણ હેય છે. તમામ પ્રકારનાં કાવ્યોમાં, તમામ વાદવિશેષતી ભાત પાડતાં કાવ્યમાં ઉપચાર વ્યંજના
સ્વરૂપે અને અન્યથા પણ કાર્યરત હોઈ શકે છે. ઉપચારમીમાંસા–પાશ્ચાત્ય આલેચનાની અનુપમ સિદ્ધિ :
ઉપચાર એ કાવ્યમીમાંસાનો ખાસ નોંધપાત્ર એવો પારિભાષિક શબ્દ નથી અને ઉપચારના કાવ્યગત કાર્યની વિલક્ષણતાઓ ભારતીય કાવ્યમીમાંસાએ સર્વ દષ્ટિએ પૂરી વિગતે પ્રમાણી નથી. રૂપક અલંકારના સંદર્ભમાં ઉપયારની ઉપલબ્ધ અગત્યની વ્યાખ્યાઓ આપણે આ વિષયની ચર્ચાના આરંભે જોઈ છે. અંગ્રેજી ભાષાના “મેટફર” માટે સમાન સંરકતમાં બીજો શબ્દ “રૂપક એ છે અને અલંકાર તરીકે રૂપકના કાર્યની સૂમ મીમાંસા ભારતીય કાવ્યમીમાંસામાં મળી આવે છે. વળી ઉપમામૂલક તરીકે જાણીને તમામ અલંકારમાં કવિ-કલ્પિત અત્યંત સાદણ્યનું તત્ત્વ છે. અને આ સાદશ્ય જુદા જુદા અલંકારોમાં જુદી જુદી વિલક્ષણતા સહ વિકસે છે. સાદાયમૂલક અલંકારોથી સંસ્કૃત કાવ્ય અને કાવ્યમીમાંસા અત્યન્ત સમૃદ્ધ બન્યાં છે તે વિષે બે મત નથી. અલંકાર તરીકે રૂપકની ચર્ચા જુદાં જુદાં દૃષ્ટિબિન્દુઓથી થંઈ છે. છતાં આ રૂપક અલંકાર તરીકે જ સ્વીકારા છે. અન્ય અલંકારોની સાથે આ અલંકારનો પ્રયોગ કાવ્યમાં કેટલે દેવો ઘટે, અલંકાર કઈ રીતે કાવ્યના આત્માને અનુસરી કાવ્યસૌન્દર્યના પિષક બને, તેની જે વિસ્તૃત મીમાંસા આનંદે કરી છે, તેમાં કાવ્યમાં અને વ્યંજનામાં આ અલંકારનું શું કાર્ય છે તે સિદ્ધ થાય છે. છતાં અલંકાર તરીકેની પ્રાથમિક ગણુનાથી આગળ વધી ઉપચારને ખ્યાલ પશ્ચિમમાં જે રીતે સતત વ્યાપક બનતો ગયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org