Book Title: Metefar Upchar ane Dhwani
Author(s): Ramesh S Betai
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Catalog link: https://jainqq.org/explore/230207/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મેટેફર (Metaphor )-ઉપચાર અને ધ્વનિ રમેશ બેટાઈ " Art is the manifestation, of emotion, obtaining external interpre. tation now by expressive arrangements of line, form or colour, now by a series of gestures, sounds or words governed by particular rhythmic cadence." યુઇન વન दोषैर्मुक्तं गुणैर्युक्त - मपि येनोज्झितं वचः । स्त्रीरूपमिव नो भाति ___ तं ब्रुवेऽलंक्रियोच्चयम् ॥ १ -वाग्भट વિષયપ્રવેશ-મેટેફર એટલે ઉપચાર મેટફર” એટલે કાવ્યને એક અર્થાલંકાર એવા સામાન્ય ખ્યાલ સાથે તેનું રૂઢ ગુજરાતી રૂપક' એવું કરવામાં આવે છે. પરંતુ અંગ્રેજી આલોચનના આ પરિભાષિક શબ્દની મીમાંસા આપણે કરીએ ત્યારે જ, આરંભે જ એ સ્પષ્ટ કરી લેવું જરૂરી છે કે અંગ્રેજીમાં “મેટેફરને ખ્યાલ રૂ૫ક ઉપરાન્ત ઘણે વધુ વિશાળ, વ્યાપક છે. મમ્મટ રૂપક સહિત ૨૨ ઉપમામૂલક અલંકાર નિદેશે છે તે તમામ આ “મેટેફર માં આવરી લેવાઈ શકે અને છતાં તેનો ખ્યાલ પૂરો અધિગત ન થાય, એ સ્થિતિ છે. “મેટેફર”ની મીમાંસામાં મૂળ ખ્યાલ કવિકલ્પિત એવાં અત્યન્ત સદશ્ય સ્વીકારીને તેનાં કાવ્ય પર તથા સહૃદય વાચકની કાવ્યાનુભૂતિ પરતના કાર્ય તથા પરિણામનો ઝીણવટભરી મીમાંસા આપણે કરીએ એ જરૂરી છે. તે ખ્યાલ મીમાંસિત કરવામાં પાશ્ચાત્ય વિવેચકેએ પોતાની વિદ્વત્તા પૂરી સિદ્ધ કરી છે. સર્જક કવિ કાવ્યના સૌદર્યને ખીલવવા માટે જ વિભિન્ન પ્રયોગો કરે છે, અને વાચન સમયે સહૃદય વાચક જેને અનુભવ કરે છે, જે આસ્વાદે છે. તેની વિજ્ઞાનિક મીમાંસા કરવી જરૂરી છે. આ બધી હકીકતને આધારે “મેટેફર” એ શબ્દ અમને ગુજરાતીમાં “ઉપચાર” એ રીતે મૂકે ઉચિત લાગ્યો છે. ઉપમા અને રૂપકની અનેક વ્યાખ્યાઓ તપાસ્યા પછી અને ગૌણું પ્રયજન વતી લક્ષણના મૂળમાં રહેલા સાદસ્ય સંબધનું પરીક્ષણ કર્યા પછી “મેટેફર નો સમાનાર્થ ગુજરાતીમાં “ઉપચાર” શબ્દ પસંદ કરતાં “સાહિત્યદર્પણ”ની ઉપચારની વ્યાખ્યા અને શોભાકર મિત્રની રૂપકની વ્યાખ્યા દયાનમાં લેવા યોગ્ય લાગે છે. વિશ્વનાથ “ઉપચારની વ્યાખ્યા આ રીતે આપે છે : उपचारो हि नामात्यन्तं विशकलितयोः पदार्थयोः सादृश्यातिशयमहिम्ना भेदप्रतीतिस्थगनमात्रम् । | સાવ ૨૦ ૨-૨૦ શેભાકરમિત્ર “રૂ૫કની મીમાંસા આ રીતે કરે છે– * યુજીસીની પૂરા સમયની ગ્રંથલેખનની યોજનાને આધારે તૈયાર થયેલા ગ્રંથ “લોચન ટીકા સાથે વન્યાલોકમાંથી. Page #2 -------------------------------------------------------------------------- ________________ ટ રમેશ બેટાઈ आरोपो रूपकम् । न च तस्या सादृश्ये सम्बन्धान्तरे वा कश्चिद्विशेषः येनेकत्रालंकारतापरत्रतद्भाव इति स्यात् । ન સવૃધાન્તનિમિત્ત બાયોપોઢંઢા તથા વન્દિત ........ सादृश्यसम्बन्धनिबन्धनायाः अलंकृतित्वं यदि लक्षणायाः। साम्येऽपि सर्वस्य परस्य हेतोः सम्बन्धमेदेऽपि तथैव युक्तम् ॥ એકબીજાથી અત્યન્ત જુદા એવા પદાર્થો વચ્ચે પણ કવિકપિત, અતિશય સાદશ્યના ગૌરવના યોગે ભેદની પ્રતીતિ માત્ર સ્થગિત થઈ જાય, તેને ઉપચાર કહે છે. વિશ્વનાથની ઉપચારની આ સમજે એ સિદ્ધ થાય છે કે કવિઓ પોતાના ક૯પનાના સમયે પરસ્પર અત્યન્ત જુદા દેખાતા પદાર્થો વચ્ચે પણ સાદસ્યનો અતિશય સાધી આ ભેદની પ્રતીતિ કાવ્યાનુભવના સમયે દૂર કરી દે છે. આ અત્યન્ત સદશ્ય એ કાવ્યનું એક વિલક્ષણ તવ બની રહે છે. અને “ આરોપ એટલે રૂપક” એટલું વિધાન કર્યા પછી મેટફરના ખ્યાલની ચર્ચા આપણે આગળ કરીએ ત્યારે વિશેષ પ્રતીત થશે કે તેને સમાનાર્થ ગુજરાતી શબ્દ “રૂપક” નહીં પરંતુ “ઉપચાર' એ જ વધારે ઉચિત છે. મેટેફર-ઉપચાર-પાશ્ચાત્ય ખ્યાલ : સતત પરિવર્તનપર, પ્રગતિશીલ અને વૈવિધ્યપૂર્ણ એવાં પાશ્ચાત્ય કવિતા અને આલોચનામાં સ્વાભાવિક રીતે જ ઉપચારને ખ્યાલ સમય સાથે સતત બદલાતો રહ્યો છે. આ છતાં લેટા અને એરિસ્ટોટલના સમયથી આજ સુધી ક્રમશઃ અને સુવ્યવસ્થિત રીતે ઉપચારનો ખ્યાલ ઉત્ક્રાન્ત થત રહ્યો છે એમ કહેવું મુશ્કેલ છે. અભિગમ અને ખ્યાલ બંનેની બાબતમાં ઉપચારને અર્થ વ્યવસ્થિત રીતે વિકસ્યો નથી. રાજ કહે છે– “Aristotle's comparison of metaphors with riddles, besides suggesting that every methaphor contains a submerged riddle, confronts us with the related possibilty that there is something inherently puzzling about metaphor as a class or genuspara 24 (9414 Hi inherenty puzzling as a class or genus ની વાત છે, તેનું રહસ્ય ઉકેલવાનો જ પ્રયત્ન જાણે અનુગામી આ લાયકે એ કર્યો છે. Metaphor એ શબ્દ મૂળ બાબત ટેરેસ હકસ કહે છે “ The word 'metaphor' comes from the Greek word 'metaphora' derives from ‘meta' meaning 'over', and 'pherein ''to carry'. It refers to a particular set of linguistic processes whereby aspects of one object are carried over' or transferred to another object so that the second object is spoken as if it were the first." '** અને “Figurative language deliberately interferes with the system of literal usage by its assumption that terms literally connected with one Page #3 -------------------------------------------------------------------------- ________________ ૯૪ મેટેફ (Metaphor) ઉપચાર અને ધ્વનિ object can be transferred to another object. The interference takes the form of transference, or carrying over' with the aim of achieving a new, wider, special or more precise meaning." મેકરની આ તદ્દન પ્રાથમિક અને અતિસરળ સમજૂતી છે તેના થકી તે એક અલંકાર કઈ રીત છે, અલંકાર તરીકે તેની રમણીયતા કે તેનુ અલંકારત્વ કયાં છે તે પૂરુ સ્પષ્ટ થતું નથી. છતાં અહી એક વાતની સ્પષ્ટતા થાય છે કે આમાં એક પદાર્થનાં લક્ષણ્ણા ખીમાં જોવામાં આવે છે, અને આ સ્પષ્ટતા તેની પોતાની રીતે ઉપયાગી છે. છતાં ઉપચાર તરીકે મેટેકરના કાન્ચગત ગરવા સ્થાનના ખ્યાલ તે આનાથી ઊપસે જ કઈ રીતે? યાગ્ય જ કહેવાયું છે કે -- · Metaphor......is not fanciful ‘embroidery ' of the facts. It is a way of experinencing the facts. It is a way of thinking and of living an imaginative projection of the truth." અને ઝેવનું આ વિધાન ઉપરની વાતના આધાર બને છે— .......if the poet's subject be judiciously chosen, it will naturally, and upon fit occasion, lead him to passions the language of which, if selected truly and judiciously, must necessarily be dignified and variegated and alive with metaphors and figures." કવિનુ` કથયિતવ્ય સમુચિત ભાષા પ્રયાગની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિથી અને મેકર વગેરે અલકારાના પ્રયાગના ખળે ઉચ્ચતર કક્ષાનુ', વૈવિધ્યપૂર્ણ અને ચેતનામય બને છે. સિસેરા અલંકાર તરીકે મેટેકરની એક નોંધપાત્ર વ્યાખ્યા રજૂ કરે છે— A methaphor is a short form of simile, contracted into one word; this word is put in a position not to belong to it as if were its own place and if it is recognizable it gives pleasure, but if it contains no similarity it is rejected '' આના પરથી મેટેરની બાબતમાં આટલા મુદ્દા સ્પષ્ટ થાય છે—રૂપક તરીકે તે ઉપમાનું નાનું સ્વરૂપ છે, કાવ્યમાં તે પેાતાની નહી” એવી સ્થિતિ પ્રાપ્ત કરે છે, અલંકાર તરીકે અનુભવાતાં તે વાચકને આનંદની અનુભૂતિ કરાવે છે. એક મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યા છે કે અહીં સાદશ્ય નથી તેા મેટેફર નથી, અને તે તેની ઉપર્યુક્ત સિદ્ધિએ નથી. ભારતીય કાવ્યમીમાંસક્રાની એ વાત અહી. તેોંધપાત્ર રીતે વધારે સ્પષ્ટ અને સાથે તુલનાપાત્ર છે કે ઉપમામૂલક અલકારામાં ઉપમેય ઉપમાનને સર્વથા સમાન હાવાનેા દાવા કરી શકતું નથી, છતાં તેને અલંકારામાં જુદા જુદા સાદસ્યભાવે મૂકવામાં આવે છે અને એ જ આ અલંકારેનુંઅલ કારત્વ છે. આ દૃષ્ટિએ ઉપમાની ચન્દ્રાલેાક'ની આ વ્યાખ્યા નોંધપાત્ર છે. . उपमा यत्र सादृश्य लक्ष्मीरुल्लसति द्वयोः । हृदये खेलतोरुच्चे સ્તન્યનીસ્તનયોવિ ॥ (૧૨) વેન્ટીલિયન મેટરની વ્યાખ્યા આ રીતે આપે છે Page #4 -------------------------------------------------------------------------- ________________ રમેશ એટાઈ પ "Metaphor occurs when a word applying to one thing is transferred to another, because the similarity seems to justify the transference...They say that a metaphor ought to be restrained so as to be a transition with good reason to a kindred thing, and not seem an indiscriminate, reckless and precipitate leap to an unlike thing."3 અહીં ઉપચારનાં આટલાં લક્ષણા જોવા મળે છે—એક પદાર્થોને લાગુ પડતા શબ્દ ખીન્ન પ્રતિ ગતિ કરે છે, સાદૃશ્યને કારણે આ ગતિ અત્યન્ત આત્મીય લાગે છે, ઉપચાર અત્યંત સયમિત હાવા ધરે, તે કદી પણ કાળજી વિનાના પ્રયાગરૂપ ન હેાય. આ જ વાત સ ંસ્કૃત કાવ્યર્મીમાંસાની પરિભાષામાં રજૂ કરીએ તા કહી શકાય કે કાવ્યના સૌન્દર્યની સિદ્ધિને માટે બે વસ્તુ વચ્ચેની અતિ ગરવી આત્મીયતા એટલે રૂપક, જે પૂરી કાળજી સાથે પ્રત્યેાજાય, અર્થાત્ તે તેના પેાતાના અલ કારૌચિત્યથી સર્વથા સમ્પન્ન હૈાય. કવિકલ્પનાથી મણ્ડિત તે સહૃદય વાચકને પ્રભાવશાળી, હૃદયસ્પશી, ચેતનામય લાગે. પશ્ચિમની આલેચનામાં વાલેસ સ્ટીવન્સ આ જ પ્રકારની વાત રજૂ કરે છે— "Metaphor creates a new reality from which the original seems to be unreal '' મેટેકર થકી નવી અને ચેતનાસભર એવી જે વાસ્તવિકતા ઊભી થાય છે તેની પાસે મૂળ વાસ્તવિકતા ઝાંખી લાગે છે, એ ભાવ ભારતીય કાવ્યમીમાંસક્રા એ અર્થમાં રજૂ કરે છે કે અલંકારનું અલંકારત્વ, તેનુ સૌ રહસ્ય કવિની કલ્પનાશક્તિએ સર્જેલા નવા સૌદર્ય માં એટલે કે નવી ચેતનામાં છે. સ્ટીવન્સની વ્યાખ્યા એ મેટરને માત્ર અલંકાર તરીકે રજૂ કરતી નથી. છતાં આપણને એ સુવિદિત છે કે ભારતીય કાવ્યશાસ્ત્રીઓના મતે અલકારાના ઉપમામૂલક, વિરાધમૂલક, તર્ક ન્યાયમૂલક, ભણિતિમૂલક વગેરે પ્રકારે પાડવામાં આવે છે ત્યારે આ ઔપમ્ય, તર્ક ન્યાય, વિરાધ, ભગૃિતિ એ વ્યવહારની વાસ્તવિકતા નહીં પરન્તુ કવિકલ્પનાની કવિજગતની વાસ્તવિકતા ધરાવે છે. સ્ટીવન્સના મેટેકરના ખ્યાલને આપણે નિત્શેના જીવનની પેલી ઘટનામાં સાકાર થતા ગણી શકીએ, ચાજીકથી પાતાના ઘેાડાને ફટકારતા ઘોડાના માલિકના હાથમાંથી ચાબૂક ઝૂંટવી લઈ નિશે ઘેાડાને ભેટયો અને તેને ‘Brother ' એવું સંમેોધન કર્યું. આટલી ચર્ચા પરથી એ સિદ્ધ થાય છે કે એક અર્થાલંકાર તરીકે મેટકરે તેનું સુદૃઢ અને સુનિશ્ચિત સ્થાન કાખ્યામાં લંકારાના અલંકાર તરીકેનું સ્થાપિત કર્યું છે. આ છતાં આટલા ચર્ચા પછી પણુ મેટેક્ર એટલે કે ઉપચાર પાતાના અલકાર તરીકેના સ્થાનની મર્યાદા બહાર વ્યાપ્ત થતા નથી, અલબત્ત, સ્ટીવન્સની વ્યાખ્યામાં તેનાં ખીજ તા છે જ. આથી હૉસ યેાગ્ય જ કહે છે— ‹ The effect of mataphor · properly ' used is by combining the familiar with the unfamiliar, it adds charm and distinction to clarity, clarity comes from the intellectual pleasure afforded by the new resemblances noted in the metaphor, distinction from the surprising nature of some of the resemblances discerned. The proper use of metaphor also involves the principle of dewrum. Metaphors should be fitting ', i.e., in keeping Page #5 -------------------------------------------------------------------------- ________________ મેટેફર (Metaphor) ઉપચાર અને ધ્વનિ with the theme or purpose. They must not be far-fetched or strange, and should make use of words which are beautiful themselves." અલંકાર તરીકે અહીં મેટફર પાસેથી આટલાં લક્ષણેની અપેક્ષા રાખવામાં આવી છે–ચારુત્વ, સ્પષ્ટતા, બૌદ્ધિક આનંદ, આશ્ચર્યજનક સમ્ય, વિષય સાથે સંવાદિતા, અતિરેકનું નિવારણ, સ્વયં સંદર શબ્દપ્રયોગો વગેરે. ઉપચારને અલંક ૨ તરીકે મીમાંસવા ઉપરાન્ત આ વિધાન એ આગન્તુક ભાવિના એંધાણ આપી દે છે, જ્યારે માત્ર અલંકાર મટી જઈને મેટફર કાવ્યસર્જન અને કાવ્યપ્રભાવમાં અત્યંત વ્યાપક અને ઘણું બધું વિશેષ બની રહે છે. અલંકાર તરીકે અને વ્યાપક નોધપાત્ર કાવ્યતત્ત્વ તરીકે ઉપચારનું સથાન કાવ્યમાં સ્થિર, સુદઢ અને અત્યંત આકર્ષક બની રહે છે. કવિવાણી વિષે આધુનિક વિવેચક રિચર્ડસનું વિધાન છે કે – “ We shall do better to think of a meaning as though it were a plant that has grown - not a can that has been filled or a lump of clay that has been moulded.” અને “But where the old Rhetoric treated ambiguity as a fault language in language, and hoped to confine or eliminate it; the new rhetoric sees it able consequence of the powers of language and as the indispensable means of most of our most important utterances especially in Poetry and Religion.rou આ પછી મેટફરને તેના આધુનિક અર્થમાં રજૂ કરતાં તે કહે છે— "...... The co-presence of vechicle and tenor results in a meaning (to be clearly distinguished from the tenor) which is not attainable without their interaction." આગળ વધીને ચિડૂસ તો એટલે સુધી કહે છે કે મેટફરમાં અનર્ગત થાય છે.– “All cases where a word gives us to two ideas for one, where we compound different ideas of the word into one, and sp thing as if it were another." આટલા પરથી એ સ્પષ્ટ થાય છે કે મેટેકરને ખ્યાલ સમયની ગતિ સાથે વધુ ને વધુ વ્યાપક બનતો ગયો છે અને સારી રીતે બદલાયો છે. પ્રથમ એક સાદશ્યમૂલક પછી અલંકારોનો અલંકાર બનેલ તે હવે કાવ્યનું એક એવું તત્ત્વ બની રહે છે જે કવિવાણીને તેની વિલક્ષણ ભાવસભરતા, કાવ્યર્થ અને સૌંદર્યની સાધનામાં એક અનેરી અભિવ્યક્તિ અને વિલક્ષણ સાર્થકતા આપે છે. અત્યન્ત આત્મીય રીતે યુક્ત બે પદાર્થોના પ્રાયઃ અવિનાભાવ સમા બની જતા સંબંધને વ્યક્ત કરવા સાથે તેનામાં વ્યક્ત નહીં એવા કવિના ઉદિષ્ટ અર્થોને તે વાચા આપે છે. આ સાદસ્ય પ્રકૃતિનાં બે ત, માનવ અને માનવ, માનવ અને પ્રકૃતિ, પ્રકૃતિ અને માનવ, માનવભાવને પ્રકૃતિ પર સમારોપ, પ્રકૃતિના વિલક્ષણ ચારુત્વને માનવભાવ પર પ્રભાવ વગેરે અનેક રૂપે કાવ્યમાં વ્યક્ત થાય છે. શેકસપિયરના “કિંગ લિયર'માં પ્રમત્ત લિવર પર વરસાદનાં તેફાનેને Page #6 -------------------------------------------------------------------------- ________________ રમેશ બેટાઈ જે પ્રભાવ વર્ણવ્યો છે તે તેના મનમાં ભીષણ તોફાનની સાથે અત્યન્ત સદશ્ય ધરાવે છે. કાલિદાસના “રઘુવંશ'માં પરિત્યક્તા અને જંગલમાં અસહાય તથા એકલી પડી ગયેલી સીતા રુદન કરે છે ત્યારે તેને પ્રતિભાવ કવિ આ રીતે વર્ણવે છે– नृत्यं मयूराः कुसुमानि वृक्षाः दर्भानुपात्तान्विजुहुर्ह रिण्यः । तस्याः प्रपन्ने समदुःखभाज मत्यन्तमासीद्रुदित वनेऽपि ॥ १४ અહી આ બંને ઉદાહરણોમાં ઉપચાર એક વિલક્ષણ કાવ્યતત્વ તરીકે અને કાર્ય બજાવે છે અને એ સિદ્ધ થાય છે કે ઉપચાર એ કાવ્યના કાવ્યત્વને અત્યન્ત આત્મીય બની રહે છે. હવે એ માત્ર બાહ્ય શોભારૂપ નથી. અને ઉપર વર્ણવેલાં જુદાં જુદાં સાદને કાવ્યકૃતિનાં પાત્રોના મન પર ઊંડો પ્રભાવ વાચકમનમાં જગાડવામાં કે પછી કવિનાં પિતાનાં સક્ષમ હૃદયગત સ્પન્દને કે સંઘર્ષો કે દ્વિધાઓને વ્યંજિત કરવામાં અને કાર્ય કરે છે તે પણ આપણને અનેક ઉદાહરણેમાંથી સમજાય છે. ઉપચાર પ્રત્યે જાય છે ત્યાં કેટલીક વખત રાજ કહે છે તેમ "... ...primary-process diction may be said to partake of the characteristics of the primary process; if it is primitive, impulse-iden, id-oriented, wish-fulfilling, hallucinatory, concrete, symbolic, diction, diction which may paradoxically be said to have a proverbal quality. Secondary-process words are "adult words." They tend to be abstract, have a defensive function, and an ego and super ego oriented." અને અન્ય કેટલાંક કાવ્યતરની માફક ક્યાંક અલંકાર રૂપે અને વિશેષતઃ તેની વ્યાપક સ્વરૂપે ઉપયાર કવિનાં, પાત્રોનાં અને વાતાવરણનાં મનોવૈજ્ઞાનિક ઊંડાણમાં ઊતરીને પણ વિલક્ષણ કાર્ય કરે છે, તેને ઈશારો આપણને મળે છે. તેથી જ તે વહીલરાઈટ માને છે કે “What really matters in a metaphor is the psychic depth at which the things of the world, whether actual or fancied, are transmuted by the cool head of the imagination." ભાવાભિવ્યક્તિના ક્ષેત્રમાં ઉપચાર જે કાર્ય કરી શકે છે તે પશુ આપણે ઉપરની ચર્ચાને અનુસંધાનમાં લઈ શકીએ. એસન યોગ્ય જ કહે છે કે .." Emotions, as is well-known are frequenty expressed by language; this does not seem one of the ultimate mysteries; but it is extremely hard to get a consistent and usable theory about their mode of action. What an Emotive use of language may be, where it crops up, and whether it should be praised there, is not so much one question as a protean confusion, harmful in a variety of fields and particularly ram-pant in literary criticism,"? Page #7 -------------------------------------------------------------------------- ________________ મેટેફર (Metapoor)–ઉપચાર - આ વિધાનનું મૂળ એ હકીકતમાં છે કે ભાવસભરતાનું રહસ્ય ક્યાં અને શું છે તે પશ્ચિમને માટે મહાંશે વણઉકલી સમસ્યા છે. અને તેના સાઈનએસ્થેસિયાના ખ્યાલમાં પણ આવી સ્પષ્ટતાને પ્રયત્ન છે. માનવભાવનોના વિલક્ષણ નિરૂપણ વિના શ્રેષ્ઠ કાવ્ય સંભવતું નથી તેવું પ્રતિપાદન રોમેન્ટિક કવિઓ ઉપરાન્ત બીજાઓનું પણ છે. છતાં આ વિષયમાં જે સ્પષ્ટતા ભારતીઓ કરી શકયા છે તે તેમની પોતાની આગવી સિદ્ધિ છે. ભાષા દ્વારા જ્યારે માનવભાવ વ્યક્ત થાય છે, ત્યારે ભાષા એ તો સાધન કે માધ્યમ માત્ર છે. માધ્યમ તરીકેના તેના કાર્યમાં ક્યાંક એ રહસ્ય છુપાયેલું છે. ક્યાંક આ રહસ્ય ઉપચાર થકી પણ અભિવ્યક્ત થઈ શકે છે. ઉપચારના સામર્થ્યથી તે ભાવાભિવ્યક્તિ, કોશેના શબદોમાં કહીએ તો ભાવાભિવ્યંજનાથી કાવ્યને મંડિત કરે છે. અને ઉપચારને ખ્યાલ કેટલે વ્યાપક બની ગયો છે તેની પ્રતીતિ વિશેષતઃ હર્બટ રીડ આપણને આ રીતે આપે છે– "Metaphor is the synthesis of several units of observation into one commanding image; it is the expression of a complex idea, not by analysis, nor by direct statement, but by a sudden perception of an objective relation.? અને આથી જ શાપે યોગ્ય જ કહે છે કે – "Words both reveal and conceal thought and emotion ......Metaphor fuses sense-experience and thought in language. The artist fuses them in a material medium or in sounds with or without words... My sound theory is that metaphor can only evolve in language or in the arts when the bodily artifices become controlled." રાજર્સ તેના Metaphor એ નામના પુસ્તકમાં મેફરની મને વૈજ્ઞાનિક મીમાંસા સૂક્ષ્મ સ્વરૂપે આપીને તેને કાવ્યગત પ્રભાવ સર્જક કવિ તથા આસ્વાદક વાચકની દષ્ટિએ મીમાંસે છે. અને તેમાં ખાસ અનુભવની દશામાં primary અને secondary મેટેફરને ઉલ્લેખ કરે છે. તે આપણને આનંદે લક્ષણામૂલા વ્યંજના અને શાબ્દી વ્યંજનાના પ્રકારે આપ્યા છે તેનું સહેજે મરણ કરાવે છે. ઉપચારને લગતાં અને આને સમાન અન્ય વિધાને સપષ્ટ રીતે સિદ્ધ કરે છે કે ઉપચારના કાવ્યગત અર્થ, કાર્ય અને કલાપ બાબત પશ્ચિમમાં અનેકવિધ મત પ્રવર્તમાન છે. એક અર્થાલંકારથી શરૂ કરીને કાવ્યર્થના મૂળ આધાર રૂપ, કાવ્યમાં સૌન્દર્યનું આદાન કરનાર કાવ્યાલંકાર તરીકે તે સ્વીકારાયેલ છે. આનાથી એ પણ સિદ્ધ થાય છે કે સાદસ્થને અનેકવિધ અનંત એવો પ્રયોગ કવિએ તેમના ગ્રંથમાં કરે છે, અને તેનાથી કાવ્યનું સૌંદર્યમંડન થાય છે. કવિઓ વિરોધને પણ આધાર લે છે, તેના સુભગ પ્રયોગો પણ આપણને મળી આવે છે. છતાં, જગતનાં જાણીતાં ભાષાસાહિત્યોમાં, સંસ્કૃતમાં તો ખાસ ખાસ, આ સાદસ્થ અને ઉપચારને આશ્રય ખૂબ ખૂબ લેવામાં આવ્યા છે. અને કાવ્યર્થ, કાવ્યચારુત્વને સાકાર કરવામાં આ ઉપચાર અપાર રીતે સફળ અને સાર્થક બન્યો છે. દષ્ટાન્ત રૂપે કહી શકાય કે વિલક્ષણ ઉપચારપ્રવેગ રસપ્રધાન વનિકાવ્યની નિષ્પત્તિ ઉપરાન્ત અલંકાર વિનિના સુંદર પ્રયોગમાં અત્યન્ત ઉપયોગી થાય છે, અને Page #8 -------------------------------------------------------------------------- ________________ રમેશ બેટાઈ સ્વતંત્ર વિસ્તીર્ણ અભ્યાસમાં આવા પ્રયોગો સમાન્તરે રીતે પાથાત્ય સાહિત્યોમાંથી પણ બતાવી શકાય. આ કારણે જ આધુનિક ઉપચારથી મુગ્ધ બન્યા છે. મરેનું વિધાન છે. – "Metaphor is as ultimate as speech itself, and speech is as ultimate as thought. If we try to penetrate them beyond a certain point, we find ourselves questioning the very faculty and instrument with which we are trying to penetrate them."!? - આથી જ સી. ડે. લેવિસના મતે ઉપચાર એ “કવિતાને જીવનસિદ્ધાંત, કવિની મુખ્ય ભાષા, કવિનું ગૌરવ” બની રહે છે. અને નર્મન બ્રાઉન પણ કહે છે– “Everything is only a metaphor; there is only metaphor." આ સંદર્ભમાં હોકષ રિચર્ડસનને મત આ રીતે ટાંકે છે– “Accordingly language"...... is utterly unable to aid us except the command of metaphor which it gives' and that is why Aristotle...argued that a command of metaphor is by far the most important to master and "the mark of great natural ability."12 ઉપચાર અને વ્યંજના : ઉપચારનો આ અભિગમ, તેના આ અનેકવિધ અર્થો અને તેને સર્જનક્રિયા પર પ્રભાવ તથા વાયકને આસ્વાદનમાં સહાય વગેરેને ખ્યાલ કરતાં એ સ્પષ્ટ થશે કે ઉપચારના આ અર્થે પાશ્ચાત્યોના “ સજેશન”ના ખ્યાલની બહુ નજીક છે, કેટલેક અંશે જાણે ભારતીય કાવ્યમીમાંસાના ખ્યાલોની પણ પાશ્ચાત્ય આલે ચનામાં અને ખી ભાત પાડતા તેના પ્રખ્યાત વિવેચન ગ્રંથ Seven Types of Ambiguityમાં એમસન કહે છે– "Ambiguity implies a dynamic quality in language which enables to be deepened and enriched as various "layers' of it become simultaneously available."13 અને યોગ્ય રીતે જ ઉમેરે છે કે – “All good poetry is ambiguous sense. It contains “a feeling of generalisation from a case which has been presented definitely."" અને " What often happens when a piece of writing is felt to offer hidden riches is that one phrase after another lights up and appears as the heart of it; one part after another catches fire."14 કવિ કહે છે તેના કરતાં તે દ્વારા તે જે કહેવા માગે છે, તેના ગૂઢ સૌન્દર્યની સમૃદ્ધિ કવિવાણીમાં વ્યંજિત થાય છે, તે વાચકહૃદયે પ્રત્યાયન પામતાં કલ્પના, અનુભૂતિ, વર્ણન, વિચાર, ઘટના, પરિસ્થિતિ, ભાવ, અલંકાર, વાતાવરણ, ગમે તે સ્વરૂપે સૌન્દર્ય–સંપન્ન બની, વાચકના ચિત્તને આકષી, તેને આનંદની અનુભૂતિ કરાવી શકે છે. પરંતુ એપ્સનને મતે તે હોય છે એમ્બીચુઅસ. આ એબીડ્યુઈટીમાં પણ ઉપચાર કવિને અત્યન્ત ઉપયોગી થાય છે. વાસ્તવમાં ઉપચાર વયં પણ એક એ ગ્યુએસ પ્રયોગ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મહેફર (Metaphor)-ઉપચાર બારફીલ્ડને મતે પાશ્ચાત્ય આલયનાને એસનનું આ મુખ્ય પ્રદાન છે. તે કહે છે – “ His major contribution is to recognize that ambiguity is fundamentally part of the same process...because metaphor, more or less far-fetched, more or less complicated, more or less taken for granted (so as to be unconscious), is the normal mode of development." આ રીતે ઉપચારનો એક અર્થ એમ્બીવુઈટી-વ્યંજના એ થઈ શકે છે. આ અર્થ પરથી ઉપચારના એક નવા અર્થ પર આપણે આવી શકીએ. રોબર્ટ ફ્રોસ્ટ માને છે કે ઉપચારમાં વાણીની ઉોજનાનું મૂલ્ય ઘણું મેટું હોય છે. તે કહે છે – “...but the chiefest of these is that it is metaphor, saying one thing and meaning another, saying one thing in terms of another. Poetry is simply made of metaphor...Every poem is a new metaphor inside, or it is nothing." . આથી ઉપચાર એટલે વ્યંજનાનું ઉતેજક તત્વ અને વ્યંજના એવા બંને અર્થે થઈ શકે. કવિએ વાચ્ય રૂપે કહ્યું હોય તેના કરતાં જુદો જ આકાર ઉપચાર કવિના કાવ્યાર્થીને આપે છે. આથી ભાષાને ઉપચારાત્મક પ્રયોગ કાવ્યના ઉદિષ્ટની વ્યંજના સહૃદય વાચકને આપવાની ક્ષમતા ધરાવે છે. જે ધ્વનિની વ્યાખ્યા આનંદે આપી છે તેની સિદ્ધિમાં પણ આ રીતે ઉપચાર અગત્યના સ્થાને રહેશે. મેટેગ્યુ જ કહે છે– “ The writer's mind will single out words and caress them, adorning the mellow fullness or granular hardness of their several sounds, the balance, undulation or trailing fall off their syllables, or the core of sunlike splendour in the broad warm central vowel of such a word as 'auroral'; each word's evocative value or virtue, its individual power of teaching springs in the mind and of initiating visions, becomes a treasure to revel in. "10 પિતે પસંદ કરેલા અને પ્રયોજેલા શબ્દનો અર્થ અને અર્થે સાથે કવિ કાવ્ય દ્વારા રમત માંડે, ત્યારે તે કશુંક સહૃદય વાચકના મનમાં સ્વયમેવ જાગ્રત કરવા માગે છે. સ્વાભાવિક રીતે જ અપ્રયત્ન અને સહજ ભાવે આ કશુંક વાચકના હૃદયમાં સ્વયમેવ ઉત્તેજાય ત્યારે અહીં સીધું વાગ્ય વિધાન ખાસ ઉપયોગી થતું નથી, તેમાં ખાસ કાવ્યસૌન્દર્ય ઉદ્દભવતું નથી. સર્જક કવિના અને કાવ્યના નાડીના ધબકારા વાચક પોતાના હૃદયમાં અનુભવવા માગે છે, અને એ રીતે એક વિલક્ષણ આનંદરૂપા અનુભૂતિ તે પામવા માગે છે, જેમાં કાવ્યના કાવ્યત્વની સાર્થકતા રહેલી છે. અહીં ઉપચાર કવિને ખૂબ ખૂબ મદદકર્તા થાય છે. હવે વ્યંજન રૂપ જેનું વિધાન છે તેની પૂર્ણ એકરૂપતા ઉપચાર કવિના ઉદિષ્ટ વિષય . અર્થની સાથે સ્થાપિત કરે છે, અને તે પણ એ રીતે કે વાગ્યવિધાન જેમાં લુપ્ત થઈ ગયું છે તેવી વ્યંજનાને સહૃદય વાચક અનુભવ કરે છે, અને આ અનુભવમાં તે પોતે કાવ્યાસ્વાદનની સાર્થકતા પામે છે. આમ તે આ જ કાવ્ય પ્રધાન ઉદ્દેશ છે. આથી જ ડેચીસ કહે છે– Page #10 -------------------------------------------------------------------------- ________________ રમેશ બેટાઈ ૧૦૧ "Good poetry is the result of the adequate counter-pointing of the different resources of words (meaning), associations, rythm, music, order and so forth in establishing a total complex of significant expression."16 , અને તેની પૂર્વે મેલામે એ તો કહ્યું જ છે કે – "My aim is to evoke an object in deliberate shadow, without ever actually mentioning it, by allusive words, never by direct words." શબ્દની અનેક અર્થછાયાઓ અને તેના પ્રભાવની વ્યાપકતામાંથી આમ કાવ્યનું સર્જન થાય છે. અર્થાત, વ્યંજનાસભર સજન સંભવે છે, ત્યાં કવિઓ ઉપચારને બહોળો ઉપયોગ કરતા આવ્યા છે તે આપણને વિદિત છે. • આને લીધે, ઉપચાર તેના વ્યાપક અર્થમાં ઘણી વખત કવિનું અભિવ્યક્તિનું એકમાત્ર માધ્યમ બની રહે છે એ વાત પર રોબિન એલ્ટન ભાર મૂકે છે “Metaphor is not to be considered then, as the alternative of the poet, which he may elect to use or not, since he may state the matter directly or straight-forwardly if he chooses. It is frequently the only means available if he is to write at all. '16 અને વિમસેટને મત તો આ બાબત પૂરી સ્પષ્ટ છે કે – " The metaphoric quality of the meaning turns out to be the inevitable counterpart of the mixed feelings. Sometimes this situation is to be far developed as to merit the name of paradoxical, ambiguous, ironic. The poem is subtle, elusive, tough, witty. Always it is an indirect stratagem of its finest or deepest meaning.'? મરે ઉપચારને કાવ્યનાં વિલક્ષણતા અને ચમત્કારની સિદ્ધિના સાધન તરીકે આ શબ્દોમાં રજૂ કરે છે– " It (i. e., metaphor) is the means by which the less familiar is assimilated to the more familiar, the unknown to the known; it gives to airy nothing a local habitation and a name ', so that it ceases to be airy nothing. "29 ઉપચાર આ રીતે કાવ્યમાં કવિના ઉદિષ્ટને નિશ્ચિત આકાર આપીને નિરર્થક ઉશ્ચત માત્ર હેવાના આરોપમાંથી બચાવે છે, વાચકને એના થકી કાવ્યાનુભૂતિ અત્યંત પરિચિત અને આત્મીય ભાસે છે. કૃષ્ણરાયન વળી ઉમેરે છે– "Metaphor specifies an idea, a local relation; suggestion is imprecise, intermediate, accessible through interpretation and dependent on such variable as the writer, the reader, the context. ''R? આમ હોવા છતાં આપણે ઉપર જોયું છે તેમ ઉપચાર વ્યંજનાને મદદરૂપ થાય છે, અને તેની દેખીતી લાક્ષણિકતા impreciseness, indeterminatenessને દૂર કરે છે. અને એ પણ Page #11 -------------------------------------------------------------------------- ________________ મેટેફર (Metaphor)-ઉપચાર સ્પષ્ટ થાય છે કે ભાવાત્મક લેખનની બહાર પણ ઉપચારને વ્યા૫ છે. આનંદની પરિભાષામાં કહીએ તો રસવનિ ઉપરાન્ત વસ્તુનિ અને અલંકારવનિની સિદ્ધિમાં પણ ઉપચાર કાર્યરત થાય છે. આથી કાવ્યગત ઉપચારમાં જે કંઈ સૌન્દર્ય છે, તે જે કંઈ કાવ્યને આપે છે, તે વ્યંજના થકી જ છે, વ્યંજના એ ઉપચારને પ્રાણુ છે. એમ્પસન યોગ્ય જ કહે છે– “The rose of metaphor is an ideal rose, which involves a variety of vague suggestions and probably does not involve thorns, but the leaf of transfer is merely leafish. "23 આથી કૃષ્ણરાયન યોગ્ય રીતે જ પાશ્ચાત્ય સાહિત્યના ઉપચાર માટે કહે છે "All that is claimed here is that often (if not always, as sanskrit poetics insists) a metaphor carries a load of suggestion and that in certain conditions its momentary disruption of logical discourse quickens the reader's sense of the suggested meaning. "28 Suggested meaning file wi metaphor, ambiguity, symbolism, expressionism, grotesque, oblique વગેરે પોતપોતાની રીતે કાર્યરત છે. આમાં ઉપચાર અન્ય તમામને તેમના કાર્યમાં વિલક્ષણ રીતે ઉપયોગી થવાને અવકાશ છે. સાથે એમ પણ કહી શકાય કે વ્યંજનપર્યવસાયી આ તમામ પોતાની કાર્યસિદ્ધિમાં ખરેખર તો પરસ્પરાશ્રયી પણ ઈ શકે છે. આથી, ઉપચાર એ વ્યંજના છે, વ્યંજનાની કાવ્ય ગત સિદ્ધિમાં સહાયક પણ છે, કાવ્યના સૌન્દર્યની સિદ્ધિમાં તેનું ચોક્કસ પ્રદાન હોઈ શકે છે, તે પોતે કેટલીક વખત કાવ્ય સૌન્દર્ય રૂપ પણ હેય છે. તમામ પ્રકારનાં કાવ્યોમાં, તમામ વાદવિશેષતી ભાત પાડતાં કાવ્યમાં ઉપચાર વ્યંજના સ્વરૂપે અને અન્યથા પણ કાર્યરત હોઈ શકે છે. ઉપચારમીમાંસા–પાશ્ચાત્ય આલેચનાની અનુપમ સિદ્ધિ : ઉપચાર એ કાવ્યમીમાંસાનો ખાસ નોંધપાત્ર એવો પારિભાષિક શબ્દ નથી અને ઉપચારના કાવ્યગત કાર્યની વિલક્ષણતાઓ ભારતીય કાવ્યમીમાંસાએ સર્વ દષ્ટિએ પૂરી વિગતે પ્રમાણી નથી. રૂપક અલંકારના સંદર્ભમાં ઉપયારની ઉપલબ્ધ અગત્યની વ્યાખ્યાઓ આપણે આ વિષયની ચર્ચાના આરંભે જોઈ છે. અંગ્રેજી ભાષાના “મેટફર” માટે સમાન સંરકતમાં બીજો શબ્દ “રૂપક એ છે અને અલંકાર તરીકે રૂપકના કાર્યની સૂમ મીમાંસા ભારતીય કાવ્યમીમાંસામાં મળી આવે છે. વળી ઉપમામૂલક તરીકે જાણીને તમામ અલંકારમાં કવિ-કલ્પિત અત્યંત સાદણ્યનું તત્ત્વ છે. અને આ સાદશ્ય જુદા જુદા અલંકારોમાં જુદી જુદી વિલક્ષણતા સહ વિકસે છે. સાદાયમૂલક અલંકારોથી સંસ્કૃત કાવ્ય અને કાવ્યમીમાંસા અત્યન્ત સમૃદ્ધ બન્યાં છે તે વિષે બે મત નથી. અલંકાર તરીકે રૂપકની ચર્ચા જુદાં જુદાં દૃષ્ટિબિન્દુઓથી થંઈ છે. છતાં આ રૂપક અલંકાર તરીકે જ સ્વીકારા છે. અન્ય અલંકારોની સાથે આ અલંકારનો પ્રયોગ કાવ્યમાં કેટલે દેવો ઘટે, અલંકાર કઈ રીતે કાવ્યના આત્માને અનુસરી કાવ્યસૌન્દર્યના પિષક બને, તેની જે વિસ્તૃત મીમાંસા આનંદે કરી છે, તેમાં કાવ્યમાં અને વ્યંજનામાં આ અલંકારનું શું કાર્ય છે તે સિદ્ધ થાય છે. છતાં અલંકાર તરીકેની પ્રાથમિક ગણુનાથી આગળ વધી ઉપચારને ખ્યાલ પશ્ચિમમાં જે રીતે સતત વ્યાપક બનતો ગયે Page #12 -------------------------------------------------------------------------- ________________ રમેશ એટાઈ ૧૦૩ અને તે સાથે તેના કાવ્યાથ પરત્વેના પ્રદાનની જે ઊંડી સૂઝ પાશ્ચાત્ય વિવેચને દાખવી તે ભારતીય કાવ્યમીમાંસાને અધિગત નથી. વિશાળ રીતે કાવ્યમાં વાસ્તવિક જગતની કાવ્યજગતમાં પરિવર્તિત આકૃતિઓ, તેનાં ચિત્રા, તેનાં પાત્રા, તેનાં કલ્પના, તેનાં વિભિન્ન અલ કારણાની સિદ્ધિ વગેરેમાં સાદૃશ્યમૂલકતા એટલે ઉપચાર કેવા અને કેટલા ભાગ, તથા કઈ રીતે ભજવે છે તેની ચર્ચા અને હાઈ દર્શન એ પાશ્ચાત્ય કાવ્યમીમાંસાની આગવી સિદ્ધિ છે. આ કાવ્યગત ઉપચારની મતાવૈજ્ઞાનિક અસરા અને સિદ્ધિની પણ ઊડી મીમાંસા ઐયે પાશ્ચાત્ય આલેાચનાની પોતીકી સિદ્ધિ છે. રૂપકના અને આમ વિસ્તારી, વ્યાપક બનાવી, તેના કાવ્યગત કાર્ય ની મીમાંસા કરવી શક્ય છે તે સ ંસ્કૃત કાન્યાનાં જ ઉદાહરણા લઈ આપણે બતાવી શકીએ. ઉત્તરરામચરિત' ના તૃતીયાંકના આરંભે ક્રુડકવનની ભીષણુતાનુ` વર્ણન આપણને ભવભૂતિ આપે છે. કેવળ વષ્ણુ તરીકે પશુ આ વર્ષોંન નિવિવાદ રીતે સુદર છે. છતાં આપણે આ વણુ નને સીતાવિવાસનપટુ રામહૃદયની ઊંડી વ્યથા અને રામના હૃદયને વ્યથાની કારી ખાતી ભીષણતાની પ્રતિષ્ઠાયા રૂપે જોઈએ તા આ વધુ નનું વ્યંજનાત્મક કવિત્વ છે અને તે મૂલવાયુ છે તેના કરતાં ધણું ઉચ્ચતર છે તે આપણે અનુભવી શકીશું, રામહૃદયની વ્યથાની ભીષણુતા સાથેના સાદશ્યના સંદર્ભ માં ખીજા અંકના અને કંઈક અંશે ત્રીજા અંકના દંડકવનવર્ણનને મૂલવવા આસ્વાદવા જેવુ છે. આપણને સહેજે આનાથી શેક્સપચરના કિંગ લીયર'માંના પવનનાં, તાકાના, લીયરના મનનાં તાકા સાથે સાદૃશ્ય ધરાવતાં સ્મરણમાં આવશે, આવું જ એક દૃષ્ટાંત આપણુને ‘શાકુન્તલ'ના છઠ્ઠા અંકમાં મળે છે, કુલવધિની, કુલપ્રતિષ્ઠા એવી પ્રિયતમા ધર્મ પત્નીના અકારછુ ત્યાગ કરી ભારે હીણપતના અનુભવ કરતા પશ્ચાત્તાપરત દુષ્યન્ત પેાતાના દિલને બહેલાવવા માટે, પોતે સર્વપ્રથમ જે શકુન્તલાનું સુભગ દર્શીત કર્યું હતુ` તેનુ ચિત્ર, તેના, અનુપમ પ્રાકૃતિક વાતાવરણ સાથેનુ દોરે છે. વાસ્તવિક જીવનની મુગ્ધ પ્રણયીની દૃષ્ટિએ જોયેલી, તેના હૃદયમાં અંકિત શકુન્તલાનું સાદશ્ય વાસ્તવિક શકુન્તલાની સાથે છેજ. આમ જ વાસ્તવિક જીવનની શકુન્તલા, દુષ્યન્તના પ્રણયી હૃદયમાં અંકિત શકુન્તલા અને ચિત્રાકારા શકુન્તલા વચ્ચે કેટલું સાદૃશ્ય છે, છતાં ભેદ પશુ કેટલા છે! આ ભેદ પ્રણયી અને હવે પશ્ચાત્તાપરત દુષ્યન્તના ઉષ્માભર્યાં, અનેક ઉમળકાભર્યાં પ્રણયના રંગાના છે. અને તેથી વાસ્તવિક શકુન્તલા અને દુષ્યન્તના હૃદયની શકુન્તલા અને ચિત્રાકારા શકુન્તલા વ્યંજિત કરે છે કે એકમાં અનેક વ્યક્તિત્વા ધરાવતી કાવ્યગતા શકુન્તલા વિલક્ષણુ રીતે, અનુપમ રીતે સુ'દર છે. આને આધારે જ આપણને સહૃદય વાચક્રાને વ્યંજનાની અકલ્પ્ય સૌંદર્ય પરમ્પરાના વિલક્ષણ આનંદદાયી અનુભવ થાય છે. અહી" ઉપચાર કાવ્યના કાવ્યત્વને અભિવ્યકત કરવામાં વ્યંજનાઓની આ પરમ્પરાને સાધક અને છે. આમ કવિવાણી એ વાસ્તવિક જીવનની વાણી છે તે છતાં તેની પોતાની વિલક્ષણતા • લઈને કાવ્યમાં વિલસે છે. વાણીની કાવ્યગત આ વિલક્ષણુતાનુ` સાધક અતિ અગત્યનુ અલ કરણ ઉપચાર એ છે. આથી જ કહેવાયુ છે કે Metaphor is hardly an amusing embellishment or diversion, an 'escape' from harsh realities of life or of language. It is made out of, and it makes those realities. Their · opposite and discordant' k Page #13 -------------------------------------------------------------------------- ________________ 104 મેટેફર (Metaphor)-ઉપચાર qualities are given by metaphor's inter-active function, a form and an integrity, a whole and an oder. In this sense, man's reality is formed by the metaphorical processes that inform his language." - આ છે કાવ્યમાં, કાવ્યર્થમાં, કાવ્યવ્યંજનાની સિદ્ધિમાં ઉપચારનું પ્રદાન. કાવ્યના આ અતિ અગત્યના અલંકારણને સુભગ, સુંદર અને સહજ પ્રયોગ ભાવપ્રધાન કવિતામાં, રોમેન્ટિક કવિતામાં, રહસ્યપ્રધાન કાવ્યમાં, નાટકોમાં અને પ્રાયઃ તમામ પ્રકારનાં કાવ્યોમાં કાવ્યચારુત્વના અતિ મહત્ત્વના આધારરૂપ છે. ઉપચારથી કાવ્યવ્યંજના કાવ્યર્થ અને કાવ્યસૌન્દર્યને સિદ્ધ કરે છે. મોટે ભાગે ઉપચાર સ્વયં કાવ્યર્થ નથી, સ્વયં વ્યંજના, હમેશાં હેત નથી. જો કે તે સ્વયં કાવ્યર્થ કે કાવ્યચારુ કે કાવ્યવ્યંજન ન જ બની શકે એવું પણ નથી. કાવ્યમાં ઉપચારના આ અતિ વ્યાપક પ્રભાવની પાશ્ચાત્ય વિવેચનની મીમાંસા સંસકૃતનાં શ્રેષ્ઠ કાવ્યોની વ્યંજનાના નવા જ સંદર્ભમાં આસ્વાદનમાં પ્રેરક બળ બની શકે તેમ છે. પાદટીપો. 1. વાગભટાલંકાર - 409 2. " Metaphor’-પા.4 3. ઉપર મુજબ–પા. 11-12 4. ઉપર મુજબ–પા. 9 5. "Philosophy of Rhetoric." 6 ઉપર મુજબ 7. રઘુવંશ 14. 8. Metaphor" પા. 27 9. "Structure of Complex words," એસન. 10. English Prose Style," પા. 339 11. " Metaphor" પા. 22 12. "Metaphor' પા. 63 13, "Seven Types of Ambiguity" 14. ઉપર મુજબ 15. ઉપર મુજબ 45. ' Poems of Robert Frost' Intro 24.' Words, Words.'96, 'A Study of Literature." પા. 126 19. "Practice of Poetry," પા. 15 20. "Twentieth Century Poetry," Martin and Furbank, પા. 5 ઉપરથી 21. ઉપર મુજબ પા. 7-8 ઉપરથી. 22. "Suggestion and Statement in Poetry, " પ. 73 23. "Seven Types of Ambiguity,' 4. 70 28. "Suggestion aud Statement in Poetry," પા. 85 અગત્યના સન્દર્ભગ્રંથો 1. નાટયશાસ્ત્ર (છઠ્ઠો અધ્યાય)–ભરત, “અભિનવ ભારતી' ટીકા સાથે ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ, વડોદરા. 2. Metaphor-Robert Rogers, University of California Press, London, 1978.3. Metaphor-Terence Hawkes, Methuen and Co. London, 1978. 8. Practical Criticism-I. A. Richards, Routledge and Kegan Paul, London, 1930 4. Principles of Literary Criticism -I, A, Richards - Routledge and Kegan Paul, London, 1976 $. Seven Types of Ambiguity - William Empson.-Chatto and Windus. Londo 6. Structure of Complex Words-William Empson. Chatto and Windus. 'London, 1977 L. Suggestion and Statement in Poetry-Krishna Rayan, University of London, Athlone Press, London' 1972.