SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ રમેશ એટાઈ ૧૦૩ અને તે સાથે તેના કાવ્યાથ પરત્વેના પ્રદાનની જે ઊંડી સૂઝ પાશ્ચાત્ય વિવેચને દાખવી તે ભારતીય કાવ્યમીમાંસાને અધિગત નથી. વિશાળ રીતે કાવ્યમાં વાસ્તવિક જગતની કાવ્યજગતમાં પરિવર્તિત આકૃતિઓ, તેનાં ચિત્રા, તેનાં પાત્રા, તેનાં કલ્પના, તેનાં વિભિન્ન અલ કારણાની સિદ્ધિ વગેરેમાં સાદૃશ્યમૂલકતા એટલે ઉપચાર કેવા અને કેટલા ભાગ, તથા કઈ રીતે ભજવે છે તેની ચર્ચા અને હાઈ દર્શન એ પાશ્ચાત્ય કાવ્યમીમાંસાની આગવી સિદ્ધિ છે. આ કાવ્યગત ઉપચારની મતાવૈજ્ઞાનિક અસરા અને સિદ્ધિની પણ ઊડી મીમાંસા ઐયે પાશ્ચાત્ય આલેાચનાની પોતીકી સિદ્ધિ છે. રૂપકના અને આમ વિસ્તારી, વ્યાપક બનાવી, તેના કાવ્યગત કાર્ય ની મીમાંસા કરવી શક્ય છે તે સ ંસ્કૃત કાન્યાનાં જ ઉદાહરણા લઈ આપણે બતાવી શકીએ. ઉત્તરરામચરિત' ના તૃતીયાંકના આરંભે ક્રુડકવનની ભીષણુતાનુ` વર્ણન આપણને ભવભૂતિ આપે છે. કેવળ વષ્ણુ તરીકે પશુ આ વર્ષોંન નિવિવાદ રીતે સુદર છે. છતાં આપણે આ વણુ નને સીતાવિવાસનપટુ રામહૃદયની ઊંડી વ્યથા અને રામના હૃદયને વ્યથાની કારી ખાતી ભીષણતાની પ્રતિષ્ઠાયા રૂપે જોઈએ તા આ વધુ નનું વ્યંજનાત્મક કવિત્વ છે અને તે મૂલવાયુ છે તેના કરતાં ધણું ઉચ્ચતર છે તે આપણે અનુભવી શકીશું, રામહૃદયની વ્યથાની ભીષણુતા સાથેના સાદશ્યના સંદર્ભ માં ખીજા અંકના અને કંઈક અંશે ત્રીજા અંકના દંડકવનવર્ણનને મૂલવવા આસ્વાદવા જેવુ છે. આપણને સહેજે આનાથી શેક્સપચરના કિંગ લીયર'માંના પવનનાં, તાકાના, લીયરના મનનાં તાકા સાથે સાદૃશ્ય ધરાવતાં સ્મરણમાં આવશે, આવું જ એક દૃષ્ટાંત આપણુને ‘શાકુન્તલ'ના છઠ્ઠા અંકમાં મળે છે, કુલવધિની, કુલપ્રતિષ્ઠા એવી પ્રિયતમા ધર્મ પત્નીના અકારછુ ત્યાગ કરી ભારે હીણપતના અનુભવ કરતા પશ્ચાત્તાપરત દુષ્યન્ત પેાતાના દિલને બહેલાવવા માટે, પોતે સર્વપ્રથમ જે શકુન્તલાનું સુભગ દર્શીત કર્યું હતુ` તેનુ ચિત્ર, તેના, અનુપમ પ્રાકૃતિક વાતાવરણ સાથેનુ દોરે છે. વાસ્તવિક જીવનની મુગ્ધ પ્રણયીની દૃષ્ટિએ જોયેલી, તેના હૃદયમાં અંકિત શકુન્તલાનું સાદશ્ય વાસ્તવિક શકુન્તલાની સાથે છેજ. આમ જ વાસ્તવિક જીવનની શકુન્તલા, દુષ્યન્તના પ્રણયી હૃદયમાં અંકિત શકુન્તલા અને ચિત્રાકારા શકુન્તલા વચ્ચે કેટલું સાદૃશ્ય છે, છતાં ભેદ પશુ કેટલા છે! આ ભેદ પ્રણયી અને હવે પશ્ચાત્તાપરત દુષ્યન્તના ઉષ્માભર્યાં, અનેક ઉમળકાભર્યાં પ્રણયના રંગાના છે. અને તેથી વાસ્તવિક શકુન્તલા અને દુષ્યન્તના હૃદયની શકુન્તલા અને ચિત્રાકારા શકુન્તલા વ્યંજિત કરે છે કે એકમાં અનેક વ્યક્તિત્વા ધરાવતી કાવ્યગતા શકુન્તલા વિલક્ષણુ રીતે, અનુપમ રીતે સુ'દર છે. આને આધારે જ આપણને સહૃદય વાચક્રાને વ્યંજનાની અકલ્પ્ય સૌંદર્ય પરમ્પરાના વિલક્ષણ આનંદદાયી અનુભવ થાય છે. અહી" ઉપચાર કાવ્યના કાવ્યત્વને અભિવ્યકત કરવામાં વ્યંજનાઓની આ પરમ્પરાને સાધક અને છે. આમ કવિવાણી એ વાસ્તવિક જીવનની વાણી છે તે છતાં તેની પોતાની વિલક્ષણતા • લઈને કાવ્યમાં વિલસે છે. વાણીની કાવ્યગત આ વિલક્ષણુતાનુ` સાધક અતિ અગત્યનુ અલ કરણ ઉપચાર એ છે. આથી જ કહેવાયુ છે કે Metaphor is hardly an amusing embellishment or diversion, an 'escape' from harsh realities of life or of language. It is made out of, and it makes those realities. Their · opposite and discordant' k Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230207
Book TitleMetefar Upchar ane Dhwani
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages13
LanguageGujarati
ClassificationArticle & Education
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy