Book Title: Matbhed ane Gungrahita
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ 268] શ્રી જી. એ. જે રથમાલા સ્વ–સમય અને પર-સમયના આગમ, લિપિ, ગણિત, છન્દ અને શબ્દશાસ્ત્રો ઉપર કરેલા વ્યાખ્યામાંથી નિમિત થયેલો જેમને અનુપમ યશઃ૫ટહ દશે દિશામાં ભમી રહેલો છે " 3 જેમણે પોતાની અનુપમ મતિના પ્રભાવે જ્ઞાન, જ્ઞાની, હેતુ, પ્રમાણ અને ગણધરપૃચ્છાનું સવિશેષ વિવેચન વિશેષાવશ્યક માં ગ્રન્થનિબદ્ધ કર્યું છે : " 4 જેમણે છેદસૂત્રના આધારે પુરૂષવિશેષના પૃથક્કરણ પ્રમાણે પ્રાયશ્ચિત્તના વિધિનું વિધાન કરનાર “જતકલ્પસૂત્રની રચના કરી છેઃ " 5 “એવા સ્વ-પર સમયના સિદ્ધાંતેમાં નિપુણ, સંયમશીલ, શ્રમના માર્ગના અનુગામી અને ક્ષમાશ્રમણોમાં નિધાનભૂત શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને નમસ્કાર !" 6 આત્મચિંતનનું મહત્વ આત્મવાદથી બીજા બધા વાદ ગૌણ છે. જ્યાં સુધી આત્માને ન ઓળખી શકાય, ત્યાં સુધી આત્માનું અવિચલ સુખ પ્રાપ્ત કરવાને પુરુષાર્થ પણ કર્યાંથી થાય ? જ્યારે એ તત્ત્વ યથાસ્થિત સમજાય, તેનું ધ્યાન પ્રગટે, કર્મનું જ્ઞાન થાય, ત્યારે તેને નિવારવા પુરુપાર્થ કરી ખરૂં શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકાય. બીજી બધી જંજાળે કરતાં આત્મચિન્તન જંજાળને વધુ મહત્વ આપવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3