Book Title: Matbhed ane Gungrahita Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf Catalog link: https://jainqq.org/explore/249598/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા મતભેદ અને ગુણગ્રાહિતા દરેક સંપ્રદાયમાં વિદ્વાનોના બે પ્રકાર નજરે પડે છે. એક તે આગમપ્રધાન અને બીજો તર્કપ્રધાન. આગમપ્રધાન પંડિતે હંમેશાં પિતાના પરંપરાગત આગમેન-સિદ્ધાંતને શબ્દશઃ પુષ્ટ રીતે વળગી રહે છે, જ્યારે તર્કપ્રધાન વિદ્વાને આગમગત પદાર્થવ્યવસ્થાને તર્કસંગત અને રહસ્યાનુકૂલ માનવાની વૃત્તિવાળી હોય છે. એટલે કેટલીક વખતે બન્ને વચ્ચે વિચારભેદ પડે છે. એ વિચારભેદ જે ઉગ્ર પ્રકારને હોય છે તે કાળક્રમે સંપ્રદાયભેદના અવતારમાં પરિણમે છે અને સૌમ્ય પ્રકાર હોય છે તે તે માત્ર મતભેદ રૂપમાં જ વિરમી જાય છે. જેમાં સંપ્રદાયના ઈતિહાસનું અવલોકન કરતાં તેમાં આવા અનેક વિચારભેદ, મતભેદ, સંપ્રદાયભેદે અને તેનાં મૂળભૂત ઉક્ત પ્રકારના કારણે બુદ્ધિ આગળ સ્પષ્ટ તરી આવે છે. શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણ આગમપ્રધાન આચાર્ય હતા. તેઓશ્રીએ જૈન આગમાસ્નાય પરંપરાગત ચાલ્યો આવતો હતો તેને અનુસરી સંગત ભાવ્ય રચવાનું પ્રધાન કાર્ય કર્યું છે. તેમાં જે તર્ક આમ્નાયાનુકૂળ હોય તેને ઉપગ પોતાના સમર્થનમાં પૂરી રીતે કર્યો છે અને આગમની આગળ જનાર તકને ઉપેક્ષણીય ગણે છે. તેઓશ્રીના પુરોગામી શ્રી સિદ્ધસેન દિવાકર તર્કપ્રધાન આચાર્ય હતા. શ્રી સિદ્ધસેન દિવાકરના ગ્રંથ મૌલિક-સિદ્ધાંતપ્રતિપાદક અને પ્રૌઢ વિચારપૂર્ણ છે. તેઓ જેમ તર્કશાસ્ત્રના વ્યવસ્થાપક અને વિવેચક છે, તેમ Page #2 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૬૭ જૈનદર્શનના એક અનન્ય આધારભૂત આપ્તપુરૂષ છે. શ્રી સિદ્ધસેન દિવાકરે પિતાના સંમતિતર્કમાં કેવલીને (સર્વરને) કેવલજ્ઞાન અને કેવલદર્શન–એ બન્ને યુગપત્ એટલે એકીસાથે થતાં નથી, એ આગમપરંપરાના મતથી વિરૂદ્ધ જઈ બન્ને એક જ છે અને જૂદા નથી–એમ તર્કથી સિદ્ધ કર્યું છે, જ્યારે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશમણે આગમપરંપરાગત તે મતને અભિમત રહી શ્રી સિદ્ધસેનજીના વિચારને વિગતવાર પ્રતિક્ષેપ વિશેષાવશ્યકમાં કર્યો છે. આમ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આગમપરંપરાના મહાન સંરક્ષક હતા, તેથી તેઓ આગમવાદી કે સિદ્ધાંતવાદીના બિરૂદથી જૈન વાલ્મયમાં ઓળખાય છે. આ પ્રકારને એ આપ્ત-મહાપુરૂમાં મતભેદ-સૌમ્ય મતભેદ હોવા છતાં કેટલી ગુણગ્રાહિતા ને સમભાવિતા હતી, તે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલ જીતક૯૫ સૂત્ર ઉપર, “જિતક૯૫ ચૂણિ રચનાર શ્રી સિદ્ધસેનસૂરિવરે તેની આદિમાં તેઓશ્રીની જે ગંભીરાર્થક સ્તુતિ છે પદ્યમાં કરેલી છે તે આ પ્રમાણે – “અનુગના-આગમેના-અર્થજ્ઞાનના ધારક, યુગપ્રધાન, પ્રધાન જ્ઞાનીઓને બહુમત, સર્વ શ્રુતિ અને શાસ્ત્રમાં કુશલ અને દર્શન-જ્ઞાન ઉપયોગના માર્ગસ્થ ને માર્ગરક્ષક” ૧ કમલના સુવાસને આધીન થયેલા ભ્રમરે જેમ કમલની ઉપાસના કરે છે, તેમ જ્ઞાનરૂપ મકરંદના પિપાસુ મુનિઓ જેમનાં મુખરૂપ નિર્જરમાંથી નીકળેલા જ્ઞાનરૂપ અમૃતનું સદા સેવન કરે છે?” ૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ 268] શ્રી જી. એ. જે રથમાલા સ્વ–સમય અને પર-સમયના આગમ, લિપિ, ગણિત, છન્દ અને શબ્દશાસ્ત્રો ઉપર કરેલા વ્યાખ્યામાંથી નિમિત થયેલો જેમને અનુપમ યશઃ૫ટહ દશે દિશામાં ભમી રહેલો છે " 3 જેમણે પોતાની અનુપમ મતિના પ્રભાવે જ્ઞાન, જ્ઞાની, હેતુ, પ્રમાણ અને ગણધરપૃચ્છાનું સવિશેષ વિવેચન વિશેષાવશ્યક માં ગ્રન્થનિબદ્ધ કર્યું છે : " 4 જેમણે છેદસૂત્રના આધારે પુરૂષવિશેષના પૃથક્કરણ પ્રમાણે પ્રાયશ્ચિત્તના વિધિનું વિધાન કરનાર “જતકલ્પસૂત્રની રચના કરી છેઃ " 5 “એવા સ્વ-પર સમયના સિદ્ધાંતેમાં નિપુણ, સંયમશીલ, શ્રમના માર્ગના અનુગામી અને ક્ષમાશ્રમણોમાં નિધાનભૂત શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને નમસ્કાર !" 6 આત્મચિંતનનું મહત્વ આત્મવાદથી બીજા બધા વાદ ગૌણ છે. જ્યાં સુધી આત્માને ન ઓળખી શકાય, ત્યાં સુધી આત્માનું અવિચલ સુખ પ્રાપ્ત કરવાને પુરુષાર્થ પણ કર્યાંથી થાય ? જ્યારે એ તત્ત્વ યથાસ્થિત સમજાય, તેનું ધ્યાન પ્રગટે, કર્મનું જ્ઞાન થાય, ત્યારે તેને નિવારવા પુરુપાર્થ કરી ખરૂં શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકાય. બીજી બધી જંજાળે કરતાં આત્મચિન્તન જંજાળને વધુ મહત્વ આપવું.