________________
૨૬૬]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા
મતભેદ અને ગુણગ્રાહિતા
દરેક સંપ્રદાયમાં વિદ્વાનોના બે પ્રકાર નજરે પડે છે. એક તે આગમપ્રધાન અને બીજો તર્કપ્રધાન. આગમપ્રધાન પંડિતે હંમેશાં પિતાના પરંપરાગત આગમેન-સિદ્ધાંતને શબ્દશઃ પુષ્ટ રીતે વળગી રહે છે, જ્યારે તર્કપ્રધાન વિદ્વાને આગમગત પદાર્થવ્યવસ્થાને તર્કસંગત અને રહસ્યાનુકૂલ માનવાની વૃત્તિવાળી હોય છે. એટલે કેટલીક વખતે બન્ને વચ્ચે વિચારભેદ પડે છે. એ વિચારભેદ જે ઉગ્ર પ્રકારને હોય છે તે કાળક્રમે સંપ્રદાયભેદના અવતારમાં પરિણમે છે અને સૌમ્ય પ્રકાર હોય છે તે તે માત્ર મતભેદ રૂપમાં જ વિરમી જાય છે. જેમાં સંપ્રદાયના ઈતિહાસનું અવલોકન કરતાં તેમાં આવા અનેક વિચારભેદ, મતભેદ, સંપ્રદાયભેદે અને તેનાં મૂળભૂત ઉક્ત પ્રકારના કારણે બુદ્ધિ આગળ સ્પષ્ટ તરી આવે છે. શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણ આગમપ્રધાન આચાર્ય હતા. તેઓશ્રીએ જૈન આગમાસ્નાય પરંપરાગત ચાલ્યો આવતો હતો તેને અનુસરી સંગત ભાવ્ય રચવાનું પ્રધાન કાર્ય કર્યું છે. તેમાં જે તર્ક આમ્નાયાનુકૂળ હોય તેને ઉપગ પોતાના સમર્થનમાં પૂરી રીતે કર્યો છે અને આગમની આગળ જનાર તકને ઉપેક્ષણીય ગણે છે. તેઓશ્રીના પુરોગામી શ્રી સિદ્ધસેન દિવાકર તર્કપ્રધાન આચાર્ય હતા. શ્રી સિદ્ધસેન દિવાકરના ગ્રંથ મૌલિક-સિદ્ધાંતપ્રતિપાદક અને પ્રૌઢ વિચારપૂર્ણ છે. તેઓ જેમ તર્કશાસ્ત્રના વ્યવસ્થાપક અને વિવેચક છે, તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org