________________
પારમાર્થિક લેખસંગ્રહ
[૨૬૭ જૈનદર્શનના એક અનન્ય આધારભૂત આપ્તપુરૂષ છે. શ્રી સિદ્ધસેન દિવાકરે પિતાના સંમતિતર્કમાં કેવલીને (સર્વરને) કેવલજ્ઞાન અને કેવલદર્શન–એ બન્ને યુગપત્ એટલે એકીસાથે થતાં નથી, એ આગમપરંપરાના મતથી વિરૂદ્ધ જઈ બન્ને એક જ છે અને જૂદા નથી–એમ તર્કથી સિદ્ધ કર્યું છે, જ્યારે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશમણે આગમપરંપરાગત તે મતને અભિમત રહી શ્રી સિદ્ધસેનજીના વિચારને વિગતવાર પ્રતિક્ષેપ વિશેષાવશ્યકમાં કર્યો છે. આમ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આગમપરંપરાના મહાન સંરક્ષક હતા, તેથી તેઓ આગમવાદી કે સિદ્ધાંતવાદીના બિરૂદથી જૈન વાલ્મયમાં ઓળખાય છે.
આ પ્રકારને એ આપ્ત-મહાપુરૂમાં મતભેદ-સૌમ્ય મતભેદ હોવા છતાં કેટલી ગુણગ્રાહિતા ને સમભાવિતા હતી, તે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલ જીતક૯૫ સૂત્ર ઉપર, “જિતક૯૫ ચૂણિ રચનાર શ્રી સિદ્ધસેનસૂરિવરે તેની આદિમાં તેઓશ્રીની જે ગંભીરાર્થક સ્તુતિ છે પદ્યમાં કરેલી છે તે આ પ્રમાણે –
“અનુગના-આગમેના-અર્થજ્ઞાનના ધારક, યુગપ્રધાન, પ્રધાન જ્ઞાનીઓને બહુમત, સર્વ શ્રુતિ અને શાસ્ત્રમાં કુશલ અને દર્શન-જ્ઞાન ઉપયોગના માર્ગસ્થ ને માર્ગરક્ષક” ૧
કમલના સુવાસને આધીન થયેલા ભ્રમરે જેમ કમલની ઉપાસના કરે છે, તેમ જ્ઞાનરૂપ મકરંદના પિપાસુ મુનિઓ જેમનાં મુખરૂપ નિર્જરમાંથી નીકળેલા જ્ઞાનરૂપ અમૃતનું સદા સેવન કરે છે?” ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org