Book Title: Mangal Pravachana 2
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૧૨ ] દર્શન અને ચિંતન દેશને ઘણાય ઉચ્ચ કેળવણી પામેલા અને સમર્થ મનાતા પુરૂષનાં મનમાં એ વિશે સંદેહ છે. પણ તેઓ જોઈ નથી શકતા કે માતૃભાષા માધ્યમ ન હવાથી દેશની મતિષ્કશક્તિ અને આવિષ્કારશક્તિ કેટલી કુંઠિત થઈ ગઈ છે? માતૃભાષામાં શીખવાનું અને તેમાં જ પ્ર લખવાનું હોય તે થોડી મહેનતે કેટલું લાભ થાય છે કેટલું સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને બચત સમયને બીજાં જરૂરી કામમાં કેટલે સાર્થક ઉપગ થાય ! એ વસ્તુ કેળવણીના ક્ષેત્રમાં પડેલાઓએ વિચારવા જેવી છે. અત્યારે તે વિદ્યાર્થીવર્ગ દુવિધામાં પડ્યો છે. માતૃભાષાની સરળતા એ જતી કરી શકતો નથી અને અંગ્રેજીનો એકાંગી પક્ષપાત છોડી શકતો નથી, તેથી એ નથી અંગ્રેજી પૂરું જાણ કે નથી માતૃભાષા ઠીક જાણતો. વિચાર અને સૂક્ષ્મ દર્શનથી છે તે વેગળા જ રહે છે. આપણે યુરોપના અનેક વિષયના અનેક ધુરંધર વિદ્વાનોની અને સંશોધકોની વાત કરીએ છીએ, તેમની યશગાથા ગાઈએ છીએ, પણ એ નથી વિચારતા કે એમની સિદ્ધિનું એક અગત્યનું સાધન તેમની માતૃભાષામાં લેવાયેલું શિક્ષણ એ છે. હિંદુસ્તાનની મસ્તિષ્કશક્તિ કાંઈ બીજા રાષ્ટ્રો કરતાં ઊતરતી નથી, પણ આપણા આગેવાન નિષ્ણાતે જ એ શક્તિને દિવસનુદિવસ ઊતરતા પ્રકારની બનવામાં નિમિત્ત થતા રહ્યા છે. વિદ્યાર્થીઓ આ બાબત પોતાને સ્પષ્ટ મત કેળવી આગેવાનો ઉપર દબાણ લાવે તો એમાં એમનું અને બીજાનું પણ ભલું છે, શ્રેય છે. અભ્યાસને માંગળિક અને તરૂપ બનાવ હોય તો એની એક રીત એ પણ છે કે પિતાના વિષયમાં જેઓ આગળ વધેલા હોય તેમની સાથે ચર્ચા કરવી, તેમના સંપર્કમાં રહેવું અને કાંઈક નવું શીખવું, તેમ જ જેઓ પિતાનાથી નીચલી કક્ષાના હેય તેમને શીખવતા પણ રહેવું અને વર્ગના સમય ઉપરાંત પિતાના અધ્યાપકેને પણ પૂરા કસવા. અમુક સમયને અંતરે સહપાઠી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ મળી પિતતાના વિષય પર ખૂબ છૂટથી પણ અધ્યયનપૂર્વક મૌખિક અને લેખિત ચર્ચા કરવી. આ એક સંભૂયસંવાદ છે જેને આજે “Debate” તરીકે ઓળખાવવામાં આવે છે. આ પ્રથા હજાર વર્ષની જૂની છે. એને જ લીધે અનેક વિષયનાં અનેક શા રચાયાં છે, ને તે સર્વત્ર આદરપાત્ર બનતાં આવ્યાં છે. પૂરા સત્રકાળ દરમિયાન તેમ જ આખા વર્ષ દરમિયાન આપણું અધ્યયન માંગળિક નીવડે તે માટે છેલ્લે એક જ મુદ્દો હવે મારે કહેવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5