Book Title: Malaysundari Charitra
Author(s): Vijaykesharsuri
Publisher: Mukti Kamalkeshar Jain Granthmala

View full book text
Previous | Next

Page 451
________________ ૪૩૦ મલવસુંદર ચરિત્ર નિર્નાથ થયો. મારા સર્વ મનોરથો મનમાં જ રહી ગયા. હા ! હા ! પૂજાપિતા મારા રાજ્યમાં જ અને મારી હયાતી જ નજર પણ ન જોઈ શકાય તેવી આપની અવસ્થા થઈ. ખરેખર ! હું નિર્ભાગી જ કે આપને સમાગમ બીલકુલ ન થે. ધિક્કાર થાઓ મારા જેવા પ્રમાદિને કે તત્કાળ કરવા લાયક કાર્યો આગામી ક ળ ઉપર મુલતવી રાખે છે. જે હું કાલે સંધ્યા સમયે જ અહીં આવ્યું હતું તે પૂજ્ય પિતાશ્રીને મેળાપ, તેમનાં દર્શન અને ઉપદેશ શ્રવણ આદિ સર્વલાભની પ્રાપ્તિ થાત. આ પ્રમાણે વિલાપ કરતા રાજાએ ભ્રકુટીના વિક્ષેપથી સુભટોને જણાવ્યું કે, અરે મારા શુરવીર સુભટો ! તમે તે પાપીના પગલે પગલે જાઓ અને આ અનર્થ કરનારને અહીં જીવતે પકડી લાવે. રાજાને હુકમ થતાં સંખ્યાબંધ સુભટે ચારે બાજુ નીકળી પડ્યા. પગલાના જાણકાર સુભટે પગલે પગલે આગળ વધ્યા અને અનુક્રમે તે પગલું એક ખીણના ભાગમાં જઈ અટક્યું. સુભટો તે ખીણમાં ઉતરી પડ્યા. ત્યાં તપાસ કરતા એક ભાગમાં છુપાઈ રહેલી કનકાવતી તેમના દેખવામાં આવી. તેને પકડીને સુભટો રાજા પાસે લઈ આવ્યા. રાજાએ તાડના કરી તે સ્ત્રીને પૂછયું કે તે આ મુનિને શા કારણથી જીવતા બાળી દીધા ? ઘણે માર પડવા પછી તેણે પિતાનું કરેલું સર્વ અકીય સત્ય જણાવી આપ્યું. શતબળ રાજાએ નાના પ્રકારના મારથી

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466