Book Title: Mahuvathi Prapta Prak Madhyakalin Adinath Pratima
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 1
________________ મહુવાથી પ્રાપ્ત પ્રાકુ-મધ્યકાલીન આદિનાથપ્રતિમા સૌરાષ્ટ્રના નિષ્ઠત્ય કિનારે આવેલું મહુવા બંદર–પ્રાચીન મધુમતી–માફમધ્યકાળ અને મધ્યયુગમાં એક મહત્વનું જૈન કેન્દ્ર હતું. પ્રાયઃ ઈસ્વી ૧૦૨૭-૧૦૩૩ના ગાળામાં શત્રુંજયગિરિસ્થ તીર્થાધિપતિ જિન આદીશ્વરના પુરાતન બિંબનો ઉદ્ધાર કરાવનાર શ્વેતાંબર શ્રેષ્ઠી જાવડી મધુમતીનો રહેવાસી હતો . મધ્યયુગમાં અહીં શ્વેતાંબર સંપ્રદાયનું જિન મહાવીરનું મહિમામંડિત અને પ્રસ્તુત શ્રેષ્ઠી જાવડી નિર્માપિત આયતન પણ હતું. આ પુરાણી મધુમતી નગરીના કોઈક સ્થાનમાંથી મળી આવેલી, એક મધ્યમ કદની શ્વેત પાષાણની, ખંડિત પણ મનોરમ જિનપ્રતિમા (ચિત્ર ૧), ભાવનગરના (વર્તમાને ત્યાં ‘ગાંધીસ્મૃતિ અંતર્ગત સમાવિષ્ટ) બાર્ટન મ્યુઝિયમમાં સુરક્ષિત છે. પ્રતિમા ગુજરાતની જૂજવી જ રહેલી જૂની અને સુંદરતમ પાષાણી જિનપ્રતિમાઓ માંહેની એક છે. એનું સિંહાસન મૂળે હશે તો તે રહ્યું નથી. પદ્માસનસ્થ જિન મસૂરક (ગાદી) પર બિરાજમાન છે. મસૂરકના મોવાડના મધ્યભાગમાં વજરત્નનું શોભાંકન કાઢેલું છે. પલાઠીમાં સ્થિર થઈ, ધ્યાનમુદ્રા રચી દેતી, અને વાળેલી ગોળ ભુજાઓ, પ્રાચીનતર જિનપ્રતિમાઓમાં હોય છે. તેમ, જરા શી પહોળી થતી દર્શાવી છે. સ્કંધો પર આછો શો સ્પર્શ કરતી કેશવલ્લરી પ્રતિમાને જિન આદીશ્વરની હોવાનું ઘોષિત કરે છે. ગોલાયમાન, ચંદ્રબિંબ શું મુખમંડલ, અને સોષ્ણીષ શીર્ષ દક્ષિણાવર્ત કેશની ચાર પંક્તિઓ સમેત સોહી રહ્યું છે. શીર્ષ પાછળ આવી રહેલા, ઉપસેલા ઉપકંઠયુક્ત, ચંદ્રપ્રભામંડલનો ઉપલો હિસ્સો નષ્ટ થયો છે. સિંહાસનના પૃષ્ઠભાગનો, જિનપ્રતિમાના દેહમાનને સ્પર્શતો ભાગ છોડી, બાકીનો ભાગ કોરી કાઢી સવિવર બતાવ્યો છે. પ્રતિમાને અડખે પડખે પારદર્શક ધોતી અને એકાવલી ધારણ કરેલા ચામરધરો ચાર દ્વિભંગમાં પ્રાતિહાર્ય(વા અતિશેષ અતિશય)ના પ્રાટ્યના સૂચનરૂપે ઊભેલા છે. સિંહાસનના પૃષ્ઠભાગના આડા દંડની ઉપર બન્ને બાજુ મકરનાં રૂપ કાઢેલાં છે, જેમાં જમણી બાજુનાનો ઉપલા જડબા ઉપરનો ભાગ ઊડી ગયો છે. તે જ રીતે તે મકરના ઉપરના ભાગમાં જે આકાશચારી માલાધરો કર્યા હશે તે પણ નષ્ટ થઈ ચૂક્યા છે. શૈલીની દષ્ટિએ પ્રતિમા સ્પષ્ટતયા દશમા શતકથી પણ પુરાણી, મોટે ભાગે નવમા શતકના પૂર્વાર્ધની જણાય છે; પણ વાત એટલેથી અટકતી નથી. અવશિષ્ટ રહેલા મકરનું હાસ્યાન્વિત મુખ કર્ણાટદેશની ક્લાનો પ્રભાવ સૂચવી રહે છે. ત્યાં ઉત્તરકાલીન રાષ્ટ્રકૂટ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3