Page #1
--------------------------------------------------------------------------
________________
મહુવાથી પ્રાપ્ત પ્રાકુ-મધ્યકાલીન આદિનાથપ્રતિમા
સૌરાષ્ટ્રના નિષ્ઠત્ય કિનારે આવેલું મહુવા બંદર–પ્રાચીન મધુમતી–માફમધ્યકાળ અને મધ્યયુગમાં એક મહત્વનું જૈન કેન્દ્ર હતું. પ્રાયઃ ઈસ્વી ૧૦૨૭-૧૦૩૩ના ગાળામાં શત્રુંજયગિરિસ્થ તીર્થાધિપતિ જિન આદીશ્વરના પુરાતન બિંબનો ઉદ્ધાર કરાવનાર શ્વેતાંબર શ્રેષ્ઠી જાવડી મધુમતીનો રહેવાસી હતો . મધ્યયુગમાં અહીં શ્વેતાંબર સંપ્રદાયનું જિન મહાવીરનું મહિમામંડિત અને પ્રસ્તુત શ્રેષ્ઠી જાવડી નિર્માપિત આયતન પણ હતું.
આ પુરાણી મધુમતી નગરીના કોઈક સ્થાનમાંથી મળી આવેલી, એક મધ્યમ કદની શ્વેત પાષાણની, ખંડિત પણ મનોરમ જિનપ્રતિમા (ચિત્ર ૧), ભાવનગરના (વર્તમાને ત્યાં ‘ગાંધીસ્મૃતિ અંતર્ગત સમાવિષ્ટ) બાર્ટન મ્યુઝિયમમાં સુરક્ષિત છે. પ્રતિમા ગુજરાતની જૂજવી જ રહેલી જૂની અને સુંદરતમ પાષાણી જિનપ્રતિમાઓ માંહેની એક છે. એનું સિંહાસન મૂળે હશે તો તે રહ્યું નથી. પદ્માસનસ્થ જિન મસૂરક (ગાદી) પર બિરાજમાન છે. મસૂરકના મોવાડના મધ્યભાગમાં વજરત્નનું શોભાંકન કાઢેલું છે. પલાઠીમાં સ્થિર થઈ, ધ્યાનમુદ્રા રચી દેતી, અને વાળેલી ગોળ ભુજાઓ, પ્રાચીનતર જિનપ્રતિમાઓમાં હોય છે. તેમ, જરા શી પહોળી થતી દર્શાવી છે. સ્કંધો પર આછો શો સ્પર્શ કરતી કેશવલ્લરી પ્રતિમાને જિન આદીશ્વરની હોવાનું ઘોષિત કરે છે. ગોલાયમાન, ચંદ્રબિંબ શું મુખમંડલ, અને સોષ્ણીષ શીર્ષ દક્ષિણાવર્ત કેશની ચાર પંક્તિઓ સમેત સોહી રહ્યું છે. શીર્ષ પાછળ આવી રહેલા, ઉપસેલા ઉપકંઠયુક્ત, ચંદ્રપ્રભામંડલનો ઉપલો હિસ્સો નષ્ટ થયો છે. સિંહાસનના પૃષ્ઠભાગનો, જિનપ્રતિમાના દેહમાનને સ્પર્શતો ભાગ છોડી, બાકીનો ભાગ કોરી કાઢી સવિવર બતાવ્યો છે. પ્રતિમાને અડખે પડખે પારદર્શક ધોતી અને એકાવલી ધારણ કરેલા ચામરધરો ચાર દ્વિભંગમાં પ્રાતિહાર્ય(વા અતિશેષ અતિશય)ના પ્રાટ્યના સૂચનરૂપે ઊભેલા છે. સિંહાસનના પૃષ્ઠભાગના આડા દંડની ઉપર બન્ને બાજુ મકરનાં રૂપ કાઢેલાં છે, જેમાં જમણી બાજુનાનો ઉપલા જડબા ઉપરનો ભાગ ઊડી ગયો છે. તે જ રીતે તે મકરના ઉપરના ભાગમાં જે આકાશચારી માલાધરો કર્યા હશે તે પણ નષ્ટ થઈ ચૂક્યા છે.
શૈલીની દષ્ટિએ પ્રતિમા સ્પષ્ટતયા દશમા શતકથી પણ પુરાણી, મોટે ભાગે નવમા શતકના પૂર્વાર્ધની જણાય છે; પણ વાત એટલેથી અટકતી નથી. અવશિષ્ટ રહેલા મકરનું હાસ્યાન્વિત મુખ કર્ણાટદેશની ક્લાનો પ્રભાવ સૂચવી રહે છે. ત્યાં ઉત્તરકાલીન રાષ્ટ્રકૂટ અને
Page #2
--------------------------------------------------------------------------
________________
મહુવાથી પ્રાપ્ત પ્રાક્મધ્યકાલીન આદિનાથ-પ્રતિમા
ચાલુક્યકાલીન મંદિરોમાં ‘કપોતબંધ' જાતિના અધિષ્ઠાન(પીઠ)ની ન*પટ્ટિકામાં તેમ જ પ્રણાલાદિમાં કાઢવામાં આવતા મકરમુખમાં હાસ્યની છટા નિતાંત દૃષ્ટિગોચર થાય છે. પાલીતાણાનું નામ દેતાં, ઈસ્વીસન્ ૮૧૭ની મિતિ ધરાવતા, તામ્રશાસન પરથી એક વાત સુનિશ્ચિત થાય છે કે સૌરાષ્ટ્રનો આ હિસ્સો લાટના રાષ્ટ્રકૂટોને અધીન હતો. રાષ્ટ્રકૂટોનું આધિપત્ય ઓછામાં ઓછું નવમા સૈકાના અંતભાગ સુધી તો અહીં રહ્યું હોવાનો સંભવ છે. મહુવા બંદર પાલિતાણાથી બહુ દૂર નથી, તે જોતાં તે શહે૨ પણ રાષ્ટ્રકૂટોની હકૂમત હેઠળ હશે. આ કારણસર રાજકીય અતિરિક્ત કલા સરખા સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ કર્ણાટનો અમુકાંશે પ્રભાવ ફેલાયો હોય તો ના ન કહેવાય.
પ્રતિમા કયા જૈન સંપ્રદાયની હશે તે વિશે વિચારતાં એક વાત તો સ્પષ્ટ રીતે આગળ તરી આવે છે : તે શ્વેતાંબર સંપ્રદાયની હોવાનો કોઈ જ ભાસ કે લક્ષણ તેમાં તરી આવતાં નથી. બીડેલ પોપચાંવાળું સમાધિસ્થ પ્રશાંત મુખ, ગોળ મુખાકૃતિ આદિ તેને ક્ષપણક સંપ્રદાયની હોવાનું ઉદ્ઘોષિત કરે છે. શ્વેતાંબર મૂર્તિ કેવી હોય તે વરમાણના મહાવીર જિનાલયની એક નવમા શતકના ઉત્તરાર્ધની મૂર્તિને નીરખવાથી મળી રહે છે'. પદ્માસનસ્થ હોવા છતાં ધ્યાનસ્થતાનો અભાવ, ચક્ષુ-ટીલાંની ઉપસ્થિતિથી થતો સમાધિ અવસ્થાનો હ્રાસ, અને વીતરાગતાની એવં સમાધિ-મુદ્રાની વિડંબના એમાં ઉધાડી રીતે દેખાઈ આવે છે.
૨૦૧
એ કાળે, એટલે કે આઠમા-નવમા શતકમાં, સૌરાષ્ટ્રમાં ઉજ્જયંતગિરિ, અને પશ્ચિમ કિનારે અજાહરા, પ્રભાસ આદિ સ્થાનોમાં ક્ષપણક સંપ્રદાય સંબદ્ધ જિનપ્રતિમાદિ મળી આવ્યાં છે. એ જ શ્રૃંખલામાં મધુમતીની આ પ્રતિમા પણ હોય તો તે બિલકુલ સંભવિત અને સુર્યુક્તક છે.
ટિપ્પણ :
૧. મધુમતીની પુરાતનતા સાહિત્યિક ઉલ્લેખો પરથી લગભગ ઈસ્વીસન્ની આરંભિક સદીઓ, અથવા ઓછામાં ઓછું ગુપ્ત-મૈત્રકકાળ સુધી તો જાય છે; પણ તે સૌ પ્રમાણોની ચર્ચા અહીં ઉપયુક્ત ન હોઈ તે વિશેના સંદર્ભો આપવાનું જરૂરી માન્યું નથી.
૨. જાડિનો સમય શ્વેતાંબર સાહિત્યમાં કંઈ નહીં તો યે ૧૪મા શતકના પ્રારંભથી વિ૰ સં (ઈ સ- ૫૨) જેવો મનાય છે, જે અંકમાં વસ્તુતયા ચોથો અંક છૂટી ગયો જણાય છે. આ અંગેની વિશેષ ચર્ચા મારા વર્ષોથી તૈયાર થઈ રહેલા ગ્રંથ The Sacred Hills of Śatrunjayaમાં થનાર છે.
૩. સિયાલબેટમાંથી મળી આવેલા ચાર પૈકીનો સં. ૧૩૧૫(ઈ સ- ૧૨૫૯)નો પ્રતિમાલેખ મૂળે મહુવાના ‘મહાવીરદેવચૈત્ય’માં પ્રતિષ્ઠિત પાર્શ્વનાથની પ્રતિમા પર હતો. ત્યાંનું મહાવીર જિનાલય આથી પ્રસ્તુત
Page #3
--------------------------------------------------------------------------
________________ ૨૭ર નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ મિતિ પર્વેનું હતું તેવું સિદ્ધ થાય છે, મૂળ લેખ Revised tists of Antiquarian of the Bombay Presidency, p. 253 પર પ્રસિદ્ધ થયો છે, જયાંથી તે જિનવિજય દ્વારા સંપાદિત પ્રાચીન જૈન તેલ સંઘ, ભાવનગર 1921, પૃ. 229, લેખાંક 545 રૂપે, પૃ. 340 પર પુનઃ પ્રગટ થયો છે) . અહીં પ્રકાશિત કરેલાં બન્ને ચિત્રો વારાણસી-સ્થિત American Institute of Indian Studiesના સૌજન્ય અને સહાયને આભારી છે. %. B 3941 4RL"The Vimala Period Sculptures in Vimala-Vasahi," Aspects of Jainology II. (Pt. Bechardas Doshi Commemoration Volume), Varanasi 1987, Fig. 7.