SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ મહુવાથી પ્રાપ્ત પ્રાક્મધ્યકાલીન આદિનાથ-પ્રતિમા ચાલુક્યકાલીન મંદિરોમાં ‘કપોતબંધ' જાતિના અધિષ્ઠાન(પીઠ)ની ન*પટ્ટિકામાં તેમ જ પ્રણાલાદિમાં કાઢવામાં આવતા મકરમુખમાં હાસ્યની છટા નિતાંત દૃષ્ટિગોચર થાય છે. પાલીતાણાનું નામ દેતાં, ઈસ્વીસન્ ૮૧૭ની મિતિ ધરાવતા, તામ્રશાસન પરથી એક વાત સુનિશ્ચિત થાય છે કે સૌરાષ્ટ્રનો આ હિસ્સો લાટના રાષ્ટ્રકૂટોને અધીન હતો. રાષ્ટ્રકૂટોનું આધિપત્ય ઓછામાં ઓછું નવમા સૈકાના અંતભાગ સુધી તો અહીં રહ્યું હોવાનો સંભવ છે. મહુવા બંદર પાલિતાણાથી બહુ દૂર નથી, તે જોતાં તે શહે૨ પણ રાષ્ટ્રકૂટોની હકૂમત હેઠળ હશે. આ કારણસર રાજકીય અતિરિક્ત કલા સરખા સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ કર્ણાટનો અમુકાંશે પ્રભાવ ફેલાયો હોય તો ના ન કહેવાય. પ્રતિમા કયા જૈન સંપ્રદાયની હશે તે વિશે વિચારતાં એક વાત તો સ્પષ્ટ રીતે આગળ તરી આવે છે : તે શ્વેતાંબર સંપ્રદાયની હોવાનો કોઈ જ ભાસ કે લક્ષણ તેમાં તરી આવતાં નથી. બીડેલ પોપચાંવાળું સમાધિસ્થ પ્રશાંત મુખ, ગોળ મુખાકૃતિ આદિ તેને ક્ષપણક સંપ્રદાયની હોવાનું ઉદ્ઘોષિત કરે છે. શ્વેતાંબર મૂર્તિ કેવી હોય તે વરમાણના મહાવીર જિનાલયની એક નવમા શતકના ઉત્તરાર્ધની મૂર્તિને નીરખવાથી મળી રહે છે'. પદ્માસનસ્થ હોવા છતાં ધ્યાનસ્થતાનો અભાવ, ચક્ષુ-ટીલાંની ઉપસ્થિતિથી થતો સમાધિ અવસ્થાનો હ્રાસ, અને વીતરાગતાની એવં સમાધિ-મુદ્રાની વિડંબના એમાં ઉધાડી રીતે દેખાઈ આવે છે. ૨૦૧ એ કાળે, એટલે કે આઠમા-નવમા શતકમાં, સૌરાષ્ટ્રમાં ઉજ્જયંતગિરિ, અને પશ્ચિમ કિનારે અજાહરા, પ્રભાસ આદિ સ્થાનોમાં ક્ષપણક સંપ્રદાય સંબદ્ધ જિનપ્રતિમાદિ મળી આવ્યાં છે. એ જ શ્રૃંખલામાં મધુમતીની આ પ્રતિમા પણ હોય તો તે બિલકુલ સંભવિત અને સુર્યુક્તક છે. ટિપ્પણ : ૧. મધુમતીની પુરાતનતા સાહિત્યિક ઉલ્લેખો પરથી લગભગ ઈસ્વીસન્ની આરંભિક સદીઓ, અથવા ઓછામાં ઓછું ગુપ્ત-મૈત્રકકાળ સુધી તો જાય છે; પણ તે સૌ પ્રમાણોની ચર્ચા અહીં ઉપયુક્ત ન હોઈ તે વિશેના સંદર્ભો આપવાનું જરૂરી માન્યું નથી. ૨. જાડિનો સમય શ્વેતાંબર સાહિત્યમાં કંઈ નહીં તો યે ૧૪મા શતકના પ્રારંભથી વિ૰ સં (ઈ સ- ૫૨) જેવો મનાય છે, જે અંકમાં વસ્તુતયા ચોથો અંક છૂટી ગયો જણાય છે. આ અંગેની વિશેષ ચર્ચા મારા વર્ષોથી તૈયાર થઈ રહેલા ગ્રંથ The Sacred Hills of Śatrunjayaમાં થનાર છે. ૩. સિયાલબેટમાંથી મળી આવેલા ચાર પૈકીનો સં. ૧૩૧૫(ઈ સ- ૧૨૫૯)નો પ્રતિમાલેખ મૂળે મહુવાના ‘મહાવીરદેવચૈત્ય’માં પ્રતિષ્ઠિત પાર્શ્વનાથની પ્રતિમા પર હતો. ત્યાંનું મહાવીર જિનાલય આથી પ્રસ્તુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249396
Book TitleMahuvathi Prapta Prak Madhyakalin Adinath Pratima
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages3
LanguageGujarati
ClassificationArticle, History, E000, & E001
File Size268 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy