Book Title: Mahavirni Dharmkathao ane Mahavirna Dash Upasako
Author(s): Ramniklal M Shah
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ભગવાન મહાવીરની ધર્મકથાઓ અને ભગવાન મહાવીરના દશ ઉપાસકે રમણીક શાહ ૧. ભગવાન મહાવીરની ધર્મકથાઓ (નાયધમ્મકહા) અનુ. પં. બેચરદાસ દેશી, પંજાભાઈ જૈન ગ્રંથમાળા-૩, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. આ. ૧ (૧૯૩૧) આ. ૨ (૧૯૫૦) ૨. ભગવાન મહાવીરના દશ ઉપાસકે (ઉવા સગદસાઓ) અનું. પં. બેચરદાસ દોશી, પૂંજાભાઈ જૈન ગ્રંથમાળા-૪, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. આ. ૧ (૧૯૩૧) ભગવાન મહાવીરના મૌલિક ધર્મોપદેશની સંકલના કરી તેમના ગણધરોએ જે વિવિધ સૂત્રોરૂપે ગૂંથણ કરી તે બાર ગ્રંથે દ્વાદશાંગી કે ગણિપિટક તરીકે ઓળખાય છે. આ દ્વાદશાંગીનું અંતિમ “દષ્ટિવાદ' નામક અંગ લુપ્ત થયેલ છે. બાકીના અગિયાર અંગ ગ્રંથે અને બીજા પણ મહત્ત્વપૂર્ણ પ્રાચીન જૈન ગ્રંથોને અનુવાદ ગુજરાતી ભાષામાં તજજ્ઞો પાસે કરાવી પ્રકાશિત કરાવવાનું કાર્ય ગૂજરાત વિદ્યાપીઠે આજથી લગભગ પચાસ વર્ષ પૂર્વે ઉપાડયું હતું. પૂંજાભાઈ જૈન ગ્રંથમાળા નામે પ્રકાશિત થયેલી આ અનુવાદ ગ્રંથની શ્રેણીમાં સૌ પ્રથમ ઈ. સ. ૧૯૩૧માં પં. બેચરદાસજીએ અનુવાદિત કરેલ છઠ્ઠા અને સાતમા અંગ ગ્રંથ “નાયધમ્મકહા” અને “ઉવાસગદસાઓ” ક્રમે “ભગવાન મહાવીરની ધમકથાઓ” અને “ભગવાન મહાવીરના દસ ઉપાસકે” એ નામે પ્રકાશિત થયેલા. કથાઓ, દષ્ટાંતિ, સુભાષિતો અને મહાપુરુષોના જીવનપ્રસંગોને દરેક કાળના ધર્મના સ્થાપક તથા અન્ય ધર્મપ્રચારકે કે ધર્માચાર્યો ધર્મોપદેશને એક આકર્ષક સાધન તરીકે ઉપયોગ કરતા આવ્યા છે. વેદથી લઈને આજ સુધીના ભારતીય ધાર્મિક સાહિત્યમાં નજર નાખીએ કે ભારત બહાર પ્રવર્તેલા ખ્રિસ્તી-મુસ્લિમ વ. ધર્મોના ધર્મગ્રંથોમાં નજર નાખીએ તે ધર્મોપદેશ માટે રચાયેલી અનેક કથાઓ આપણું ધ્યાન ખેંચશે. ભારતનું પ્રાચીન કથાસાહિત્ય તો બેધક ધાર્મિક સાહિત્ય જ છે. મહાભારત અને રામાયણ એનાં જ્વલંત દષ્ટાંત છે. બૌદ્ધ ધર્મમાં બોધકથાઓ રૂપે જાતક કથાઓનું સ્થાન અદ્વિતીય છે. ભગવાન મહાવીરે પણ પિતાને ધર્મસંદેશ સામાન્ય જનોને પહોંચાડવા જેમ જનભાષાનું આલંબન લીધું હતું તેવી જ રીતે એ સંદેશ સામાન્ય જનેનાં હૃદયમાં ઉતારવા કથાઓ-દષ્ટાંતો-સુભાષિતો આદિનો આશ્રય લીધે હતો. જ્ઞાતાધર્મકથા અને ઉત્તરાધ્યયનસૂત્ર જેવા ગ્રંથે ભગવાન મહાવીરની આવી કથનાત્મક વ્યાખ્યાનશૈલીના સુંદર ઉદાહરણે છે. સમગ્ર જૈન સાહિત્યનું પ્રાચીનએ વિષયની દષ્ટિએ ચાર વિભાગો – અનુગમાં વિભાજન કર્યું છે ૧, ચરણકરણનુગ–જેમાં આચારવિષયક સાહિત્યને સમાવેશ થાય છે. ૨. ધર્મકથાનુયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3