Book Title: Mahavirni Dharmkathao ane Mahavirna Dash Upasako
Author(s): Ramniklal M Shah
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Catalog link: https://jainqq.org/explore/230181/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની ધર્મકથાઓ અને ભગવાન મહાવીરના દશ ઉપાસકે રમણીક શાહ ૧. ભગવાન મહાવીરની ધર્મકથાઓ (નાયધમ્મકહા) અનુ. પં. બેચરદાસ દેશી, પંજાભાઈ જૈન ગ્રંથમાળા-૩, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. આ. ૧ (૧૯૩૧) આ. ૨ (૧૯૫૦) ૨. ભગવાન મહાવીરના દશ ઉપાસકે (ઉવા સગદસાઓ) અનું. પં. બેચરદાસ દોશી, પૂંજાભાઈ જૈન ગ્રંથમાળા-૪, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. આ. ૧ (૧૯૩૧) ભગવાન મહાવીરના મૌલિક ધર્મોપદેશની સંકલના કરી તેમના ગણધરોએ જે વિવિધ સૂત્રોરૂપે ગૂંથણ કરી તે બાર ગ્રંથે દ્વાદશાંગી કે ગણિપિટક તરીકે ઓળખાય છે. આ દ્વાદશાંગીનું અંતિમ “દષ્ટિવાદ' નામક અંગ લુપ્ત થયેલ છે. બાકીના અગિયાર અંગ ગ્રંથે અને બીજા પણ મહત્ત્વપૂર્ણ પ્રાચીન જૈન ગ્રંથોને અનુવાદ ગુજરાતી ભાષામાં તજજ્ઞો પાસે કરાવી પ્રકાશિત કરાવવાનું કાર્ય ગૂજરાત વિદ્યાપીઠે આજથી લગભગ પચાસ વર્ષ પૂર્વે ઉપાડયું હતું. પૂંજાભાઈ જૈન ગ્રંથમાળા નામે પ્રકાશિત થયેલી આ અનુવાદ ગ્રંથની શ્રેણીમાં સૌ પ્રથમ ઈ. સ. ૧૯૩૧માં પં. બેચરદાસજીએ અનુવાદિત કરેલ છઠ્ઠા અને સાતમા અંગ ગ્રંથ “નાયધમ્મકહા” અને “ઉવાસગદસાઓ” ક્રમે “ભગવાન મહાવીરની ધમકથાઓ” અને “ભગવાન મહાવીરના દસ ઉપાસકે” એ નામે પ્રકાશિત થયેલા. કથાઓ, દષ્ટાંતિ, સુભાષિતો અને મહાપુરુષોના જીવનપ્રસંગોને દરેક કાળના ધર્મના સ્થાપક તથા અન્ય ધર્મપ્રચારકે કે ધર્માચાર્યો ધર્મોપદેશને એક આકર્ષક સાધન તરીકે ઉપયોગ કરતા આવ્યા છે. વેદથી લઈને આજ સુધીના ભારતીય ધાર્મિક સાહિત્યમાં નજર નાખીએ કે ભારત બહાર પ્રવર્તેલા ખ્રિસ્તી-મુસ્લિમ વ. ધર્મોના ધર્મગ્રંથોમાં નજર નાખીએ તે ધર્મોપદેશ માટે રચાયેલી અનેક કથાઓ આપણું ધ્યાન ખેંચશે. ભારતનું પ્રાચીન કથાસાહિત્ય તો બેધક ધાર્મિક સાહિત્ય જ છે. મહાભારત અને રામાયણ એનાં જ્વલંત દષ્ટાંત છે. બૌદ્ધ ધર્મમાં બોધકથાઓ રૂપે જાતક કથાઓનું સ્થાન અદ્વિતીય છે. ભગવાન મહાવીરે પણ પિતાને ધર્મસંદેશ સામાન્ય જનોને પહોંચાડવા જેમ જનભાષાનું આલંબન લીધું હતું તેવી જ રીતે એ સંદેશ સામાન્ય જનેનાં હૃદયમાં ઉતારવા કથાઓ-દષ્ટાંતો-સુભાષિતો આદિનો આશ્રય લીધે હતો. જ્ઞાતાધર્મકથા અને ઉત્તરાધ્યયનસૂત્ર જેવા ગ્રંથે ભગવાન મહાવીરની આવી કથનાત્મક વ્યાખ્યાનશૈલીના સુંદર ઉદાહરણે છે. સમગ્ર જૈન સાહિત્યનું પ્રાચીનએ વિષયની દષ્ટિએ ચાર વિભાગો – અનુગમાં વિભાજન કર્યું છે ૧, ચરણકરણનુગ–જેમાં આચારવિષયક સાહિત્યને સમાવેશ થાય છે. ૨. ધર્મકથાનુયોગ Page #2 -------------------------------------------------------------------------- ________________ રમણીક રાહ જેમાં બેાધક કથાઓ, ચરિત્ર આદિ સમાવેશ થાય છે. ૩. ગણિતાનુયાગ—જેમાં ગણિત-જ્યાતિષ આદિ વિષયક સાહિત્યા સમાવેશ થાય છે અને ૪, દ્રવ્યાનુયોગ - જેમાં દનવિષયક સાહિત્યના સમાવેશ થાય છે. આમ ધ કથાનુયાગરૂપે એક સમગ્ર વિભાગનું નિરૂપણ કર્યું છે જે દર્શાવે છે, કે જૈન સાહિત્યમાં ધર્મકથાનું કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. જ્ઞાતાધર્મકથા અને ઉપાસકદશા આ બન્ને ગ્ર ંથા ઉપરોક્ત ધ કથાનુયોગના પ્રાચીનતમ ગ્રંથ ગણી શકાય. વળી એ મને ભગવાન મહાવીરના ઉપદેશ અને જીવન સાથે સંકળાયેલા છે. બન્નેનુ વિષયવસ્તુ ક્રમે જોઈએ— નાધમ્મકહા ( સં. જ્ઞાતાધર્મકથા અથવા સાતૃધર્મકથા)ના નામની સમજૂતી એ રીતે આપી શકાય. એક તા જ્ઞાત એટલે દૃષ્ટાંતા કે ઉદાહરા અને ધર્મકથાએ એ બન્ને જેમાં છે તે નાતધર્મ કથા. બીજી સમજૂતી પડિતજીએ આપેલ નામ મુજબ જ્ઞાતૃ કે જ્ઞાતા એટલે મહાવીર અને તેમણે કહેલી ધ કથાએ એટલે જ્ઞાતુ કે જ્ઞાતાધર્મકથા. ખતે અહીં સરખી રીતે ઘટાવી શકાય છે. ૫ જ્ઞાતાધર્મકથા અથવા ભગવાન મહાવીરની ધર્મકથાઓના એ શ્રુતસ્ક ંધ એટલે કે ભાગ છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧૯ અધ્યયનામાં નાનીમોટી ૧૯ કથાએ કે દૃષ્ટાંતા આપેલાં છે. આમાં શ્રમણુજીવનના આવશ્યક ગુણા જેવાં કે સમભાવ અને સહનશક્તિ કેળવવા શા માટે જરૂરી છે અને કેમ કેળવવા એને લગતી ત્રણ કથાએ (૧લી પગ ઊંચા કર્યાં, ૧૧ મી દાવવના ઝાડ અને ૧૭ મી ઘેાડા ), શ્રમણ્ણાએ સાવધાન રહી, અપ્રમત્તપણે માત્ર શરીરના પાષણને માટે જ આહાર-સેવન કરવું એને લગતી ત્રણુ કથા ( રજી એ સાથે ખાંધ્યા, ૪ થી ખે કાચબા, ૧૮ મી સુંસુમા), અહિંસા આદિ મૂળ ગુણામાં શંકા ન કરવાનો ઉપદેશ આપતી એ કથાએ ( ૩ જી એ ઈંડા, ૯ મી માંદી ), આચારની શિથિલતાથી થતા અન વિશે એક કથા ( ૫ મી શૈલક ઋષિ), આત્માની ઉન્નતિ અને અધોગતિના કારણેા આપતું દૃષ્ટાંત (૬ ઠ્ઠું અધ્યયન-તુ ંબડું), શ્રમણાને યાગ્ય ગુણેાની સમજૂતી આપતી એ કથાએ (૭ રાહિણી, ૧૦ ચંદ્રમા), સ્ત્રીજીવનમાં ચરમ આત્માતિની શકચતા દર્શાવતી મલ્લિની કથા ( ૮ મલ્લિ ), સદાચાર અને ગૃહસ્થ ધર્મ દર્શાવતી એક કથા (૧૨ પાણી ), આસક્તિ અને અના સક્તિ વિષે ૪ કથાએક ( ૧૩ દેડકા, ૧૪ અમાત્ય તૈયલિ, ૧૫ નદીફળ અને ૧૬-અવરક કા-દ્રૌપદીની કથા ). આમ મોટા ભાગે શ્રમણેાના જીવનમાં ઉપયાગી ગુણ્ણા અને તે કેળવવા માટેના મેધ આપતી કથાએ કાઈ રૂપક, દષ્ટાંત કે કથાનક દ્વારા આપવા ધારેલે ખાધ સહજ રીતે આપી દે છે. ખીજા શ્રુતસ્ક ંધમાં સ્ત્રીઓ દ્વારા સચમપાલનની શિથિલતા અને તેના માઠાં પરિણામે વિશે એક જ સરખી અનેક કથાએ આપવામાં આવી છે. વાસગદસા’ના અનુવાદ પંડિતજીએ ‘ભગવાન મહાવીરના દશ ઉપાસા' એ શીર્ષક તળે આપ્યા છે. પ્રાકૃત વાસગ' એટલે ઉપાસક', પ્રાચીન સમયમાં ગૃહસ્થ ધર્માનુયાયીને માટે ઉપાસક શબ્દ વપરાતા, બૌદ્ધોમાં પણુ એ જ શબ્દ એ જ અર્થમાં વપરાયેલ છે. પછીના સમયમાં ઉપાસકને માટે શ્રાવક શબ્દ પ્રચલિત થયા, જે અત્યારે પણ વપરાશમાં છે. ( ઉવાસગદસાએ' અથવા ભગવાન મહાવીરના દશ ઉપાસા'માં ભગવાનના અનુયાયી એવા દૃશ ઉપાસ (શ્રાવા કે ગૃહસ્થા )ના જીવનની ધાર્મિક બાજુની ઝાંખી કરાવવામાં આવી છે. પ્રત્રજિત થઈને જે સંસાર ત્યાગી શકે નહીં અથવા જે ગૃહસ્થજીવન છેડયા વિના પણ ધર્મમય આચરણ કરવા માગતા હેય તેમને માટે જૈન ધર્મીમાં સ્થૂળતાની યાજના છે. અહિંસા, સત્ય આદિ મહાવ્રતાનુ’ મર્યાતિ પાલન તે સ્થૂળન્નત. આવાં પાંચ સ્થૂળત્રતાની સાથે જ ગૃહસ્થજીવનના ભોગપભાગને મર્યા. Page #3 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની ધર્મકથાઓ અને દશ ઉપાસકે દિત કરતા બીજા શિક્ષાદિ વ્રત જેડીને ગૃહસ્થના બાર વ્રતો નિશ્ચિત કરવામાં આવ્યા છે. અહીં આવા ગ્રહસ્થવ્રત પાળ તારા આનંદ આદિ દશ શ્રાવકોના આદર્શ જીવન દર્શાવાયાં છે. આ દશ દશ ઉપાસકે ખૂબ જ સમૃદ્ધિશાળી અને વ્યવહારકુશળ વૈશ્યો અને તત્કાલીન સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો છે. મહાવીરના અનુયાયી બની તેઓ ગૃહસ્થના વ્રત અંગીકાર કરે છે. તેમાં તેમને વિના નડે છે છતાં નિશ્ચળ રહે છે અને ઉત્તરોત્તર વધુ ધર્માભિમુખ બને છે. એમનાં ઉદાહરણ આપી ભગવાન મહાવીર પિતાને શ્રમણ સમુદાયને દઢતામાં એમને અનુસરવાની સલાહ આપે છે. આ મૂળ અંગ ગ્રંથે આર્ષ પ્રાકૃત એટલે કે અર્ધમાગધીમાં અને વિશિષ્ટ શૈલીમાં રચાયેલાં છે. ભગવાન મહાવીરની ધર્મકથાઓ'ની પ્રસ્તાવનામાં કાકાસાહેબ કાલેલકરે સ્પષ્ટ કર્યું છે તેમ અનુવાદનો ઉદ્દેશ મળ ગ્રંથ આગળ રાખી તે શીખવામાં વિદ્યાર્થીઓને મદદ થાય તેવો નથી, પણ સામાન્ય વાચકને જૈન આગમમાં આવેલી વસ્તુ પ્રામાણિક અનુવાદમાં જ સીધી રીતે મળી શકે તે છે. આથી અહીં મૂળને શબ્દશઃ અનુવાદ આપવામાં નથી આવ્યા. આગમ ગ્રંથોમાં અત્રતત્ર અનેક વસ્તુનું પુનરાવર્તન થયાં કરે છે. વળી ભગવાન મહાવીર, આર્ય સુધર્મા, પરિષદ, ધર્મદેશના, રાજાઓ રાણીઓ, સાર્થવાહ, ઉપાસક-ઉપાસિકાઓ, ચિત્ય, નગર, દીક્ષા, કળાગ્રહણ આદિ અનેક વિષય ત્યાં આવે ત્યાં તદ્દન એકસરખું જ વર્ણન આપી દેવામાં આવે છે. મોટા ભાગે આવા રૂઢ વર્ણનો જે વર્ણ કે તરીકે ઓળખાય છે - ના આદિઅંતના બેત્રણ શબ્દો બાકીનું વર્ણન “વરણએ.' એટલે કે પૂર્વવર્ણન પ્રમાણે એવી સૂચના આપી છેડી દેવાય છે. આ અનુવાદમાં આવા વારંવાર આવતા વર્ણનને ટાળવામાં આવ્યા છે તથા પુનરાવર્તિત લાગતી કે પીછપેષણરૂપ લાગતી સામગ્રીને અનુવાદ નથી કરવામાં આવ્યું. આમ આ અનુવાદ ભાવાનુવાદ છે. મૂળ ગ્રંથને આશય સ્પષ્ટ થાય, મૂળની કાઈ આવશ્યક વિગત રહી ન જાય અને અર્થતત્વની પ્રામાણિકતાને આંચ ન આવે તથા કથાની સળંગસૂત્રતા જોખમાય નહીં તેની ઝીણવટભરી કાળજી લઈ પંડિતજીએ આ અનુવાદ તૈયાર કર્યો છે. બને ગ્રંથમાં મૂળ સૂત્રમાં આવતા ઐતિહાસિક અને ભૌગોલિક નામો તથા જૈન આચારના પારિભાષિક શબ્દો ઉપર તુલનાત્મક ટિ૫ણ પરિશિષ્ટરૂપે આપવામાં આવેલ છે. તથા અંતે અનુવાદમાં વપરાયેલ કઠિન શબ્દ કોશ આપવામાં આવેલ છે. જે સામાન્ય વાચકને માટે પણ અનુવાદને સમજવાનું તદ્દન સરળ બનાવે છે. ટિપણુમાં આપેલી એતિહાસિક-ભૌગોલિક સામગ્રી પંડિતજીની વેધક તુલનાત્મક દૃષ્ટિની પરિચાયક છે અને ભારતીય સંસ્કૃતિના અભ્યાસીઓને માટે મબલખ માહિતી પૂરી પાડે છે. આજથી પચાસ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરની ધર્મકથાઓ'ની પ્રસ્તાવનામાં કાકાસાહેબે પ્રસ્તુત અનુવાદ અને અનુવાદક વિશે લખ્યું છે– આવા ગ્રંથને લીધે જૈન આગમાનું મૌલિક અધ્યયન વધે અને આખા સમાજમાં ધર્મચર્ચા અને ધર્મ જાગૃતિને ચલન મળે એવી અપેક્ષા રાખેલી છે. અને એટલા જ ખાતર, જેમણે આખો જમાને જૈન ધર્મશાસ્ત્રોના અધ્યયન પાછળ ગાળ્યો છે એવા પંડિત બેચરદાસની આ અનુવાદ માટે જના કરી છે. મૂળ શાસ્ત્ર પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને સાંપ્રદાયિક સંકુચિતતાનો અભાવ આ બે ગુણોને લીધે તેમનું કામ હંમેશ આદરણય ગણાયું છે.' આ શબ્દ અત્યારના સંદર્ભમાં પણ એટલા જ સાચા છે. પ્રસ્તુત અને ગ્રંથે વર્ષોથી અપ્રાપ્ય છે. બંનેનું પુનર્મુદ્રણ થાય તે આવશ્યક છે.