Book Title: Madhyakalin Sahityanu Prakashan Ketluk Sahitya Author(s): Shiish Panchal Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf View full book textPage 2
________________ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ પ્રતિભાવંત આયોજકોની પણ ખોટ નથી એટલે એ કામગીરી સારી રીતે પાર પાડી શકાશે. આ પ્રકારના પરિસંવાદો બેવડી કામગીરી બજાવી શકશે. ઉપર જણાવ્યું એ પ્રયોજન ઉપરાંત એક બીજું પ્રયોજન પણ છે. કોઈ પણ પ્રકાશનની સાથે સાથે વિતરણનો પ્રશ્ન સંકળાયેલો જ છે અને ઘણી વખત તો વિતરણવ્યવસ્થાને અભાવે જ આ સાહિત્યના પ્રકાશન માટેનો ઉત્સાહ મોળો થઈ જતો હોય છે. આ પરિસંવાદો દરમિયાન પૂર્વપ્રકાશિત પુસ્તકોનું વિતરણ અને નજીકના ભવિષ્યમાં પ્રગટ થનારાં પુસ્તકોના સંભાવિત ગ્રાહકોની નોંધણી કરી શકાય. આ અને આવી બીજી કામગીરી માટે સ્વયંસેવક બનવાની મારી અને મારા મિત્રોની તૈયારી છે, સંમતિ છે. ૬૪ સાથેસાથે આ અસંખ્ય કૃતિઓનું પ્રકાશન એકસામટું થવાની કોઈ શક્યતાઓ નથી; સંપાદકીય મુશ્કેલીઓ ઉપરાંત બીજા સ્થૂળ પ્રશ્નો પણ સંકળાયેલા છે. એટલે વિદ્વાનોએ અગ્રિમતાના ધોરણે એક યાદી બનાવવી. જોઈએ; અને એ પ્રમાણે પ્રકાશનની સમયબદ્ધ આયોજના વિચારી લેવી જોઈએ. ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં સામયિકો અવારનવાર મધ્યકાલીન કૃતિઓ વિશેની સામગ્રી પ્રગટ કરતાં રહે છે. આ પ્રકારની સામગ્રી વેરવિખેર પ્રગટ થતી હોવાને કારણે ક્યારેક એ પ્રભાવક નીવડતી નથી. એને બદલે એ સામગ્રી પણ વ્યવસ્થિત રીતે મુકાય તે ઇષ્ટ છે. દર વર્ષે દરેક સામયિક એક વિશેષાંક તૈયાર કરે. એ કોઈ અપ્રગટ કૃતિનું સંપાદન હોય તો તો અતિ ઉત્તમ જે તે સામયિકના ચોક્કસ વાચકો-ચાહકો સુધી તો એ સામગ્રી પહોંચવાની જ, તે ઉપરાંત વધારાની અઢીસો પ્રતો ગ્રંથસ્વરૂપે પણ બહુ ઓછા ખર્ચે પ્રગટ કરી શકાય. ‘એતના સંપાદકો તરીકે આ પ્રકારની કામગીરીની પહેલ કરવા માટે હું અને મારા સાથી સંપાદકો તૈયાર છીએ. આ રીતે પણ દર વરસે આઠ દસ કૃતિઓ અથવા આશરે આઠસોએક પૃષ્ઠની સામગ્રી સરળતાથી પ્રકાશિત કરી શકાય. મધ્યકાલીન સાહિત્ય કૃતિઓનું પ્રકાશન કરવા માટેની પૂર્વતૈયારીઓનો વિચાર પણ સાથે સાથે કરવો જોઈએ. ઘણી વખત પ્રકાશન માટેની હસ્તપ્રતો મુદ્રણયોગ્ય હોતી નથી. સંપાદકોએ ભૌતિક શ્રમશક્તિ ઘટાડવા માટે વિદ્યાર્થીઓની મદદ લેવી અને એ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા જોઈએ. સાથેસાથે મુદ્રણ સુઘડ અને વ્યવસ્થિત થાય એ માટેનો આગ્રહ-હઠાગ્રહ રાખવો જોઈએ. મુદ્રણ થતાંવેંત અઢીસો જેટર્લી પ્રતો શક્ય તેટલી ત્વરાથી યોગ્ય સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા કરવી. આ પ્રતો માટે કોઈનો આર્થિક સહયોગ સાંપડે તો એ આવકારવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3