Book Title: Madanrekha
Author(s): Jayaben Thakor
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 2
________________ ૧૭૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ જવા દે....આ ચર્ચા....” અને યુગબાહુ પાછો નિદ્રાધીન બની ગયે. પણ મદન રેખાનું ચિત્ત વિચારના ઘેરા. વમળમાં ઘેરાઈ ગયું. એ વિચારતી હતી? શા માટે મણિરથભાઈ ગઈ કાલે મને નખશિખ નિહાળતા હશે? કઈ દિવસ નહિ અને હમણાં હમણાં જ એમને બંધુપ્રેમ આટલે બધે સજાગ શાને કારણ બન્યું છે? આ તો સાવ ભલા–ભેળા છે. એમને તો જગતમાં ક્યાંય અનિષ્ટ કે અનાચાર નહિ દેખાય. પણ શુભ તો સાથે અશુભ ત પણ ધરતી ઉપર રમતાં હોય છે એ સત્ય પ્રત્યે આંખમીંચામણું તે ન જ થઈ શકે. વળી પાછા એ કહેતા હતા કે “દેવનેય ઈર્ષા આવે એવું દામ્પત્ય છે!” એનો અર્થ એ જ કે એમને અમારા સુખી દાંપત્યની ઈર્ષ્યા આવે છે. એમના અંતરમાં એ ઈર્ષ્યાઅદેખાઈને અગ્નિ પ્રજવળે છે! તે એ અગ્નિને ઠાર શી રીતે ? એક જ વૃક્ષની એ ડાળમાંથી એક ડાળ સળગી ઊઠે તે એ અન્યને દઝાડ્યા વગર રહે ખરી ? પણ આ વેદના મારે તેને જણાવવી? પતિને કહું તો કદાચ એ એને મારું સ્ત્રીસહજ મિથ્યાભિમાન ગણી હસી કાઢશે અથવા મારી એવી શંકાશીલ દષ્ટિનો ઉપહાસ-તિરસ્કાર કરશે. ન કહું અને ધારો કે પરિણામ અણધાયું આવે તો..કામવાસનાને આતશ મણિરથને વધારે બેશરમ અને મરણિયો પ્રયાસ કરવા તત્પર બનાવી મૂકે તો? અને આને વધુ વિચાર કરતાં એના અંગે અંગે પ્રસ્વેદ પ્રસરી રહ્યો...એ હતી જ મદનરેખા–મદન એનાથી દૂર ન જઈ શકે એવી સૌંદર્યવતી નારી! અને અમંગળ આશંકાના આવેશમાં એ પિતાની સ્નેહમૂર્તિને વધારે જોરથી વળથી પડી. એણે ઊંઘવા પ્રયત્ન કર્યો, પણ એનાં નેત્રે ન જ મીંચાયાં. યુગબાહુના દેહને એ ક્યાંય સુધી પંપાળી રહી. “દેહ પ્રત્યેની મમતા આટલી બધી શાને?”—એનો આત્મા પતિના આત્મામાં એકરૂપ બનીને જાણે એને પ્રશ્ન પૂછી રહ્યો. સાચી વાત છે. એ મમત્વ જ આટલી વેદના પ્રગટાવે છે. તે પાછી શાંત બની ગઈ પ્રભાત થયું. સ્નાનવિધિ પતાવી એણે યુગબાહુની ચરણરજ લીધી. પતિને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું: “આ શું?” મારે હવે આ રજ કરતાં પણ વધારે નહિવત્ બનવું છે !” એનાથી બેલાઈ ગયું. જાણે કોઈ અસંગત પ્રલાપ સાંભળતો હોય એમ યુગબાહુ હસી પડ્યો. એટલામાં તો મહેલનો એક ચોકિયાત આવીને યુગબાહુની સમક્ષ માથું નમાવી ઊભો રહ્યો. “મોટાભાઈ આપને યાદ કરે છે.” મદનરેખા ચમકી. જાણે યમદૂત આવ્યા હોય એમ એના પગમાં ધ્રુજારી આવી. “એ નહિ આવી શકે !” એણે સંભળાવી દીધું. “જેવી આજ્ઞા....પણ કારણ...” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5