Book Title: Madan Yuddh Kavya ane Sankshipta Parichay
Author(s): Ambalal P Shah
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 1
________________ RAMS મયુદ્ધ ના -- પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહ જૈનોએ સાંસ્કૃતિક ભાવનામાં દરેક વિષયમાં ઈતરો સાથે સરસાઈ કરવાનો પ્રયત્ન સેવેલો, એટલું જ નહિ પણ, કેટલાક વિષયે તો તેમની બુદ્ધિની મૌલિક ઊપજ છે, એ તેમના વિવિધ અને વિશાળ સાહિત્ય, શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકળાના નમૂનાઓથી જાણી શકાય છે. તે જ રીતે સામાજિક કે રાષ્ટ્રીય વાતાવરણમાં ધાર્મિક પ્રતિનિધિત્વ અને લાગવગ રાખ્યાને પ્રયત્ન પણ ઈતિહાસનાં મૂક સાધનોમાં જ્યારથી વૈજ્ઞાનિક યુગે વાણીસંચાર કરાવ્યો, ત્યારથી થયેલો અવલોકી શકાય છે. આમ હોવા છતાં મધ્યકાળમાં બૌદ્ધોના વિશ્વવિદ્યાલય જેવુ જેનેનું એક વિદ્યાલય હોવાનું કયાંયથી જાણી શકાતું નથી. ઊલટું, જન સાધુઓને બૌદ્ધદર્શનનું જ્ઞાન મેળવવા એ વિદ્યાપીઠને આશ્રય લેવો પડતો હતો. એનું કારણ એ જ છે કે, વિચારશીલ જૈન શ્રમણોએ સમય જતાં જાણ્યેઅજાણે તેમાં આચારશૈથિલ્ય પિસી જાય, એ ભયથી તે પ્રવૃત્તિ તરફ દુર્લક્ષ કર્યું હોય તેમ લાગે છે. છતાં પુર, નગર કે ગામડે ગ્રંથભંડારો સ્થાપવાની પ્રવૃત્તિ બદ્ધોની એ પ્રવૃત્તિની સરસાઈમાં મૂકી શકાય, એમ મને લાગે છે. ગમે તે હે, પણ બૌદ્ધોની એ પ્રવૃત્તિ રાજ્યાશ્રિત હેવાથી નામશેષ બની, ત્યારે વણિકબુદ્ધિ અગમદ્રષ્ટિ જૈન શ્રમણએ જ્યાં ત્યાં ગ્રંથભંડારો સ્થાપવાની પ્રવૃત્તિ કાશ્રિત-સંઘાશ્રિત કરી દીઘજીવી બનાવેલી જોઈ શકાય છે. એ જૈન ગ્રંથભંડારોના ઉદરમાંનાં વિપુલ અને વિવિધવણી સાહિત્યરત્ન જેમ જેમ હસ્તગત થતાં જાય છે, તેમ તેમ કોઈ પણ વિષયના ગ્રંથના પરિમાણની મર્યાદા આંકવી મુશ્કેલ બનતી જાય છે. આજ સુધી ભાષાસાહિત્યમાં “સખ્ત વિચા' એક અદિ. તીય કૃતિ ગણાતી. વસ્તુ સંકલનામાં ભલે તે ચડિયાતી હોય, પણ એ કાવ્ય એના વિષયની છેલ્લી કૃતિ નથી જ, એ શ્રી. સારાભાઈ નવાબને મળી આવેલી “પંચ સરી વાત', મારી પાસેની શ્રી દામોદર નામના જૈન કવિની ‘ રહાર' નામની કૃતિ અને પ્રસ્તુત “મહાયુદ્ધ' નામનાં નાનકડાં કાબેથી જાણી શકાય છે. આ કાવ્યમાં મદન અને રતિને સંવાદ છે. પ્રસ્તુત કાવ્યના હસ્તલિખિત ગુટકામાં આ કાવ્યના મથાળે મન વાદ્ય એવું નામ આપ્યું છે. પણ આ કાવ્યની ૯મી કડીમાં ૧. ‘મામચરિત્ર'માંના મતરિચરિતમાં હંસ અને પરમહંસના ઉલ્લેખો. ક ૬૦ પછી. મ શ્રી આર્ય કરયાણગૌતમસ્મૃતિ ગ્રંથ નિરીક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11