Book Title: Kshemraj
Author(s): Chunilal V Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 2
________________ શ્રી ચુનીલાલ વર્ધમાન શાહુ : ક્ષેમરાજ ભીમદેવની ઉત્તર વયને કાળે રાજ્યકાય પ્રતિ મંત્રીએ લક્ષ આપતા અને રાજકુમારે ગુજ્જરેશ્વરને સહાયક અનતા. જરૂર પડે ત્યારે ભીમદેવ પુત્રો દ્વારા મંત્રીએને પેાતાની ઈચ્છા વિદિત કરતા અને મત્રીએ તદનુસાર વતા. ભીમદેવ હવે આજ્ઞાએ આપવાનુ છેડીને મહુધા સ્વેચ્છા જ પુત્રો કે મહામંત્રી સમક્ષ વ્યક્ત કરતા. * માલવ પ્રદેશમાંના વિહાર પૂરા થતાં મુનિ સુરાચાય પાટણમાં આવ્યા તુરત તે ભીમદેવના કુશળવમાન જાણવા રાજમહાલયમાં જઈ પહેાંચ્યા અને રાજસેવક દ્વારા ધ લાભના સંદેશા કહાન્યા. ૫૩ સુરાચાય પ્રત્યે ભીમદેવના ભક્તિભાવ હતા. એ ભક્તિ ધર્માનુરાગ કરતાં ગુણાનુરાગને વિશેષ આભારી હતી. મુનિ સુરાચાય પરમ પંડિત હતા, દનશાસ્ત્રના જ્ઞાતા હતા, અને સાહિત્યશાસ્ત્રમાં નિપુણ હતા. તેમના ગુરુ મુનિ દ્રોણાચાર્ય. સંસારપદ્યે . ભીમદેવના મામા થતા હતા. તે વિદ્યમાન હતા ત્યારે સુરાચાય મુનિ ગુરુ સંગાથે ભીમદેવના પિરચયમાં આવ્યા હતા. ભાજરાજાના પડિતા કોઈ કોઈ વાર ગુજ્જરેશ્વરના પંડિતાની પરીક્ષા કરનારી સાહિત્યસમસ્યાએ રાજસભામાં મેાકલતા, ત્યારે એ સમસ્યાઓના ઉત્તરા કેટલીક વાર સુરાચાય મુનિએ રચેલા શ્લેાકેામાં જતા. એ મુનિએ લેાજની રાજસભામાં પણ પડિતા સાથે સાહિત્યચર્ચા કરીને પ્રશંસા પ્રાપ્ત કરી હતી. મુનિના આગમનના સ’દેશેા મળતાં ભીમદેવ ઢોલિયામાં સૂતા હતા તે બેઠા થયા. તેની સામે બિછાવેલી ગાદી પર મહામ`ત્રી ભાલ, પુરાહિત સોમેશ્વર અને યુવરાજ ક્ષેમરાજ બેઠા હતા તેએ જરા આઘા ખસ્યા અને ભીમદેવે સેવકને કહી મુનિ માટે વચ્ચેાવચ કાષ્ઠાસન મુકાવ્યું. પછી તેણે મુનિને પધારવાના પ્રત્યુત્તર પાઠવ્યેા. 66 ધર્મ લાભ ” ઉગારતા સુરાચાય મુનિ આવ્યા એટલે ભીમદેવે ઊભા થઈ મસ્તક નમાવી વંદન કર્યું, અને બીજાઓએ પણ ઊભા થઈ તેનુ' અનુકરણ કર્યુ. મુનિ આસન પર વિરાજ્યા એટલે બધા યથાસ્થાને બેઠા. મુનિએ ભીમદેવની કુશળતા પૂછતાં કહ્યું: “ નગરમાં આવતાં જ મેં સાંભળ્યું કે આપનું સ્વાસ્થ્ય ખરાબર રહેતું નથી, એટલે હું માત્ર આપની કુશળતા જાણવા આા છું.” “ જરાઅવસ્થા પેાતાનુ કામ કરે છે.” ભીમદેવે સ્વસ્થતાથી ઉત્તર આપ્યા : “ કુમારો, મત્રીએ અને રાજસેવકો મને શ્રમ પડવા દેતા નથી એટલે સ્વસ્થ રહી શકાય છે.” સુનિ ખેલ્યા : “ તે સારું છે. હવે જરાઅવસ્થા આવી છે એટલું જે મનુષ્ય સમજે છે તે પુણ્યશાળી લેખાય છે.” : પુરાહિત વચ્ચે બેલ્યા “ વસ્તુતઃ શક્તિની ક્ષીણતા દ્વારા જરા પ્રકટ થાય છે, અને જો એ ક્ષીણતા નિવારવાના આયુર્વેદે નિરૂપેલા ઉપચારો કરવામાં આવે તેા જરાને નિવારી શકાય છે.’ મહામંત્રી એલ્યા : “ અને મુનિરાજ ! મહારાજ કાઈ ઔષધ લેવાની ના કહે છે, એટલે ક્ષીણતા વધતી જાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9