Book Title: Khari Adhyatmikta Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 2
________________ મતભેદ હોઈ શકે તો સ્થિતિ માની જણ ખરી આધ્યાત્મિકતા. કેળવાયા વિના શકય નથી. સમસ્ત બ્રહ્માંડનું નિયંત્રણ એક ચમ પરન્તુ અંતે કલ્યાણમય યોજનાનુસાર થાય છે એવી ઉંડી શ્રદ્ધા હોય તો જ એને કઠિન પ્રસંગે મનુષ્ય શૈર્ય ધારણ કરી શકે છે. આ જીવનને અંતે, આપણું દેહના નાશ પછી અવશેષ અંશની ઉત્તરોત્તર ઉન્નત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ધર્મ સિવાય બીજો એક પણ ઉપાય નથી. પરલોક અને પરકાળના સ્વરૂપ વિષે ગમે તેટલા મતભેદ હોઈ શકે પરંતુ નાશવંત દેહના અવસાન પછી ચેતનરૂપ આત્માની કઈ પ્રકારની સ્થિતિ માનવી પડે છે, અને એ સ્થિતિની ઉત્તરોત્તર ઉન્નતિ પણ થવાની આવશ્યકતા જણાય છે. તે તે ઉન્નત સ્થિતિ ધર્મ સિવાય બીજે કયે માર્ગે સંભવિત છે? ધર્મની આ રીતે આવશ્યકતા આપણે સ્વીકારીએ તે એટલું સ્પષ્ટ કબુલ કરવું પડશે કે પ્રચલિત કોઈ પણ ધર્મ કે પંથ જે ઉપર જણાવેલી જરૂરિયાત ન પૂરી પાડે તે આપણે માટે ધર્મ નથી; તે ગમે તેટલો જૂનો કે પ્રતિષ્ઠા પામેલ હોય તો પણ આપણે માટે તે વજ્ય છે. જે પંથનાં ધર્મપુસ્તકે અગર વિધાન નીતિની પરમ ઉન્નત ભાવનાને વિઘાતક હોય–તેમનું અંતર રહસ્ય ગમે એટલું ઊંડા તત્ત્વજ્ઞાન કે ગૃઢ ભાવનાઓથી ભરેલું હોય છતાં વ્યવહારમાં અને સ્થૂલ ઉપયોગમાં તે નીતિના વિચાર વાણું કે વર્તનને બાધકર્તા હોય–તો તે આપણે માટે ધર્મ નથી–તે સર્વથા અગ્રાહ્ય છે. એ જ રીતે જે ધર્મના પાલનથી, જેના બાહ્યાચાર સંપૂર્ણપણે અને શુદ્ધ નિખાલસ ભાવે નિરંતર પાળવા છતાં, સંકટ સમયે જે ચિત્તને ક્ષોભ ટાળવા માટે વૈર્યબળ ન આપી શકતો હોય, જેનાથી આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થઈ. ઉગરહિત ચિત્ત ન થતું હોય તે ધર્મ તરીકે શા ઉપયોગનો છે ? જે ધર્મપાલનથી ચિત્તની વૃત્તિ સંકુચિત થઈ જતી હોય, હદયની વિશાળતાને બદલે પોતાનું, પારકું ઉંચુ, નીચ, પૃશ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3