Book Title: Khari Adhyatmikta Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 1
________________ ખરી આધ્યાત્મિક્તા આજે અહીં ધર્મ એ વિષયને જુદી દૃષ્ટિથી વિચાર કરવાને પ્રયત્ન કર્યો છે. તે વિચાર કરતાં પહેલાં ધર્મની આવશ્યકતા વિષે થડે વિચાર કરીએ. મનુષ્યને ધર્મની અગત્ય શા માટે છે? પ્રથમ તો નૈતિક ઉન્નતિ માટે ધર્મની ખાસ અગત્ય છે. નીતિમય વર્તન માટે માત્ર નીતિનું, સદસતનું જ્ઞાન બસ નથી એ આપણે અનુભવથી જાણીએ છીએ. મનુષ્ય પ્રલોભને વશ થાય છે તે માત્ર સદાચરણના જ્ઞાનના અભાવે નથી હોતું, પરતુ જ્ઞાન છતાં, સદાચરણબળની ખામીને લીધે, અર્થાત ધર્મબળના અભાવે તે પાપમાં પડે છે. એ રીતે વિચાર કરતાં જણાશે કે નીતિની ઉન્નત ભાવના ટકાવી રાખવા માટે તેમજ વ્યવહારમાં નીતિના ઉચ્ચ આદર્શ અમલમાં મુકવા માટે ધર્મ અથવા ધાર્મિક બળની ખાસ આવશ્યકતા છે. મનુજ બધુ માટે ભ્રાતૃભાવની લાગણી ખીલવવા માટે, સેવાભાવ જાગૃત કરવા માટે અને હૃદયની વિશાળતા કેળવવા માટે ધર્મ સિવાય બીજું એક પણ સાધન નથી. હૃદયની આ ઉંડી લાગણું એ બુદ્ધિને વિષય નથી. પુસ્તકના અભ્યાસથી કે વિજ્ઞાનથી એ ઉત્પન્ન થઈ શકતી નથી. ધાર્મિકતા–આધ્યાત્મિક વૃત્તિ હોય તો જ માનવ બધુ માટે અનુકમ્પાની, સહાનુભૂતિની, સેવાની ભાવના ઉત્પન્ન થાય. છે અને ગમે તેવા વિષમ પ્રસંગે તે કાયમ રહે છે. સંકટ સમયે વૈર્યબળ માટે ધર્મની ખાસ અગત્ય જણાય છે. પ્રિય જનના મૃત્યુ પ્રસંગે, કઈ ટી આપત્તિને પ્રસંગે કે સામાન્ય આધિવ્યાધિને પ્રસંગે હૈયે રાખવાની વૃત્તિ, ધાર્મિકતા સારી રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3