Book Title: Kekindno Shilalekh
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ કેકિંદના લેખો. નં. ૩૭૭ ] (૨૬૭) અવલોકન, નાપા–(સ્ત્રી નવલાદે). આસા અમૃત સુધર્મસિંહ ઉદય સાલ ( સ્ત્રી–સપદેવી) (માલિકદે) (સ્ત્રી-ધારલદે) (સ્ત્રી-ઉછરંગદે) વીરમદાસ જીવરાજ મનહર વદ્ધમાન આ પછી કહેવામાં આવ્યું છે કે–આ બધા પરિવાર સાથે નાપાએ સં. ૧૬૫૯ માં શત્રુંજય અને ગિરનારની અને તથા પુનઃ સંવત ૧૬૬૪ માં આખુંદગિરિ (આબુ), રાણપુર, નારદપુરી, (નાડેલ), અને શિવપુરી (શિરેહી)ના પ્રદેશની યાત્રા કરી. (પદ્ય ૩૫-૬ ). સં. ૧૬૬૬ ના ફાલ્ગન શુકલપક્ષની તૃતીયાના દિવસે નાપા અને તેની પત્ની બંને જણાએ ચતુર્થ વ્રતને સ્વીકાર કર્યો. તે વખતે ઘણુંક રૂપાનાણું દાનમાં આપ્યું (પદ્ય. ૩૭). પિતાના ન્યાયપાજિત દ્રવ્યને દ્વ્યય કરી શુભ ફલ પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા એ નાપાએ સંવત્ ૧૬૬૫ માં મૂલ મંડપ બનાવ્યો અને એની બંને બાજુએ બે ચતુષ્કિકા (ચેકિ) બનાવી. આ બાંધકામ કરનાર મુખ્ય સૂત્ર ધાર (સલાટ) તેડર નામે હતે (પદ્ય. ૩૯-૪૦). આ પછીના પદ્યમાં પ્રતિષ્ઠા કરનારનું વર્ણન આપવામાં આવ્યું છે, તેમાં જણાવ્યું છે કે, તપાગચ્છના આચાર્ય વિજયસેનસૂરિના પટ્ટધર અને ઉચિતવાલ ગોત્રના ભૂષણરૂપ આચાર્ય વિજયદેવસૂરિની આજ્ઞાથી વાચક લબ્ધિસાગર નામના વિદ્વાને આ જિનાલયને પ્રતિષ્ઠિત કર્યું (પદ્ય ૪૧-૪૪). પંડિત શ્રીવિજયકુશલવિબુધના શિષ્ય નામે ઉદયરૂચિએ આ પ્રશસ્તિની રચના કરી, સહજસાગર વિદ્વાનના શિષ્ય જયસાગરે શિલા ઉપર લખી અને તેડર સૂત્રધારે તેને કોતરી આપી; એમ અંતે જણાવી પ્રશસ્તિ પૂર્ણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4