Book Title: Kekindno Shilalekh Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf Catalog link: https://jainqq.org/explore/249651/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ કેકિંદના લેખો. નં. ૩૭૭ ] ( ૨૬૫) - અલકન કેકિદને શિલાલેખ. (૩૭) - મારવાડરાયના મેડતા નામના પ્રસિદ્ધ શહેરથી નૈવત્યકોણમાં ૧૪ માઈલને છેટે કેકિદ નામનું ગામ આવેલું છે. એ ગામમાં પાર્શ્વનાથનું મંદિર છે તેની અંદરના સભામંડપમાં એક સ્તંભ ઉપર આ નંબરવાળે લેખ કેરેલે છે. મૂળ આ મંદિર ૧૩ મી શતાબ્દીના પૂર્વે બંધાવેલું હોય એમ આ લેખ પછીના નંબરવાળા લેખ ઉપરથી જણાય છે. પ્રસ્તુત લેખમાં વર્ણવ્યા પ્રમાણે નાપાએ તે ફકત આ મંદિરને મૂળ મંડપ અને બંને બાજુની બે ચોકીઓજ નવીન બંધાવી છે. જૂના લેખમાં આ સ્થાનનું સંસ્કૃત નામ “કિષ્કિધા”. આપ્યું છે. શ્રીયુત ભાંડારકરે મોકલી આપેલી પ્રતિકૃતિ ( રબી) ઉપરથી આ લેખ મુદ્રિત કરવામાં આવ્યું છે. આ લેખ કર પંક્તિઓમાં લખાએલે હેઈ ૧ ૧” પહોળો અને ૧પ” લાંબે છે. પ્રારંભના બે વા સિવાય સમગ્ર લેખ. પદ્યમાં છે. ભાષા સંસ્કૃત અને લિપિ દેવનાગરી ઘણુજ સુંદર મરેડવાળી છે. લેખની હકીકત આ પ્રમાણે છે:-- | પ્રારંભના ૮ પદ્યમાં યુગાદિદેવ આદિનાથની સ્તવના કરેલી છે. ૯ માં કાવ્યથી તે ૨૨ માં કાવ્યસુધી રાજ્યકર્તા રાઠેડવંશીય નૃપતિનું વર્ણન આપ્યું છે, જેમાં સૌથી પ્રથમ રાજાધિરાજા મલદેવનું નામ આપ્યું છે (પદ્ય ૯). આ મલદેવ તે જેને સાધારણ રીતે લેકે માલદેવ કહે છે, તે છે. પછી મલ્લદેવની ગાદિએ આવનાર ઉદયસિંહનું વર્ણન આપવામાં આવ્યું છે. જણાવ્યું છે કે અકબર બાદશાહના વખતમાં, આ ઉદયસિંહ સઘળા રાજાઓમાં વૃદ્ધ હોવાથી બાદશાહે તેને વૃદ્ધરાજ (મોટા રાજાનું) નું બિરૂદ આપ્યું હતું (પદ્ય ૧૨). આના પછી તેના ઉત્તરાધિકારી સૂરસિંહરાજાનું વર્ણન આપ્યું છે. લખવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં, બધા હિંદુરાજાઓમાં ૨૪ ૬૭૫ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૬) [ કેકિંદના લેખે નં. ૩૭૭ * * * A ^^^^^^^^^ ન્યાયપૂર્વક રાજ્યનું પાલન કરવાથી આ રાજા રામચંદ્ર જે છે (પદ્ય ૧૯). જિનદેવની અચ-પૂજા માટે આ રાજા હુકુમ અને ધૃતાહિ ; દાન કરે છે, પિતાના દેશમાં અમારીની ઉદ્દઘષણ (જીવ દયા માટે ઢ ) કરાવે છે અને આચાસ્લાદિ (જૈનધર્મમાં પ્રસિદ્ધ) તપ કરાવે છે (પદ્ય ૨૦). આના રાજ્યમાં કયાએ ચોરી, જુગાર, શિકાર, મદ્યપાન અને નિઃસંતતિવાળાનું ધનાપહરણ આદિ થતું નથી (પદ્ય ૨૧). આને પુત્ર ગજસિંહ નામા કુમાર યુવરાજ પદને ધારણ કરે છે (પદ્ય ર૨). પછીના ત્રણ પદ્યમાં જણાવવામાં આવ્યું છે કે એસવાલવંશને ઉચિતવાલગોત્ર (હાલમાં જેને એરૂવાલ કહે છે) માં જગા નામને ધનાઢય અને ધાર્મિક પુરૂષ થયે જેણે ૩ર વર્ષ જેટલી મધ્યમ વયમાં જોધપુર (જોધપુર) નગરમાં આચાર્યના હાથે ચતુર્થ (બ્રહ્મચર્ય ) વ્રત લીધું હતું (પ. ૨૩-૫). તેને નાથા નામે પુત્ર થયે જે પુણ્યાત્મા અને દાતા હતે. “નાથ” ની સભામાં તેણે માન પ્રાપ્ત કર્યું હતું. તે નાથાને ગુર્જરદે નામની સુશીલ, રૂપવતી, ઘરકાર્યમાં પ્રવીણ અને દેવ ગુરૂમાં ભક્તિ રાખનારી સ્ત્રી હતી, અને જેણે નાપા નામના પુત્રરત્નને જન્મ આપ્યું હતું. (પદ્ય ૨૭-૨૮) નાપાએ એવાં અનેક સુકૃત્ય કર્યા હતા કે જેથી તેની સર્વત્ર પ્રસિદ્ધ થઈ હતી. (૫. ૨૯) એ નાપાને નવલદે નામની પત્ની હતી અને તેને પાંચ પુત્રો હતા. પુત્રનાં તથા તેમની પત્ની અને તેમના પુત્રોનાં નામોનું કેષ્ટક આ પ્રમાણે છે. (પદ્ય ૩૧-૪). ૧ નાથ” એ એક પ્રકારના ધર્મગુરૂઓ છે. જોધપુરના તેઓ રાજગુરૂ ગણાય છે અને તેમની ગાદિને રાજ્ય તરફથી એક મોટી જાગીર બક્ષીસ કરેલી છે. તેમનો ઠાઠ એક મહેટા જાગીરદારને છાજે તે હોય છે. ૬૭૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ કેકિંદના લેખો. નં. ૩૭૭ ] (૨૬૭) અવલોકન, નાપા–(સ્ત્રી નવલાદે). આસા અમૃત સુધર્મસિંહ ઉદય સાલ ( સ્ત્રી–સપદેવી) (માલિકદે) (સ્ત્રી-ધારલદે) (સ્ત્રી-ઉછરંગદે) વીરમદાસ જીવરાજ મનહર વદ્ધમાન આ પછી કહેવામાં આવ્યું છે કે–આ બધા પરિવાર સાથે નાપાએ સં. ૧૬૫૯ માં શત્રુંજય અને ગિરનારની અને તથા પુનઃ સંવત ૧૬૬૪ માં આખુંદગિરિ (આબુ), રાણપુર, નારદપુરી, (નાડેલ), અને શિવપુરી (શિરેહી)ના પ્રદેશની યાત્રા કરી. (પદ્ય ૩૫-૬ ). સં. ૧૬૬૬ ના ફાલ્ગન શુકલપક્ષની તૃતીયાના દિવસે નાપા અને તેની પત્ની બંને જણાએ ચતુર્થ વ્રતને સ્વીકાર કર્યો. તે વખતે ઘણુંક રૂપાનાણું દાનમાં આપ્યું (પદ્ય. ૩૭). પિતાના ન્યાયપાજિત દ્રવ્યને દ્વ્યય કરી શુભ ફલ પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા એ નાપાએ સંવત્ ૧૬૬૫ માં મૂલ મંડપ બનાવ્યો અને એની બંને બાજુએ બે ચતુષ્કિકા (ચેકિ) બનાવી. આ બાંધકામ કરનાર મુખ્ય સૂત્ર ધાર (સલાટ) તેડર નામે હતે (પદ્ય. ૩૯-૪૦). આ પછીના પદ્યમાં પ્રતિષ્ઠા કરનારનું વર્ણન આપવામાં આવ્યું છે, તેમાં જણાવ્યું છે કે, તપાગચ્છના આચાર્ય વિજયસેનસૂરિના પટ્ટધર અને ઉચિતવાલ ગોત્રના ભૂષણરૂપ આચાર્ય વિજયદેવસૂરિની આજ્ઞાથી વાચક લબ્ધિસાગર નામના વિદ્વાને આ જિનાલયને પ્રતિષ્ઠિત કર્યું (પદ્ય ૪૧-૪૪). પંડિત શ્રીવિજયકુશલવિબુધના શિષ્ય નામે ઉદયરૂચિએ આ પ્રશસ્તિની રચના કરી, સહજસાગર વિદ્વાનના શિષ્ય જયસાગરે શિલા ઉપર લખી અને તેડર સૂત્રધારે તેને કોતરી આપી; એમ અંતે જણાવી પ્રશસ્તિ પૂર્ણ થાય છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (268) [કકિંદના લેખ. ન. 378 *^^^^^^^^ nnnnnnnnnnnnnnnnnnn ઉપર જાલેરના લેખમાં (ન ૩૫૪)ના પ્રતિષ્ઠા કરનાર જયસાગર અને આ પ્રશસ્તિ લખનાર (બનાવનાર નહિ) જયસાગર બંને એકજ છે, એમ સહજ જણાય છે. ત્યાંના જ એક લેખ (નં 356) માં સૂત્રધાર તેડવાનું પણ નામ આવે છે, જે આ પ્રસ્તુત લેખમાં જણાવેલ તેડરજ હેવા સંભવ છે. ઉપરના એ લેખમાં લખ્યા પ્રમાણે તોડરા અને તેના બીજા સાથિઓએ એક મૂતિ કરાવી હતી (કે જેના ઉપર ઉક્ત લેખ કેતલે છે ) જેની પ્રતિષ્ઠા સં. 1983 માં સ્વયંવિજયદેવસૂરિએ કરી હતી. આ ઉપરથી એમ જણાય છે કે આ સૂત્રધારે પણ જનધર્મ પાળતા હોવા જોઈએ. પ્રતિષ્ઠા કરનાર વાચક લબ્ધિસાગર તે સુપ્રસિદ્ધ ઉપાધ્યાય ધર્મસાગરજીના શિષ્ય અને સાગરગચ્છના સ્થાપક આચાર્ય રાજસાગર (કે જેમનું સાધુ અવસ્થાનું નામ મુક્તિસાગર હતું)ના ગુરૂ હતા. ( 378) ' આ લેખ, ઉપરના લેખવાળા મંદિરમાંજ મૂલ ગર્ભાગારમાં આવેલી ચરણકી અથવા વેદિક ઉપર કોતરેલ છે. લેખ અપૂર્ણ અને ખંડિત છે. કઈ ધાંધલ નામના શ્રાવકે સંવત્ 1230 ના આષાઢ શદિ 9 ના દિવસે આનંદસૂરિના ઉપદેશથી કાંઈક કરાવ્યું (ઘણું કરીને પરિકરનો ઉલ્લેખ છે) તેની નેંધ આ લેખમાં લેવામાં આવેલી છે. આ ઉપરથી જણાય છે કે, આ મંદિર 1230 કરતાં પણ જૂનું હોવું જોઈએ. લેખમાં સ્થાનનું નામ છે કિષ્કિધ” આપ્યું છે જે હાલમાંના કેકિદ”નું જ સંસ્કૃત રૂપાંતર છે. સાથે આ મંદિરને " વિધિચૈત્ય જણાવ્યું છે તેથી જણાય છે કે, ચૈત્યવાસિની વિરૂદ્ધ પક્ષવાળાઓ તરફથી તે બંધાવવામાં આવેલું હશે. “વિધિચત્ય ના ખુલાસા માટે ઉપર નંબર 352 વાળા લેખાવકનમાં આપેલું વિવેચન જેવું. રાજસાગરસૂરિના સંબંધમાં વિશેષ જાણવા માટે, જુઓ. મહારે જૈન તિહાસિક ગુર્જર વ્યસંચય' નામનું પુસ્તક. 678