________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (268) [કકિંદના લેખ. ન. 378 *^^^^^^^^ nnnnnnnnnnnnnnnnnnn ઉપર જાલેરના લેખમાં (ન ૩૫૪)ના પ્રતિષ્ઠા કરનાર જયસાગર અને આ પ્રશસ્તિ લખનાર (બનાવનાર નહિ) જયસાગર બંને એકજ છે, એમ સહજ જણાય છે. ત્યાંના જ એક લેખ (નં 356) માં સૂત્રધાર તેડવાનું પણ નામ આવે છે, જે આ પ્રસ્તુત લેખમાં જણાવેલ તેડરજ હેવા સંભવ છે. ઉપરના એ લેખમાં લખ્યા પ્રમાણે તોડરા અને તેના બીજા સાથિઓએ એક મૂતિ કરાવી હતી (કે જેના ઉપર ઉક્ત લેખ કેતલે છે ) જેની પ્રતિષ્ઠા સં. 1983 માં સ્વયંવિજયદેવસૂરિએ કરી હતી. આ ઉપરથી એમ જણાય છે કે આ સૂત્રધારે પણ જનધર્મ પાળતા હોવા જોઈએ. પ્રતિષ્ઠા કરનાર વાચક લબ્ધિસાગર તે સુપ્રસિદ્ધ ઉપાધ્યાય ધર્મસાગરજીના શિષ્ય અને સાગરગચ્છના સ્થાપક આચાર્ય રાજસાગર (કે જેમનું સાધુ અવસ્થાનું નામ મુક્તિસાગર હતું)ના ગુરૂ હતા. ( 378) ' આ લેખ, ઉપરના લેખવાળા મંદિરમાંજ મૂલ ગર્ભાગારમાં આવેલી ચરણકી અથવા વેદિક ઉપર કોતરેલ છે. લેખ અપૂર્ણ અને ખંડિત છે. કઈ ધાંધલ નામના શ્રાવકે સંવત્ 1230 ના આષાઢ શદિ 9 ના દિવસે આનંદસૂરિના ઉપદેશથી કાંઈક કરાવ્યું (ઘણું કરીને પરિકરનો ઉલ્લેખ છે) તેની નેંધ આ લેખમાં લેવામાં આવેલી છે. આ ઉપરથી જણાય છે કે, આ મંદિર 1230 કરતાં પણ જૂનું હોવું જોઈએ. લેખમાં સ્થાનનું નામ છે કિષ્કિધ” આપ્યું છે જે હાલમાંના કેકિદ”નું જ સંસ્કૃત રૂપાંતર છે. સાથે આ મંદિરને " વિધિચૈત્ય જણાવ્યું છે તેથી જણાય છે કે, ચૈત્યવાસિની વિરૂદ્ધ પક્ષવાળાઓ તરફથી તે બંધાવવામાં આવેલું હશે. “વિધિચત્ય ના ખુલાસા માટે ઉપર નંબર 352 વાળા લેખાવકનમાં આપેલું વિવેચન જેવું. રાજસાગરસૂરિના સંબંધમાં વિશેષ જાણવા માટે, જુઓ. મહારે જૈન તિહાસિક ગુર્જર વ્યસંચય' નામનું પુસ્તક. 678 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org