Book Title: Kaviratna Nanchandraji Maharaj Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 4
________________ ૧૧૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો આદિથી ઉજવવામાં આવી. ત્યાર પછી પૂ. સંતબાલજી તો દિલ્હી અને કલકત્તા(ભવાનીપુરા)નાં ચાતુર્માસ અર્થે જતા રહ્યા પણ પૂ. ચિતમુનિને તો “ગુરુદેવ” જ સર્વસ્વ હોવાથી તેઓ તેમની સાથે જ રહ્યા. અહીંના તેઓશ્રીના સ્થિરવાસ દરમિયાન વિવિધ સ્થળોએથી સેવા, દર્શન અને સત્સંગ અર્થે મહાસતીજીઓ તથા શ્રાવકોનો પ્રવાહ ચાલુ જ રહો. આખરે વસમી વિદાયનો અને મહાપ્રયાણનો દિવસ આવી પહોંચ્યો. “કર લે સિગાર ! ચતુર અલબેલી સાજનકે ઘર જાના હોગા.' વિ. સં. ૨૦૨૧ના માગશર વદ ૯ને રવિવારે સવારના તેઓએ પ્રાર્થના અને પ્રવચન કરી, નિત્યક્રમથી પરવારી, પ્રતિક્રમણ કરી લીધું. પરંતુ સાંજની પ્રાર્થનામાં ન બેસી શક્યા. તેમણે છાતીમાં દુખાવાની વાત કરી. એટલામાં તો શ્વાસ પણ જોરશોરથી ચાલવા લાગ્યો. સુરેન્દ્રનગરથી ડૉક્ટરને બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવી, પણ તે પહેલાં તો પૂ. મહારાજશ્રીએ ચાર શરણાને–અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીપ્રણિત ધર્મને-સ્વીકારવાનો સંકેત કરી દીધો અને રાત્રે ૧૦-૨૫ મિનિટે મહાપ્રયાણ કર્યું. આના સમાચાર વીજળીની માફક ચારે બાજુ પહોંચી ગયા. સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, હૈદ્રાબાદ વગેરે અનેક સ્થળોએથી લોકો અંતિમ દર્શનાર્થે ઊમટી પડ્યા અને આવા નાના ગામમાં દશ હજારથી ઉપરની સંખ્યા એકત્રિત થઈ ગઈ. “જય જય નંદા, જય જય ભદ્રા'ના જયનાદો વર આ જ્યોતિર્મય આત્માના દેહના અવશેષો પંચમહાભૂતમાં મળી ગયા. આમ એકંદરે ૬૪ વર્ષનું દીર્ધ સંયમી જીવન વિતાવી, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ વગેરે પ્રદેશોમાં જૈન-જૈનતર સમસ્ત જનતામાં સદાચાર, નિર્બસનતા, માનવધર્મ અને પ્રાર્થનાની મહત્તાના સંસ્કારો રેડીને મહારાજે ચિરવિદાય લીધી. મુખ્ય શિષ્યો: પૂ. મહારાજશ્રીએ મુનિશ્રી ચુનિલાલજીને વિ.સં. ૧૯૮૩માં અને મુનિશ્રી સંતબાલજીને વિ. સં. ૧૯૮૫માં દીક્ષા આપી હતી. બંને શિષ્યોની ગુરુભક્તિ અદભૂત હતી. પૂ. ચુનિલાલજી મુનિમાં પરંપરાગત સંસ્કારોની સાથે સાથે ગુરુદેવ પ્રત્યેના ભક્તિભાવનું વધારે પ્રતિબિંબ પડે છે. આજે ૬૦ વર્ષના દીર્ધ દીક્ષા જીવન પછી પણ તેઓ મહારાજશ્રીના શિષ્યો અને સંધનું વિધિવત્ પાલન અને અનુશાસન પોતાની અપાર ધીરજ અને કરુણાથી સુંદર રીતે કરી રહ્યા છે. સ્વ. મુનિશ્રી સંતબાલજીનું વ્યક્તિત્વ ક્રાંતિકારી હતું, તેથી પોતાની ચર્યાના નિયમોનું પાલન કરતાં કરતાં તેઓ વિશ્વ વાત્સલ્યના ભાવથી પ્રેરાઈને સમગ્ર ભારનીય સંસ્કારો, રાષ્ટ્રીયતા, ગાંધીજીની વિચારધારા અને સમાજોદ્ધારનાં કાર્યો પ્રત્યે અભિમુખ થયા હતા. તેમના સમગ્ર જીવનમાં આ વિચારધારા સ્પષ્ટપણે પ્રતિબિબિત થાય છે. ચીંચણના આશ્રમમાં તેમણે શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધીજી, પૂ. શ્રી નાનચંદ્રજી અને શ્રી જવાહરલાલજીના નામે ચાર મુખ્ય વિભાગોનું આયોજન કર્યું. આમ આ શિષ્ય યુગલે પૂ. મહારાજશ્રીની વિચારધારા અને સત્કાર્યોની ભાવનાની જયોતને જલતી રાખીને પોતાના ગુરુનું ઋણ અદા કર્યું. Jain Education International www.jainelibrary.org For Private & Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8