Book Title: Karmgranth 1 to 5
Author(s): Veershekharvijay
Publisher: Bharatiya Prachyatattva Prakashan Samiti

View full book text
Previous | Next

Page 3
________________ પ્રકાશકીય નિવેદન અમને જણાવતાં અત્યન્ત હર્ષ થાય છે કે પરમપૂજ્ય પરમોપકારી સિદ્ધાન્ત મહોદધિ કર્મસાહિત્ય નિષ્ણાત સ્વર્ગત આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વર મહારાજાની પરમ કૃપાદ્રષ્ટિથી અને એઓશ્રીની જ પરમપાવનમયી નિશ્રામાં લાખો શ્લોક પ્રમાણ મૂળથે પ્રાકૃત ભાષામાં અને વિવેચન ગ્રન્થ સંસ્કૃત ભાષામાં કર્મ સાહિત્યનું નિર્માણ થઈ ચૂકયું છે. અને હજી પણ આગળ સર્જન ચાલુ છે. જેના ૧૬ વોલ્યુમ (મોટા ગ્રન્થ અમારી સંસ્થા દ્વારા પ્રગટ કરી ચુક્યા છીએ. તે સિવાય પણ વધ શતમ્” પ્રાચીન : વારઃ જર્મગ્રી: વગેરે પ્રાચીન કર્મ સાહિત્યના ગ્ર તેમજ પ્રાચીન સાહિત્યના ગ્રન્થ પણ અમારી સંસ્થા દ્વારા પ્રકાશિત કરાયા છે. તેમજ આ ગ્રન્થનું પણ અમારી સંસ્થા દ્વારા પ્રકાશન થઈ રહ્યું છે. આ દરેકના સ્તન્મભૂત પ. પૂ. સ્વર્ગીય સિદ્ધાન્ત મહોદધિ કર્મસાહિત્ય નિષ્ણાત આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વર મ.સા. છે. તેમનો અમારા ઉપર અત્યન્ત ઉપકાર છે. જે કદી ભૂલી શકાય તેમ નથી, તેથી અમે તેઓશ્રીના અત્યન્ત જણી છીએ. તદુપરાંત ૨૫-૨૬ વર્ષ પૂર્વે પિતાના અભ્યાસ માટે તૈયાર કરેલી નોટ જે અનેક મહાત્માઓને અભ્યાસમાં ઉપયોગી થયેલ અને તેથી કેટલાક મહાત્માઓ તે વખતે અને ત્યાર બાદ ૬ ઠ્ઠો કર્મગ્રન્થ છપાવતી વખતે પણ તેમને આ નોટ છપાવા પ્રેરણા કરેલ પરંતુ તે વખતે બીજા કાર્યમાં ગુંથાયેલ હોવા આદિના કારણે તે તરફ પૂરતું લક્ષ તેમણે આપેલ નહિ, ત્યાર પછી પણ ૩-૪ વર્ષ પૂર્વે ૧ થી ૪ કર્મગ્રન્થની નોટબુકની પ્રેસકેપી તૈયાર કરીને પણ ૨ વર્ષ એમને એમ પડી રહી ત્યાર બાદ એકાદ વર્ષ પ્રેસની શોધમાં અને ત્યાર પછી છપાતાં પણ લગભગ ૧ વર્ષ નીકળી ગયેલ છે. તે આ પ્રમાણે અત્યન્ત જીર્ણ થયેલ પોતાની નોટબુક બીજા ભવ્ય જીવોને અભ્યાસ કરવામાં ઉપયોગી થાય તેમ હોવાના કારણે કેટલીક પ્રેસકોપી અને કેટલીક ઝેરોક્ષ કેપ કરાવીને અને અભ્યાસી આત્માઓની અનુકૂળતા માટે પોતાના ટાઈમને ભગ આપીને જેમણે આ કાર્ય કર્યું છે તે પ. પૂ. મુનિરાજ શ્રી વીરશેખર વિજય મ.સા.ના ઉપકારના પણ અમે જીણી છીએ. તે સિવાય મુદ્રણ કરવા વગેરેમાં અજિત મુદ્રણાલય તેમ જ તેના કાર્યકરો મનીષભાઈ અતુલભાઈ જ્ઞાનચંદજીભાઈ તેમ જ અન્યજન વગેરે જે કેઈએ જે કોઈ પણ સહયોગ આપ્યો છે, તે બદલ તે સહુને પણ અમે અત્રે આભાર માનીએ છીએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 250