________________ 300 અનાદિકાળથી આત્માને લાગુ પડેલે આ “કર્મગ' કાઢવાની શક્તિ તમારામાં છે?—બેલે. દેહને રેગ તે હું પણ મટાડી શકું છું.” એમ કહી સનત્ મુનિએ ટચલી આંગળી મુખમાં નાખી. ત્યાં તે આશ્ચર્ય ! ઘૂંકને સ્પર્શથી આંગળીને ભાગ સોનેરી કાયા જે શેભવા લાગ્યું. દેવેને આંગળી બતાવી. દેવતાઓ આશ્ચર્ય પામ્યા. અદ્ભુત શેભે છે, લબ્ધિ છે. દેવતાઓ ચાલ્યા ગયા. સનત્ મુનિ સાત વર્ષ સુધી રેગ-પીડા અનુભવી એક લાખ વર્ષ પર્યત ચારિત્રધર્મની આરાધના કરી મૃત્યુ પામી ત્રીજે સ્વર્ગો ઉત્પન્ન થયા અને ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પામી મેક્ષે જશે. શુભ-અશુભ કર્મ પુણ્ય-પાપ કર્માનુસારે મળતી કાયાને તે તે વર્ણ–ગંધ-રસ-સ્પર્શ મળે છે. આપણું રૂપ ઘણુને જેવું પણ ન ગમે. આપણી શરીરની ગંધ પણ વિચિત્ર પ્રકારની નીકળતી હેય. પરસેવાની ગંધ, મુખમાંથી ગંધ, શ્વાસાદિ માગે નીકળતી ગંધ વગેરે બહુ ખરાબ હોય છે. જેથી બીજાને પાસે બેસવું પણ ન ગમે. આપણા રસ-પર્શ પણ બીજાને ન ગમે, ચામડી સુંવાળી-સુકમળ ન હોય ઘણાને માથાના વાળ પણ રીંછ જેવા જાડા-બરછટ હોય છે, સ્પર્શ પણ આહલાદક નથી હોતું. આ બધું (પાપકર્મ) અશુભ નામકર્મના ઉદયે પ્રાપ્ત થાય છે. જ્યારે તીર્થકર ભગવંતેને “શ્વાસેચ્છવાસ કમલ સમે” હોય છે. તેમના દેહનું રૂપ-સૌંદર્ય અદ્દભુત મનહર હોય છે, રમણીય હોય છે. તેમના સ્પર્શાદિ પણ આનંદદાયિ હોય છે. આ બધું શુભ નામકર્મની પુણ્યપ્રકૃતિ છે. આનુપૂર્વી નામકર્મ| મૃત્યુ પામ્યા પછી દેહને છેડી આત્મા પિતાના આગામી જન્મસ્થાનને પ્રાપ્ત કરવા ચાલ્યા જાય છે. ભલે ને દેહ અહીં પડ્યો રહે, બાળવાની હજી વાર પણ હોય. 2 કલાકે કે 12 કલાકે