Book Title: Kapardi Yaksharaj Stotra Author(s): Amrut Patel Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 3
________________ ૧૬૦ અમૃત પટેલ Nirgrantha તે શિલ્પ-શિલ્પ-ર-ર-માર-વૈરિ पारीन्द्र-पावकभवस्य भयस्य दूरे ॥ यक्षेश्वरांहिनरवरोचिरपूर्वदूर्वा मङ्गल्यपल्लवलवैरवतंशिता ये ॥९॥ काव्येषु भक्तिभरभासुरमानसानां मुक्तालतेव शुचिवर्णगुणोज्ज्वलश्रीः । यक्षाधिपस्तुतिरियं तिरयन्त्यघानि सम्पद्यतां सकलसङ्घमहोत्सवाय ॥१०॥ અનુવાદ ૧. શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર તે કપર્દિયક્ષ, વિજયી બનો, કે જે શ્રી યુગાદિજિન ઋષભદેવના પૂજનમાં સદા તત્પર છે, વિપ્નોથી ભયભીત લોકોને કુશળ અભયદાતા છે, અને પોતાના પ્રૌઢ પ્રભાવથી અખિલ સંઘની રક્ષા કરે છે. ૨. જે વ્યક્તિ પોતાના અંતઃકરણમાં કપર્દિયક્ષને સ્વચ્છ દિવસના સૂર્યની સમાન સ્કુરાયમાન જુએ છે, તેના ઘરમાં કારમો દારિયરૂપ અંધકાર, જાણે આશ્ચર્ય પામ્યો હોય તેમ આવતો નથી. ૩. ચિંતામણિને ગણકારું નહીં, કલ્પવૃક્ષને મનમાં પણ કહ્યું નહીં, કામધેનુને જોઉં પણ નહીં અને નવનિધિનો વિચાર પણ કરું નહીં. હું તો માત્ર ગુણાતિશાથી યક્ષરાજ કપર્દિને જ લેવું. ૪. કલિકાલમાં દેવપ્રભાવ તો કોળિયો બની ગયો છે ત્યારે તે યક્ષરાજ ! આપનો પ્રભાવ-વૈભવ જ સ્પષ્ટ છે. ગ્રીષ્મસમય પૃથ્વીને તપાવે ત્યારે પણ હિમાલયનો શીત-મહિમા નાશ પામતો નથી. ૫. જે યક્ષરાજના પૂજનનાં સરસ-સુંદર, (અથવા પૂજનરૂપ જલથી ભરપૂર એવા) સમયે ફેલાતા કાલાગરુના ગાઢ ધૂમ્રપટલના બહાને ભક્તજનોનાં તે દુરિત નાશ પામે છે, તેવા કપર્દિયનો શરણાશ્રિત છું. ૬. આ કપર્દિયક્ષ તીર્થપાલક છે તેથી ગાઢ વિપત્તિરૂપ લહેરોથી ઘેરાયેલ (ભવરૂપ) સમુદ્રમાં (સંકટરૂપ) વ્યાલ વગેરે આક્રમણ કરતા નથી. માટે જ યાત્રોત્સવને મનમાં વિચારી, આ ભક્તજન, હે કપર્દિયક્ષ ! આપને કર્ણધાર રૂપ માને છે. ૭. હે કપર્દિયક્ષ ! આપ નિર્ધન માટે સાક્ષાત્ નિધિ છો, ક્ષીરચક્ષુ (ઝામર) માટે ગત સુત(?)ચક્ષુ છો, રોગી માટે આરોગ્યરૂપ અને દુઃખીજન માટે અખંડ સુખરૂપ છે. ૮, દુષ્કર્મરૂપ ઘામને દૂર કરનારી અને વિનાશથી સર્જાયેલ ચિત્તવિકાર રૂપ રજકણને શાંત કરનારી શ્રી કપર્દિયક્ષની દૃષ્ટિ, જિનશાસનરૂપ ઉપવનને ખીલવવા માટે અમૃતવૃષ્ટિ સમાન છે. ૯, યક્ષરાજનાં ચરણ-નખની કાંતિરૂપ અપૂર્વ દૂર્વાનાં માંગલિક પલ્લવો જે ભક્તજનનાં મસ્તકભૂષણ બન્યાં છે. તેનાથી સાગર-ગજરાજ-વિષ-જ્વર-મારી મરકી-વૈરિ-સિંહ-અગ્નિના ભયો દૂર ભાગે છે. ૧૦. કાવ્યોમાં મુક્તાલાની જેમ શુચિ(પવિત્ર શ્રેત) વર્ગો (રંગ/અક્ષરો)ના ગુણોથી ઉજજવલ એવી યક્ષાધિપની આ સ્તુતિ મનમાં ભક્તિ સભર ભક્તોનાં પાપોને દૂર કરે છે. તે સ્તુતિ સકલસંઘને મહોત્સવરૂપ નીવડો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4