Book Title: Kanma Khila Thokya Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 1
________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ ૨૨. કાનમાં ખીલા ઠોક્યા – છેલ્લો ઉપસર્ગ ભગવાન મહાવીરે બાર વર્ષ ધ્યાન અને તપમાં સફળતાપૂર્વક પસાર કર્યા. તેમનું જીવન ઉદાહરણરૂપ હતું. એમણે સત્ય, અહિંસા, ક્ષમા, દયા, નિર્ભયપણું, યોગ અને સાચા જ્ઞાનને ઉદાહરણરૂપે અપનાવ્યા. તેરમા વર્ષમાં એક નવી આફત આવી. છમ્માણિ ગામ પાસે તેઓ ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા હતા. તે સમયે એક ગાયોનો ગોવાળ પોતાના બળદો તેમની દેખરેખ નીચે મૂકીને ગામમાં કામે ગયો. ભગવાન મહાવીર તો ધ્યાનસ્થ અવસ્થામાં હતા. તેઓએ તે ગોવાળને કાંઈ પણ જવાબ આપ્યો ન હતો. ગામમાં ગયેલો ગોવાળ મોડેથી પાછો આવ્યો. બળદો ચરતાં ચરતાં ક્યાંક દૂર જતા રહ્યા હતા. તેના બળદ નહિ મળવાથી તેણે મહાવીરસ્વામીના કાનમાં લાકડાના ખીલા ઠોકતો ગોવાળ સાધુને પૂછ્યું, “એય સાધુ, મારા બળદ ક્યાં ગયા?'' ભગવાન મહાવીર તો ઊંડા ધ્યાનમાં હતા, તેથી આ બધાથી સાવ અજાણ હતા. ગોવાળે ફરી પૂછ્યું પણ ફરી પણ કોઈ જવાબ ન મળ્યો. તે અકળાયો અને ઘાંટો પાડીને પૂછવા લાગ્યો, “હે ઢોંગી સાધુ, તું બહેરો છે કે તને કંઈ સંભળાતું નથી?’ ભગવાન મહાવીરે હજુ પણ કોઈ પ્રતિભાવ ન આપ્યો. ગોવાળ ખૂબ જ ગુસ્સે થયો. “હે ઢોંગી સાધુ, તારા બંને કાન નકામા થઈ ગયા લાગે છે. જરા વાર થોભ, તારા બંને કાનનો ઉપાય કરું છું.” બાજુમાં પડેલા ઘાસની અણીદાર શૂળો-કાનમાં-પથ્થરથી ઊંડે સુધી ઠોકી દીધી. કોઈ કાઢી ના શકે માટે બહારનો ભાગ કાપી નાંખ્યો. આવા તીવ્ર કષ્ટદાયક પ્રસંગે પણ મહાવીર તેમની ધ્યાનસ્થ અવસ્થામાં જ રહ્યા. એમણે ન તો પીડાનો અનુભવ કર્યો કે ન તો ધ્યાનમાંથી જાગ્રત થયા. 92 જૈન કથા સંગ્રહPage Navigation
1 2