Book Title: Kanma Khila Thokya Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201022/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ ૨૨. કાનમાં ખીલા ઠોક્યા – છેલ્લો ઉપસર્ગ ભગવાન મહાવીરે બાર વર્ષ ધ્યાન અને તપમાં સફળતાપૂર્વક પસાર કર્યા. તેમનું જીવન ઉદાહરણરૂપ હતું. એમણે સત્ય, અહિંસા, ક્ષમા, દયા, નિર્ભયપણું, યોગ અને સાચા જ્ઞાનને ઉદાહરણરૂપે અપનાવ્યા. તેરમા વર્ષમાં એક નવી આફત આવી. છમ્માણિ ગામ પાસે તેઓ ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા હતા. તે સમયે એક ગાયોનો ગોવાળ પોતાના બળદો તેમની દેખરેખ નીચે મૂકીને ગામમાં કામે ગયો. ભગવાન મહાવીર તો ધ્યાનસ્થ અવસ્થામાં હતા. તેઓએ તે ગોવાળને કાંઈ પણ જવાબ આપ્યો ન હતો. ગામમાં ગયેલો ગોવાળ મોડેથી પાછો આવ્યો. બળદો ચરતાં ચરતાં ક્યાંક દૂર જતા રહ્યા હતા. તેના બળદ નહિ મળવાથી તેણે મહાવીરસ્વામીના કાનમાં લાકડાના ખીલા ઠોકતો ગોવાળ સાધુને પૂછ્યું, “એય સાધુ, મારા બળદ ક્યાં ગયા?'' ભગવાન મહાવીર તો ઊંડા ધ્યાનમાં હતા, તેથી આ બધાથી સાવ અજાણ હતા. ગોવાળે ફરી પૂછ્યું પણ ફરી પણ કોઈ જવાબ ન મળ્યો. તે અકળાયો અને ઘાંટો પાડીને પૂછવા લાગ્યો, “હે ઢોંગી સાધુ, તું બહેરો છે કે તને કંઈ સંભળાતું નથી?’ ભગવાન મહાવીરે હજુ પણ કોઈ પ્રતિભાવ ન આપ્યો. ગોવાળ ખૂબ જ ગુસ્સે થયો. “હે ઢોંગી સાધુ, તારા બંને કાન નકામા થઈ ગયા લાગે છે. જરા વાર થોભ, તારા બંને કાનનો ઉપાય કરું છું.” બાજુમાં પડેલા ઘાસની અણીદાર શૂળો-કાનમાં-પથ્થરથી ઊંડે સુધી ઠોકી દીધી. કોઈ કાઢી ના શકે માટે બહારનો ભાગ કાપી નાંખ્યો. આવા તીવ્ર કષ્ટદાયક પ્રસંગે પણ મહાવીર તેમની ધ્યાનસ્થ અવસ્થામાં જ રહ્યા. એમણે ન તો પીડાનો અનુભવ કર્યો કે ન તો ધ્યાનમાંથી જાગ્રત થયા. 92 જૈન કથા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ કાનમાં ખીલા ઠોક્યા - છેલ્લો ઉપસર્ગ ધ્યાન પૂર્ણ કરી તેઓ ગોચરી માટે ગામમાં ગયા. તેઓ સિદ્ધાર્થ નામના વેપારીને ઘેર ગયા. તે સમયે વેપારી સાથે તેમના વૈદ્ય મિત્ર બેઠેલા હતા. બંનેએ મહાવીરસ્વામીને ગોચરી વહોરાવી. વૈદ્ય સિદ્ધાર્થને કહ્યું, “મિત્ર, સાધુના મુખ પર દૈવી તેજ હતું પણ દુ:ખની છાયા પણ હતી. કોઈ અંદરનું દુ:ખ તેમની આંખોમાં દેખાતું હતું. આ મહાન સાધુ કોઈ દર્દથી પીડાય છે.” સિદ્ધાર્થે જવાબ આપ્યો. “આવા મહાન સાધુને કોઈ દર્દ હોય તો આપણે તરત જ ઉપાય કરવો જોઈએ.” કાનમાંથી પીલા દૂર કરાતા થતી વેદનાને શાંતિથી સહન્ન કરતા મહાવીરસ્વામી ગોચરી લઈને ભગવાન મહાવીરસ્વામી પાછા ફર્યા. વૈદ્ય અને સિદ્ધાર્થ તેમની પાછળ પાછળ તેઓ જ્યાં ઉતર્યા હતા ત્યાં ગયા. તેમને તપાસતાં તેમના કાનમાં ઘાસની અણીદાર શૂળો ખોસેલી જોઇ. તેમણે જરૂરી દવાઓ તથા ઉપચારના સાધનોની સગવડ કરી. અને શૂળો કાઢવામાં સરળતા રહે તે માટે ભગવાનને તેલથી ભરેલાં કૂંડામાં બેસાડી તેલથી આખા શરીરે માલીશ કરીને કાનની શૂળો ખેંચી કાઢી. અસહ્ય વેદનાને કારણે મહાવીરથી ચીસ પાડી દેવાઈ. વૈદ્ય ઘા પર દવા લગાવી. ભગવાન મહાવીર ત્યાં જ તરત જ શાંતિથી અને સ્થિરતાથી ઊંડા ધ્યાનમાં ચાલ્યા ગયા. મુસીબતના દરેક પ્રસંગે શારીરિક કષ્ટ અને ખાંડા ઉપર મહાવીરના મન અનૅ અાત્માનો જય દેખાય છે. તેમનું ધ્યાન અને પ્રાયશ્ચિત તેમના આત્માને શુદ્ધ કરે છે. આને લીધે તેઓ પોતાની જાતને ભૌતિક ક્ષણભંગુર ચીજોથી અલગ કરી શાશ્વત ઍવા આત્માની મુક્તિ ઉપર પોતાનું ધ્યાન કેંદ્રિત કરે છે. જૈન કથા સંગ્રહ 93