Book Title: Kanak Jain Vividh Sangraha Author(s): Hariprabhvijay Publisher: Kanakkirti Harigranth Mala View full book textPage 7
________________ સૂર્યસ્વર કહેવાય છે. તેમાંથી શ્વાસ નીકળતો હોય ત્યારે ભોજન કરવાથી તેમજ ડાબા છીદ્ર માંથી હવા પ્રસારણ થાય ત્યારે જળ પાન કરવાથી લાભ થાય છે અને શરીર નિરોગી બને છે. વિગેરે સ્વરોદય જ્ઞાન સારા પ્રમાણમાં આપ્યું છે. ગ્રહ કુંડળીના વિષયમાં ૧૨ ભાવનો ફળાદેશ તેમાં કુંડળી (જન્મ પત્રિકા) માં બાર ખાનાં હોય છે તેમાં પ્રથમ ખાનામાં શરીરની બાબત તથા વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય તે પ્રથમ ખાનામાં સૂર્ય પડ્યો હોય તો વ્યક્તિની પ્રતિભા શૌર્યવાન હોય તથા ગરમ સ્વભાવનો હોય. તેવીજ રીતે બીજા ભાવમાં ધન સંબંધી વિગેરે બાર ભાવનું વર્ણન દર્શાવ્યું છે. તત્પશ્ચાતું ગજકેસરી, સુનફા, અનફા, વિગેરે મોટા મોટા યોગોની બાબત. હસ્તરેખા શાસ્ત્રમાં વ્યક્તિના હાથને વિષે રહેલી વિવિધ નાની-મોટી રેખાઓ તેનાં ફળાદેશ તથા વ્યાપાર ધંધા સંબંધી તેજી મંદીનું સ્વરૂપ તે ગ્રહણ ઉપરથી તથા અન્ય ગ્રહો ઉપરથી બતાવવામાં આવ્યું છે. ગૌતમ કેવળી વિદ્યા અને અંકરમલ કે જેનાથી અનેક મુંઝવણ ભર્યા પ્રશ્નોનો ઉકેલ થઈશકે તથા આ ગ્રંથના અંતે ૯૦૦ જેટલાં ટુંકા દ્રષ્ટાંતો આપ્યા છે. આવી અનેક પ્રકારની માહીતી સભર આ ગ્રંથ બનાવવામાં આવ્યો છે. આ પુસ્તકની ઉત્પત્તિ વિ. સં. ૨૦૫૪માં વડોદરા જાનીશેરી ઘડીયાળી પોળ જાહેર શિબિર કાર્યક્રમ તથા તાત્વીક પ્રવચનો રાખેલ તે સમય દરમ્યાન સુશ્રાવક આશ્કરણભાઈ તેમજ કિરીટભાઈ ધ્રુવ વિગેરે મહાનુભાવોએ આ સુંદર તત્વજ્ઞાનને સુંદર પુસ્તકમાં સુસંગ્રહીત કરવા વિનંતિ(માંગણી) કરેલ તેનો સ્વીકાર કરી આ શ્રી કનક જૈન વિવિધ સંગ્રહ ગ્રંથનું નિર્માણ કર્યું તેની પ્રથમ આવૃત્તિ થઈ ત્યારબાદ દ્વિતીય આવૃત્તિ પણ થઈ ચુકી છે. હવે તૃતિય આવૃત્તિ નું પ્રકાશન થાય છે. આ ગ્રંથ નિર્માણમાં નામી અનામી ભાગ્યશાળીઓએ સહકાર આપ્યો છે. તેઓ યશને પાત્ર છે. જે વિશેષ સહયોગીઓ છે તેની યાદી આ પ્રમાણે છે. : જે. બી. પરીખ વડોદરા, રતિલાલ મણીલાલ શાહ શાહપુર, તારાચંદભાઈ ભલાજી શાહપુર તથા ચંપકભાઈ શાહપુર તથા રજનીકાન્ત નટવરલાલ શાહ શાહપુર તથા શ્રી આંબાવાડી જૈન સંઘના પ્રમુખચિનુભાઈ એ સારો સાથ સહકાર આપ્યો છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 676