Book Title: Kanak Jain Vividh Sangraha
Author(s): Hariprabhvijay
Publisher: Kanakkirti Harigranth Mala

View full book text
Previous | Next

Page 5
________________ કનક જૈન વિવિધ સંગ્રહ પુિસ્તક પરિચય) પ. પૂ. આ. શ્રીમદ્ વિજય કનક પ્રભ સુરીશ્વરજી મ. સા. ની પરમ દિવ્ય કૃપાથી તથા પ. પૂ. ગુરુ ભગવંત શ્રી મુનિરાજ શ્રી કીર્તિપ્રભ વિજયજી મ.સા. ના સુસાનિધ્યમાં શુભ આશિર્વાદથી આ પુસ્તકનું નિર્માણ થયું છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ નકલ-૧૦૦૦ વિ.સં. ૨૦૫૪ કારતક શુક્લા પંચમીના શુભ દિવસે પ્રકાશીત થએલ. તે ટુંક સમયમાં જ ખપી ગઈ હોવાથી તેની બીજી આવૃત્તિ તેજ વર્ષમાં અક્ષય તૃતીયાના શુભ દિને પુનઃ ૧૦૦૦ નકલ પ્રકાશીત કરવામાં આવી હતી. તેપણ વિવિધ માહીતિ સભર અનેક તત્વાદિ સંગ્રહ હોવાથી તથા સાધુ-સાધ્વીજી શ્રાવક, શ્રાવકાઓને અત્યંત ઉપયોગી થવાથી તે બીજી આવૃત્તિ પણ ખપી ગઈ. હજુપણ આ પુસ્તકની માંગ ઘણીજ આવે છે માટે આ અવસર પામીને તૃતીય આવૃત્તિનું પુનઃ પ્રકાશન કરવામાં આવે છે. આ પુસ્તકમાં(ગ્રંથમાં) વિવિધ વસ્તુ(વિદ્યા)નો સંગ્રહ કરવામાં આવ્યો છે. અલગ અલગ પુસ્તકમાં જોવું ના પડે અને એક જ ગ્રંથમાંથી વિવિધ વસ્તુ માહીતી પ્રાપ્ત થઈ જાય તે વિચારી(કોઈ)આ ગ્રંથનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં વિવિધ તત્ત્વો આપ્યા છે. તેમાં પ્રથમ માંગલિકને માટે શ્રી નવકાર મહામંત્ર તથા તેનું મહાસ્ય દર્શાવવામાં આવ્યું છે. તત્પશ્ચાત્ શ્રી તીર્થંકરોના વર્ણન સાથે શ્રી મહાવીર ચરિત્રના પદાર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જિનેશ્વરોના ૩૪, અતિશયોના નામ, વાણીના ૩૫ ગુણ તથા ૪૫ આગમ ના નામ વીરપ્રભુની પાટ પરમ્પરા દેવલોકનું વર્ણન નારકનું વર્ણન વિગેરે તત્વજ્ઞાન આપ્યું છે. તત્પશ્ચાત બે વસ્તુ વર્ણન, ત્રણવસ્તુ વર્ણન જેમકે ત્રણવસ્તુ વર્ણનમાં ત્રણ સ્વભાવ-(૧) સત્વોગુણી, (૨) રજોગુણી, (૩) તમોગુણી ત્રણ સ્થવિર - (૧) વયસ્થવીર, (૨) શ્રુતસ્થવર, (૩) વ્રતસ્થવર. (૩) ત્રણઋતુ (૧) શિયાળો, (૨) ઉનાળો, (૩) ચોમાસું, આપ્રમાણે ત્રણ વસ્તુ, ચાર વસ્તુ એમ ક્રમબધ્ધ આગળ વધતાં ૧૦૦ વસ્તુ ૧૦૦૦

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 676