Book Title: Jivannu Mahamangal Jayna Author(s): Hansbodhivijay Publisher: Hansbodhivijay View full book textPage 8
________________ ક8 (પાણીના ત્રસ જીવોને ઓળખો છે. (૧) પાણી સ્વયં અપકાય જીવોનું શરીર છે. આ અપકાય જીવો એકેન્દ્રિય છે. તે ઉપરાંત અળગણ પાણીમાં હાલતા-ચાલતા સૂક્ષ્મ ત્રસ જીવો પણ પુષ્કળ હોય છે. પોરા વગેરે બેઈન્દ્રિયાદિ જીવો પાણીમાં હોય છે. (૨) અળગણ પાણીના ઉપયોગથી કે બેદરકારીથી પાણીનો ઉપયોગ કરવાથી આ બધા ત્રસ જીવોની હિંસા થાય છે. હાલતા-ચાલતા ત્રસ જીવો આપણા જડબા વચ્ચે ચવાઈ જવાથી અધ્યવસાય કેટલા દૂર બને ? અપકાય જીવોની વિરાધના કરી જ છો પણ ત્રસકાય જીવોની હિંસાનું પાપ શા માટે બાંધવું ? (૩) ગીઝરમાં અળગણ પાણી જ સીધું ગરમ થઈ જવાથી હજારો લાખો ત્રસ જીવો બળીને ભડથું થઈ જાય છે. વોટર કુલર વગેરેમાં પણ પાણીના ત્રસ જીવોની પુષ્કળ વિરાધના છે. પાણીના વાસણો ખુલ્લા રાખવાથી તેમજ પાણીની ટાંકીઓમાં પણ ઘણા ત્રસ જીવો પડીને મરી જાય છે. પાણી બંધીયાર રહેવાથી તેમાં દેડકા-માછલી જેવા પંચેન્દ્રિય જીવો પણ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. શી (પાણીના ત્રસ જીવોની રક્ષા કરો. આ દરેક કાર્યમાં પાણી ગાળીને જ વાપરો. પાણી ગાળ્યા પછી ગળણાને સીધું સૂકવી ન દેવાય. પરંતુ તે ગાળેલા પાણીને ખૂબ ધીમેથી ગળણાં પર રેડીને તે પાણીના મૂળ સ્થાનમાં વહાવી દેવું. ત્યાર પછી જ ગળણાને સૂકવી શકાય. ઘરની બહાર જવાનું થાય ત્યારે ગાળેલા પાણીની વોટર બેગ સાથે રાખો, જેથી ગમે ત્યાં અળગણ પાણી વાપરવું ન પડે. ગીઝરનો ઉપયોગ બંધ કરો. ૫) સ્વીમિંગ પુલ વગેરેમાં તરવાનો કે વૉટર પાર્કમાં છબછબીયા કરવાનો શોખ છોડી દો. ૬) વરસાદમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હોય ત્યારે શક્ય બને તો બહાર જવાનું ટાળો. જવું પડે તો કાળજીથી ચાલો. કપડાં ધોવા ધોબીને કે લોન્ડ્રીમાં ન આપો. શાવરબાથનો ઉપયોગ ન કરો. જાજરૂના ફ્લશમાં પણ પુષ્કળ અળગણ પાણી વહી જાય છે. તેનો યોગ્ય વિકલ્પ અપનાવો. ૧૦) પાણીના વાસણ ઢાંકીને રાખો. ૧૧) હોટલમાં, બજારૂ વાનગીઓ, ઠંડા પીણાં વગેરેમાં અળગણ પાણી વપરાય છે. તેનો ત્યાગ કરો. ૧૨) વોટર કુલરનું પાણી ન પીઓ. ૧૩) બિસલેરી વગેરે મીનરલ વૉટરનો ત્યાગ કરો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34