Book Title: Jivajivabhigamsutra Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 3
________________ સ્વ. શ્રીમાન શેઠશ્રી જીવરાજભાઈના પવિત્ર જીવનને ટુંક પરિચય જ્ઞાન ધ્યાન અને વ્રતનું સતત શ્રદ્ધાપૂર્વક આરાધન કરી પોતાના જીવનને પવિત્ર અને આદર્શ બનાવનાર પરમ–પદના અધિકારી કેવળજ્ઞાને પાસક ધર્મ જીવી શેઠ શ્રી જીવરાજભાઈ મૂળચંદભાઈને 'જન્મ ચાતુર્માસના ધર્મમય વાતાવરણમાં સંવત–૧૯૩૧નાં આસો સુ–પ–સને ૧૮૭૫ના' ઓકટેમ્બર માસની પાંચમી તારીખે સૌરાષ્ટ્ર ભૂમિના ઇતીહાસમાં પ્રસિદ્ધ એવા, ધ્રાંગધ્રામાં થયે હતે તેમના પિતાશ્રી શ્રી મૂળચંદભાઈ પણ ધર્માનુરાગી પવિત્રાત્મા હવા ઉપરાંત એક સારા વ્યાપારી સંગ્રહસ્થ હતા. તેમજ સર્વ—જી પર પ્રેમાળ એવા અને નામને અનુરૂપ ગુણવાળા પ્રેમાબાઈ નામના તેમનાં માતુશ્રી હતાં ઊભય દંપતીનું ગાહથ્થ જીવન જપ તપ રૂપ ધર્મની આરાધના પૂર્વક પરમ શાંતી પૂર્વકનું હતુ. આ રીતે પરમધર્માનુરાગી માતા પિતા અને અન્ય ધમપ્રાણુ કુટુંબી જનેના ઊત્તમ ધર્મ સંસ્કારેથી અને વ્યવહારીક. નીતિમત્તાને લઈ શ્રી જીવરાજભાઈનું ભૌતિક–જીવન સમૃદ્ધી મય બન્યું અને જેમ જેમ સમૃદ્ધીને આવિર્ભાવ થયે. તેમ તેમ તેમના અંગેઅંગમાં જ નહિ પણ અંગના આણુએ આણુમાં જપ તપ વ્રત અને જ્ઞાન ધ્યાન પ્રત્યેની શ્રદ્ધા વધુને વધુ બની બાલ્યાઅવસ્થાથી જ ધાર્મિક સંસ્કારના સિંચનને લઈ. તેમની ધર્મ ભાવનાની ઉત્કૃષ્ટ પ્રબળતાને લીધે તેઓ ભૌતિક વિદ્યાના અભ્યાસમાં છે–૭થી આગળ વધી ન શક્યા અને એજ રીતે પૂર્ણ રીતે શક્તિ અને સવડ હોવા છતાં વારસામાં મળેલા વ્યાપાર-ધંધા પ્રત્યે એમન-રૂચી ઓછી હતી- કારણ કે તેઓ માનતા. કે સર્વથા વ્યવહાર કર્મ–બંધનનું કારણ છે અને તેથી જ આત્મચિંતવન અને ધર્મ ભાવના એમની અપ્રતીમ હતી. બાલ્યકાળથીજ-એમણે અનેક પૂજ્ય વિદ્વાન સાધુઓના સંસર્ગ અને તેઓના ધર્મોપદેશના પ્રવચન સાંભળીને તથા–તેને મનન ચિંત્વન કરીને જૈન ધર્મના રહસ્યને નિભ્રમ પરિચય મેળવ્યું હતું અને એ ઉપદેશેલ વિષનું ધર્મગ્રંથ દ્વારા વાંચન પર્ણ કરી સારી રીતે સંશય-રહિત બની ગયા હતા વળી જૈન ધર્મના આગમનું જ નહીં પણ અન્ય સુપ્રસિદ્ધ ગ્રંથનું પણ તેમણે સારી રીતે વાંચન કર્યું હતું. તેમને ભગવતી સૂત્ર પ્રત્યે ખાસ અનુરાગ હતો અને તેથી તેનું વાંચન તેમણે અનેકવાર કરેલું પરમ પૂજ્ય-મ-સા-કેશવલાલજી મ-સા–ના ધર્મોપદેશ શ્રવણ અને તેમના સંગરંગમાં તેઓ-ખૂબ રંગાયા–હતા અને તેમના પરમ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 1588