Book Title: Jindasgani
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૯૮ શાસનપ્રભાવક હેવાથી નિબંધપણે ભાવ વ્યક્ત થઈ શકે છે. આગમગ્ર પર વિશાળ પ્રમાણમાં ચૂર્ણિસાહિત્ય રચાયું છે. વર્તમાનમાં આગ સાહિત્ય પર જે ચૂર્ણિમાં મળે છે તેના નામ આ પ્રમાણે છે : ૧. નન્દી, ૨, અનુગદ્વાર, ૩. આવશ્યક, ૪. દશવૈકાલિક, ૫. ઉત્તરાધ્યયન, ૬. આચારાંગ, ૭. સૂત્રકૃતાંગ, ૮. નિશીથ, ૯. વ્યવહાર, ૧૦. દશાશ્રુતસ્કંધ, ૧૧. ભગવતી, ૧૨. જીવજીવાભિગમ, ૧૩. પ્રજ્ઞાપના સૂત્ર—શરીરપદ, ૧૪. જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ, ૧૫. ક૫, ૧૬. કલ્પવિશેષ, ૧૭. પંચકલ્પ, ૧૮. જીતકા, ૧૯ ઘનિયુક્તિ, ૨૦. કર્મ પ્રકૃતિ, ૨૧. શતક, ૨૨. અર્ધશતક, ૨૩. સપ્તતિકા વગેરે. 5 આમાંની પ્રથમ આઠ ચૂર્ણિઓ જિનદાસગણિ મહત્તરની બતાવવામાં આવે છે. અગમ્યઋષિની એક બીજી દશવૈકાલિક ચુર્ણિ મળે છે. અગત્સ્યઋષિ વિક્રમની ત્રીજી શતાબ્દીમાં થયા છે. આથી આ ચૂણિની રચના વલભીવાચના પહેલાં થયેલ છે. શ્રી જિનદાસગણિરચિત ચૂર્ણિએ નદીચૂર્ણ : આ ચૂર્ણિની રચના મૂળ સૂત્રો પર થઈ છે. ઐતિહાસિક દષ્ટિએ આ ચૂર્ણિ મહત્ત્વપૂર્ણ છે. આ ચૂર્ણિમાં માથુરી આગમવાચનાને ઇતિહાસ છે. ચૂર્ણિની શરૂઆતમાં આપેલ ભગવાન મહાવીરસ્વામીના ઉત્તરવતી આચાર્યોની નામસૂચિ જૈનશાસનને ક્રમબદ્ધ ઇતિહાસ જાણવામાં અત્યંત ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે. આ નંદીશૂર્ણિ વિ. સં. ૭૩૩માં રચાઈ છે. અનુયાગદ્વાર ચૂર્ણ : આ ચૂર્ણિની રચના પણ મૂળ સૂત્રને આધારે થઈ છે. આમાં આરામ, ઉદ્યાન, શિબિકા વગેરે શબ્દોની વ્યાખ્યા છે. સાત સ્વર અને નવ પ્રકારના રસનું વર્ણન પણ આમાં છે. જેનશાસ્ત્રમાન્ય આત્માંગુલ, ઉલ્લેધાંગુલ, પ્રમાણાંગુલ આદિ સમજવા માટે આ ગ્રંથવિશેષ ઉપયોગી છે. આવશ્યકચૂર્ણિઃ આ ચૂર્ણિની રચનામાં નિયુક્તિની ગાથાઓનું અનુસરણ છે. ભાષ્યની ગાથા અને સંસ્કૃત લેકે પણ ઉપયોગ કર્યો છે. કથાસામગ્રીની દષ્ટિથી આ અધિક સમૃદ્ધ છે. શ્રી ઋષભદેવ પ્રભુનું સંપૂર્ણ જીવનવૃત્તાંત, ભગવાનની વિહારચર્યા, વજીસ્વામી, આર્ય રક્ષિત, વાસેનસૂરિ આદિ પ્રભાવક આચાર્યોના વિવિધ પ્રસંગ, ચેટક અને કેણિકને મહાસંગ્રામ સાત નિદ્ધને પ્રામાણિક ઈતિહાસ આ ચૂર્ણિમાં મળે છે. દશવૈકાલિકચૂરણ : આ ચૂર્ણિમાં મુખ્યત્વે નિયુક્તિના પદોનું અનુસરણ છે. ધર્મદ્રમ આદિ પદની વ્યાખ્યા નિક્ષેપ પદ્ધતિને આધારે કરી છે. આચાર્ય શય્યભવસૂરિનું જીવનવૃત્તાંત આમાં મળે છે. મુનિચર્યા સંબંધી વિવિધ વિષયોનું વિવેચન આમાં છે. ચૂર્ણિની કથાઓ વિશેષ પ્રભાવક છે. અને જેણિપાહુડ ગ્રંથને ઉલ્લેખ ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. ઉત્તરાધ્યયન ચણિ: આ ચૂર્ણિની રચના નિયુક્તિના પદને આધારે કરી છે. આ ચૂર્ણિમાં અનેક શબ્દોની નવીન ઉત્પત્તિ પ્રાકૃત ભાષામાં મળે છે. કથાનકો હૃદયસ્પર્શી છે. ચૂણિના અંતમાં ચૂર્ણિકારે વાણિજ્યકુલીન કટિકગણીય વજશાખી ગોપાલગણિ મહત્તરને ગુરુ રૂપે ઉલ્લેખ કર્યો છે. આચારાંગ ચ : આ ચૂર્ણિની રચના આચારાંગ નિયુક્તિના પદ્યને આધારે કરી છે. ચૂર્ણિ પ્રાકૃત ગદ્યાત્મક હોવા છતાં સ્થાને સ્થાને સંસ્કૃતના મહત્વપૂર્ણ લેકે ઉધૃત કરવામાં આવ્યા છે. દરેક શબ્દની વ્યાખ્યામાં ચૂર્ણિની વિશિષ્ટ શૈલી છે. નાગાજુનીય આગમવાચનાના પાઠભેદની પણ સપ્રમાણે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3