Book Title: Jinagam ane Jain Sahitya
Author(s): Kapurchand R Baraiya
Publisher: Z_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ભકતપરિજ્ઞા, ૫. તંદુલવૈચારિક, ૬. સંસ્કારક, ૭ ગચ્છાચાર, ૮. ગણિવિઘા, ૯. દેવેન્દ્રસ્તવ અને ૧૦. મરણસમાધિ. આ દશ પ્રકીર્ણકમાં અનુ મે ૧. ચાર શરણ, ૨. સમાધિ મરણની પૂર્વ તૈયારી રૂપે આરાધના, ૩, અનશન માટેની તૈયારીની માહિતી, ૪. ચાર આહારનો ત્યાગ માટેની ઉચિત મર્યાદા, ૫. જીવની ગર્ભાવસ્થા પછીની ક્રમિક અવસ્થા વગેરે, ૬. અંતિમ સમયે ચાર આહારનો ત્યાગ કરી સંથારો કેવી રીતે કરવો ? ૭. સાધુઓના આચારની મર્યાદા અને સુવિહિત સમુદાયનું સ્વરૂપ, ૮. આચાર્ય ભગવંતને જરૂરી એવા જયોતિષ - મુહૂર્ત આદિની માહિતી, ૯. તીર્થકર ભગવંતની ભકિત કરી જીવન સફલ બનાવનાર ઈદ્રોનું વર્ણન અને ૧૦. મરણ સમયે સમાધિ જાળવવાની માહિતી આદિના વર્ણને આપેલ છે. ૬, બે ચૂલિકા સૂત્ર:- ૧. નંદી સૂત્ર, ૨. અનુયોગ દ્વાર સૂત્ર, આ બંને આગમ, દરેક આગમના અંગભૂત છે. નંદીસૂત્ર દરેક આગમની વ્યાખ્યાના આરંભે મંગલરૂપે છે અને અનુયાગદ્દારસૂત્ર આગમેની વ્યવસ્થિત વ્યાખ્યા માટે સવિસ્તર માહિતી આપનાર વ્યાખ્યા ગ્રંથ છે. આ બે સૂત્રોના વ્યવસ્થિત અભ્યાસ વિના જૈન આગમનું સાચું રહસ્ય જાણી શકાતું નથી. આ પ્રમાણે વર્તમાન ૪૫ આગમોને અભ્યાસ કરવાનો અધિકાર છે તે આગમના યોગદ્વહન કરનાર પૂજય મુનિ ભગવંતાનો છે. પૂજ્ય સાધ્વીજી મહારાજો પણ યોગહન કરી આમાંના કેટલાક આગમને અભ્યાસ કરી શકે છે. શ્રાવક -શ્રાવિકાઓ ગુરુ મુખેથી સાંભળી તે તે આગમોના અર્થ જાણી શકે છે, પણ તેઓને માટે ગેટૂહનનું વિધાન ન હોવાથી તે અભ્યાસ કરી શકે નહીં. આ આગમનાં ૧.મૂળસૂત્રો, ૨. તેની નિર્યુકિતઓ, ૩. ભાળ્યો, ૪. ચૂણિઓ અને ૫. ટીકાઓ, વૃત્તિઓ અવચૂરિ એમ દરેકના પાંચ અંગે છે તે પંચાંગી તરીકે સુપ્રસિદ્ધ છે અને તે દરેક પ્રમાણ ભૂત ગણાય છે. આ આગમ સાહિત્યના આધારે પૂર્વના જ્ઞાની મહાપુરૂએ જીવનું એકાંત હિત કરવાની ભાવનાથી પ્રેરાઈ સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓમાં લાખ- કોડે શ્લેક પ્રમાણ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરિતાનુયોગ અને ચરણકરણાનુ યોગરૂપે અનેક પ્રકારના સાહિત્યની રચના કરી છે. અભ્યાસની દષ્ટિએ વિચારીએ તો (4) પંચ પ્રતિક્રમણ, જીવવિચાર આદિ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પ્રાચીન તથા નવ્ય કર્મ ગ્રંથ, પંચ સંગ્રહ, કર્મ પ્રકૃતિ, તત્ત્વાર્થસૂત્ર, બૃહત ક્ષેત્રસમાસ, વિશેષાવશ્યક ભાષ્ય, સપ્તતિકા ભાષ્ય વગેરે તાત્ત્વિક પ્રકરણો. (ગા) લધુ હમપ્રક્રિયા, સિદ્ધહેમ લધુવૃત્તિ, હવૃત્તિ વગેરે જેન વ્યાકરણ. (૬) સ્યાદ્વાદ મંજરી, અનેકાંત જયપતાકા, રત્નાવતારિકા, પડદર્શન સમુચ્ચય, ચાકૂદરત્નાકર, સમ્મતિતર્ક, દ્વાદશાર નયચક્ર વગેરે જૈન ન્યાયગ્રન્થ. (૬) વાભટ્ટાલંકાર, કાવ્યાનુશાસન, નાદર્પણ વગેરે સાહિત્ય શાસ્ત્રના જૈન ગ્રન્થો. () ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, પ્રબંધકોશ પટ્ટાવલી વગેરે જેને ઈતિહાસના ગ્રન્થો. (ઉ) જ્ઞાનસાર, અધ્યાત્મસાર, પ્રશમરતિ, સંવેગ રંગશાળા, ઉપદેશ પ્રાસાદ, ઉપદેશ રત્નાકર, ઉપદેશ માળા, સમ્યકત્વ સપ્તતિકા વગેરે જૈન ઉપદેશના ગ્રંથે. () શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, ધર્મરત્નપ્રકરણ, વિધિમાર્ગપ્રપા, વિચારસાર પ્રકરણ, ઉપદેશપદ, પંચાશક, પ્રવચનપરીક્ષા, ધર્મપરીક્ષા, અધ્યાત્મમત પરીક્ષા, પંચવસ્તુ, ઉપદેશ રહસ્ય, પડશક, વિશીએ, બત્રીશીઓ વગેરે જેના વિચારણાના ગ્રંથે. () હીરસૌભાગ્ય, દવાશ્રય, શાંતિનાથ મહાકાવ્ય, પાર્શ્વનાથ મહા કાવ્ય, પાંડવચરિત્ર મહાકાવ્ય, વગેરે પઘકાવ્ય, કુવલયમાળા, તિલકમંજરી, ઉપમિતિભવ પ્રપંચ, વૈરાગ્ય કલ્પલતા, વગેરે જૈન ગદ્ય કાવ્યો. () પ્રાકૃત પ્રવેશ, પ્રાકૃત વ્યાકરણ વગેરે પ્રાકૃત વ્યાકરણ. (૪) વિજયચંદ કેવલચરિયું, પઉમ ચરિયું, સુરસુંદરી ચરિયું, સુદંસણા ચરિયું, વસુદેવહિડી, સમરાઈગ્યે કહા, ચઉપન્ન મહાનુપુરિસ ચરિયું વગેરે પ્રાકૃત જૈન કાવ્યો. (9) સત્ય હરિશ્ચંદ્ર, મુદ્રિતકુમુદચંદ્ર, નવવિલાસ વગેરે જૈન નાટક ગ્રન્થ. (B) શ્રી વીતરાગ તેત્ર, મહાદેવ સ્તોત્ર, સિદ્ધસેનકૃત દ્વાર્જિંશિકા, શોભન સ્તુતિ ચોવીશી, ઐન્દ્ર સ્તુતિ ચોવીશી, ધનપાલ કૃત શ્લભ પંચાશિકા વગેરે જૈન સ્તુતિ ગ્રન્થો. (ગો) છંદોનું શાસન વગેરે છંદશાસ્ત્રના ગ્રંથ (બી) પ્રતિમાલેખ સંગ્રહ, પ્રાચીન લેખસંગ્રહ વગેરે જૈન સંશોધનના ગ્રંથે. (બ) વિવિધ તીર્થક વગેરે તીર્થોની મહત્તા અને મહત્ત્વના સ્થળ દર્શાવનારા ગ્રંથે. (5:) અહંનીતિ વગેરે જૈન રાજનૈતિક ગ્રંથે. () વાસ્તુશાસ્ત્ર, પ્રાસાદમંડન વગેરે જૈન શિ૯૫ના ગ્રંથ. (g) લગ્નશુદ્ધિ, દિનશુદ્ધિ, જ્યોતિષ્કરંડક, આરંભસિદ્ધિ વગેરે જૈન જ્યોતિષના ગ્રંથે. () ધ્વજદંડ, પ્રતિષ્ઠાવિધાન, અહંદભિષેક, અહંભૂજન, સિદ્ધચક્રપૂજન, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર, વગેરે જૈન વિધિ-વિધાનના ગ્રંથે. | (T) અચૂડામણિ, અષ્ટાંગ નિમિત્ત, અંગવિદ્યા વગેરે જૈન નિમિત્ત શાસ્ત્રના ગ્રંથે. (ડ) પદ્માવતી ક૯૫, ચક્રશ્વરી કલ્પ, સૂરિમંત્ર કલ્પ, ઉવસગહર કલ્પ, નમિઉણ કલ્પ વગેરે જુદા જુદા મંત્ર કલ્પના જૈન ગ્રંથે. () સ્વર શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, વિવેકવિલાસ ભદ્રબાહુ સંહિતા વગેરે જુદા જુદા વિજ્ઞાનના ગ્રંથે. રાજેન્દ્ર જ્યોતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4