Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય
જિનેશ્વર ભગવંતના શાસનમાં જ્ઞાનના પાંચ પ્રકાર કહેલ છે. ૧. મતિજ્ઞાન, ૨. ગુનાન, ૩. અવિધાન, ૪. મન:પર્યવ જ્ઞાન અને ૫. કેવલ જ્ઞાન.
શ્રી
તે પાંચ શાનૌ પૈકી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઈત્ર્યિો અને મનની મદદથી થાય છે જયારે અવિધ, મન:પર્યવ અને કેવલજ્ઞાન આત્માથી પ્રત્યક્ષ થાય છે.
જૈનશાસ્ત્રોમાં આ પાંચ જ્ઞાનાનું સવિસ્તર વર્ણન આપવામાં આવેલ છે. વર્તમાનકાળે આ ક્ષેત્રમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મુખ્યપણે છે.
તેમાં શ્રુતજ્ઞાન મુખ્યપણે બે ભાગમાં વહેંચાયેલું છે: ૧. અંગ પ્રવિષ્ટ અને ૨. અંગ બાહ્ય.
૧. અંગપ્રવિષ્ટ શ્રુત:- શ્રી તીર્થંકર પરમાત્મા પરમતારક તીર્થની સ્થાપના કરે છે તે વખતે વિવાહ પ્રકારની બુદ્ધિના શ્રેણી ગણધર ભગવંતો કિ નન" તત્ત્વ શું?) એ પ્રમાણે પ્રભુને પૂછે છે. તેના ઉત્તરમાં તીર્થં’કર પરમાત્મા “પૂનેઈવા, વિગમેયા, વૈઈ વા" (= દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે. વિનાશ પામે છે અને સ્થિર રહે છે) એ ત્રિપદી આપે છે. એ ત્રિપદીના આધારે બીજ બુદ્ધિના ધણી ગણધર ભગવનો તે જ સમયે દ્વાદશાંગીની રચના કરે છે તે અંગવિધ ને કહેવાય છે.
૨. અંગબાહ્ય શ્રુત :– તીર્થપ્રવર્તન બાદ યથાસમયે ગણધર ભગવંત કે અન્ય સ્થવિર મુનિઓ જે સૂત્રરચના કરે છે તે સર્વ ગળાચક ત કહેવાય છે.
અંગસૂત્રોમાં આ મસ્વરૂપની સન્મુખ થવા માટેની યોગ્ય પ્રવૃત્તિઓના પ્રકારોના વિધિ હોય છે. ઉપાંગસૂત્રામાં અંગસૂત્રોમાં કહેલ આચારની ભૂમિકાને જીવનમાં પરિપક્વ બનાવી વિકાસ કરનાર મહાપુરુ ષોની ચર્ચાનું વર્ણન હોય છે અને અન્ય સૂત્રેામાં બાકીની ખી વાતનું વર્ણન પ છે.
વ
આ રીતે શ્રી તીર્થંકર પરમાત્માની વાણી જે શાસ્ત્રોમાં સ્થિત રીતે ગૂંથી લેવામાં આવી છે તે આગમ કહેવાય છે. પૂર્વે અનેક આગમા હતા, પરંતુ વર્તમાનકાળે ૪૫ આગમો છે,
૧. અગિયાર અંગસૂત્ર:- શ્રી સૌર્ય પ્રભુ પાસેથી ત્રિપદી પ્રાપ્ત કરી ગણધર ભગવંતો વિશિષ્ટ તાના બળથી ગીની રચના કરે છે. તેમાંનું ૧૨મું દ્રષ્ટિવાદ રંગ હાલ વિચા, પામેલ હોવાથી વર્તમાનકાળે અગિયાર અંગો વિદ્યમાન છે. તે આ પ્રમાણે:૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. સ્થાનાંગ, ૪. સમવાયાંગ, ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર), ૬. શાતાધર્મકથાંગ, ૭. ઉપાસક દશાંગ, ૮. અંતકૃદશાંગ, ૯. અનુત્તરૌપપાતિકદશાંગ, ૧૦, પ્રશ્નવ્યાકરણ અને ૧૧. વિપાકશ્રુત ંગ.
નીર્થંકર પરમાત્માની એકાંત હિતકર વાણીને સંગ્રહ કરનાર આ અગ્યાર અંગોમાં અનુક્રમે ૧. આચાર, ૨. સંયમની નિર્મળતા, ૩, હેય-શૈય- ઉપાદેયનું સ્વરૂપ, ૪, અનેક પદાર્થોની વિવિધ માહિતી, ૫, ગણધર શ્રી ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નો અને પ્રભુએ આપેલ ઉત્તરો, દે. અનેક ચરિત્રા અને દર્શન, ૭. દેશ મહાકાવાની વિગત જીવનચરિત્રા, ૮, કેવળજ્ઞાન પામી તરત જ મોક્ષે જનાર મહામુનિઓનાં ચરિત્રા, ૯, સંયમની આરાધના કરી પાંચ અનુત્તરમાં જનાર
વી. નિ. સં. ૨૫૦૩
[] લેખક : શ્રી કપૂરચંદ રણછોડદાસ વાયા, પાલિતાણા, મામુનિઓન વનચરિત્રો, ૧૦, નિસા વગેરે પાપના વિપાકો અને ૧૧. કર્મોનાં શુભાશુભ વિપાકો આદિનાં સવિસ્તર વર્ણના છે.
૨. બાર ઉપાંગસુત્રો:- દશાંગીમાં વર્ણવેગ અનેક વિષયોમાંથી અમુક અમુક વિષય ઉપર વિશેષ વિવેચન કરનારા શાસ્ત્રો તે ઉપાંગ ૧૨ છે. તે આ પ્રમાણે :- 1. ઔપતિક, ૨ રાજપ્રનીય, ૩. જીવાજીવાભિગમ, ૪. પ્રજ્ઞાપના, ૫. સૂર્યપ્રજ્ઞપ્તિ, ૬. જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ, ૭. ચંદ્ર પ્રાપ્તિ, ૮. નિરયાવલિકા, ૯. પાવ નસિકા, ૧૦, પુષ્પિકા, ૧૧. પુષ્પચૂલિકા અને ૧૨. વૃષ્ણિ દશા.
આ બારઉપાંગોમાં અનુક્રમે ૧. દેવાની જુદી જુદી યોનિઓમાં કયા કયા જીવા ઊપજે તેની માહિતી, ૨. પ્રદેશી રાજા અને કેશી ગણધરનો સંવાદ તથા ભદેવે ભગવાનની આગળ કરંગ બત્રી નાટકોની માહિતી. ૩. વ-અવનું સ્વરૂ૫, ૪, જીવ અને પુદગલ સંબંધી ૩૬ પદોનું વર્ણન, ૫. સૂÎસંબંધી વર્ણન, ૬. જબૂ દીપ સંબંધી નાની - મોટી અનેક હકીકતો, ૭. ચંદ્ર સુધી વર્ગને, ૮. ચેડા મહારાજા અને કોણિક મહારાજાના યુદ્ધમાં શ્રેણિક મહારાજાના કાલ - મહાકાલ વગેરે દશ પુત્ર મરીને નરકમાં ગયા તેનું વર્ણન, ૯. કાલ - મહાકાલ વગેરે દશ ભાઈઓના પદ્મ-મહાપદ્મ વગેરે દર્શ પુત્રા સંયમની આરાધના કરી દશમા દેવલાકે ગયા તેનું વર્ણન ૧૦, વર્તમાન ા૨ે વિદ્યમાન સૂર્ય - ચંદ્ર શુક્ર વગેરેના પૂર્વભવો તથા બહુ પુત્રિકા દેવીની કથા વગેરે, ૧૧. જુદી જુદી દેશ દેવીઓના પૂર્વભવોનું વર્ણન અને ૧૨, વાસુદેવનો મોટાભાઈ બળદેવના નિષધ વગેરે બાર પુત્રાના સંયમની આરાધનાને સમજાવનાર જીવનચરિત્ર આદિ વર્ણન આપવામાં આવેલ છે.
૩. છ છંદસૂત્ર:- સંયમ માર્ગે પ્રયાણ કરતાં મુનિજીવનમાં થઈ જનાર દોષોની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત આદિની વ્યવસ્થા દર્શાવનાર સૂત્રેા તે છેદસૂત્ર કહેવાય. તે હાલ છ છે. ૧. નિશીથ, ૨. બૃહત્કલ્પ, ૩. વ્યવહાર, વા, જે ૪. દશાશ્રુતસ્કંધ (હાલ જે પર્યુષણા મહાપર્વમાં પત્ર- બારસસૂત્ર નિયમિત પંચાય છે તે આ સૂત્રનું આઠમું અધ્યયન છે), ૫. જીતકલ્પ અને ૬. મહાનિશીથ. આ સૂત્રામાં મુખ્યત્વે સાધુવનના આચાય, તેમાં લાગતા તો, તે દોષોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત, આદિના વિધાના બતાવી સંયમજીવનની આરાધનાની નિર્મળતા, પરિણામશુદ્ધિ, આચારશુદ્ધિ અને પ્રાયશ્ચિતશુદ્ધિ આદિનું સુંદર વર્ણન છે,
૪. ચાર મૂલ સુત્રો: શાસનની ઉત્પત્તિ, સ્વિતિ અને રક્ષણના પ્રાણસમા ચારિત્રના પાયાને મજબૂત કરનારા, શ્રુતજ્ઞાનના સાચા અધિકારી બનવાની યોગ્યતાનું ઘડતર કરનાર સંયમી જીવનના મૂલગ્રંથો આ પ્રમાણે ચાર છે:- ૧. આવશ્યક સૂત્ર, ૨. દશવૈકાલિક સૂત્ર, ૩. ઓઘનિર્યુકિત- પિડ નિર્યુકિત, અને ૪. ઉત્તરાધ્યયન સૂત્ર.
આ સૂત્રેામાં અનુક્રમે સામાયિક આદિ છ આવશ્યકનું સ્વરૂપ, ૨. સાથે સાધ્વીના મૂળભૂત આચારોનું વર્ણન, ૩. માં ગ્રહણ કર્યા પછી કેવી રીતે બોલવું, ચાલવું, ગાચરી કરવી વગેરે સંયમજીવનને ઉપયાગી બાબતો અને ૪. પરમાત્મા શ્રી મહાવીરદેવની અંતિમ દેશના આદિનું સુંદર વર્ણન છે.
૫. દશ પ્રકીર્ણકો ૫૫ના ચિત્તના આરાધભાવને જાગૃત કરનાર નાના - નાના ગ્રંથો તે પ્રકીર્ણક દશ છે. તે આ પ્રમાણે :૧. ચતુશરણ, ૨. આતુર પ્રત્યાખ્યાન, ૩. મહા પ્રત્યાખ્યાન, ૪,
૧૫
Page #2
--------------------------------------------------------------------------
________________
દ્વાદશાર્ નથચક્ર, એક ચિંતન
[] લેખક: પૂ. પા. તીર્થપ્રભાવક આચાર્યદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ. સા.
સ્યાદવાદની વિશિષ્ટતા : જૈનદર્શન એટલે સર્વીસાપેક્ષ દષ્ટિનું કેન્દ્રસ્થાન. જગતની માત્મવાદમાં માનનારી સધી વિચાર પદ્ધતિઓને વાસ્તવિક સમન્વય એમાં થયેલા છે. તલસ્પર્શી અધ્યયન કરવાથી એનું અનંત ઊંડાણ સ્પષ્ટ બને છે. જગતમાં પ્રત્યેક દર્શનની તટસ્થ વિવેચના એમાં સ્પષ્ટ સમાયેલી છે. એક ન્યાયાધીશની જેમ જૈનદર્શન અત્યંત ચોક્કસાઈપૂર્વક તાપણે પ્રત્યેક દર્શનને ન્યાય આપે છે. એકાંત આગ્રહના કારણે અન્ય દરેક દર્શનમાં પ્રતિપક્ષી દર્શનને ન્યાય આપવામાં આવ્યો નથી. જૈનદર્શન એકાન્તમાં ન કરવામાં મધ્યપણે જે અપેક્ષામ જેની વાત સાચી હોય તે અપેક્ષાએ તેની વાત સ્વીકારી પ્રત્યેક દર્શનને પૂરતો ન્યાય આપે છે. ઘી બધાં જ માટે આરોગ્યપ્રદ છે મા એકાન્ત.
એકાન્ત એટલે અસત્ય. અથવા અર્ધસત્યની સત્ય તરીકે ભ્રમણા તેમ જ પ્રરૂપણા. ધી પચાવી શકનાર માટે આરોગ્યપ્રદ છે અને તેને ન પચાવી શકનાર માટે તે આરોગ્યપ્રદ નથી, એ જ અનેકાન્ત.
ન
અનેકાન્ત એટલે જયાં જ્યાં જે સત્ય હોય ત્યાં ત્યાં તેના સ્વીકાર અને સમર્થન. પચાવી શકનાર માટે ઘી આરોગ્યપ્રદ છે એ વાત જેટલી સાચી છે, તેટલી જ સાચી વાત પચાવી શકનાર માટે ધી આરોગ્યપ્રદ નથી તે છે. આ બંને અપેક્ષાઆ યથાર્થપણે સમજી ન શકનાર ઘીના યથાયોગ્ય ઉપયોગ નહીં કરી શકે. તેમ જ કરાવી પણ નહીં શકે અને સ્વપરને હાનિ કરી બેસશે. ઘીનું ઉદાહરણ સ્થૂલ ભૂમિકા પર છે. પણ તેનાથી સિદ્ધ થતી હકીકત સૂક્ષ્મ ભૂમિકા પર પણ એટલી જ સાચી છે. એક અપેક્ષા સ્વીકારી બીજી અપેક્ષા પ્રત્યે તિરસ્કાર સેવનારની ગણતરી આગ્રહીમાં થાય છે અને આગ્રહી સત્યશોધક બની શકતો નથી. સત્યની શોધ અનેકાન્ત દ્વારા જ શકય બને છે.
વાત
અનેકાન્તવાદ જૈનદર્શનની વિશિષ્ટતા છે. જૈનદર્શન એકાન્તે કોઈ પણ દર્શનનું ખંડન કર્યા વગર જે જે અપેક્ષાએ જે જે દર્શનની વાત સત્ય હોય તે તે અપેક્ષાએ તે તે દર્શનની સ્વીકારી સર્વને ન્યાય અને આવકાર આપે છે. આ એની અપ્રતિમ વિશાળ દષ્ટ અને ઉદારતાનું પ્રતીક છે. એની આ ખુબીને અન્ય કોઈપણ દર્શન સ્પર્શી પણ શકયું નથી. જગતને વિનાશપંથે દોરી રહેલા વાદિવવાદો એકાન્તના આગ્રહમાં હોવાથી અન્ય વાદોને સમાવવા અસમર્થ છે, જયારે જૈનદર્શનની અનેકાન્ત દૃષ્ટિ તે સઘળાંને શાંતિપૂર્વક સમાવવા સમર્થ છે. અનેકાન્તવાદ અપનાવી આજે પણ જગત ન્યાયશાંતિ અને સુખનું મંગલ સામ્રાજ્ય સ્થાપી શકે છે. આ માટે જ જૈનદર્શનમાં નયાની ચર્ચા છે અને પ્રસ્તુત ગ્ર ંથથી નયચક્રના વિષય જોતાં એ વાત સ્પષ્ટપણે સમજાઈ જાય છે.
અમારા મતે વિક્રમની પાંચમી શતાબ્દીમાં થયેલ મહાપુરુષ વાદીપ્રભાવક પૂ.આ. દેવ મલ્લવાદી સૂ. મ. જૈનદર્શનની નય વિચારણાના પ્રાચીન અને વિચક્ષણ તાર્કિક છે. તેઓ પોતે જ પોતાના આ ગ્રન્થમાં જૈનદર્શનની ચાલી આવતી નય વિચારણા કેટલી સૂક્ષ્મ હતી તે બતાવે છે. તેઓ ખૂદ જ લખે છે કે આ ધ પૂર્વ મહાદ્ધિ મુસ્થિત યપ્રાભૂત તરંગાગમ પ્રભુ શ્વાર્ય કણિકા માત્ર છે (ભા. જ. પૂ. ૯ મુદ્રિત.
૧૮
આથી નયપ્રાભૂત જેવા પૂર્વે અને “સપ્તનયશતાર” જેવા ગ્રંથો એ પ્રાચીનકાળમાં પણ જૈન નયવાદના અખૂટ ખજાના હતા. આ તે ખૂદ ગ્રંથકાર જ આ પોતાના ગ્રંથને પૂર્વરૂપ મહાસમુદ્રમાંથી છાનપ્રાભૂતરૂપ નરંગથી છરી પડેલી એક જલકણિકા સમાન કહે છે. તે તેની પાસે નયોની પૂર્વપરંપરા કેવી ભવ્ય હશે ?
તેમનાં સ્તાવકો : આ શાસનપ્રભાવક જ્ઞાનક્રિયાયોગી મહાપુરુષના નામનો ઉલ્લેખ સર્વપ્રથમ હરિભદ્રસૂરિ મ. ની અનેકાન્ત જયપાકામાં તથા ધોબની સ્વોપસ ડીકામાં દેખાય છે. શાંતિસૂરિ મહારાજે તે ન્યાયાવતાર વાતિકની વૃત્તિમાં મલ્લવાદીસૂરિ મહારાજની એક કાવ્યમાં પણ અદભુત સ્તુતિ કરી છે. અને વાદિવેતાલ શાંતિસૂરિ કૃત ઉત્તરાયન સૂત્રની પ્રાકૃત ટીકામાં ના ટીકામાં તે નયચક્રના નામનો ઉલ્લેખ અને નયચક્રની યુકિત પણ મળે છે. ભદ્રેશ્વર સૂ. મ. જે પ્રાકૃત કથાવલીમાં નયચક્ર અને મલ્લવાદીનો યોગ્ય પરિચય આપ્યો છે. મધારી હેમચંદ્રાચાર્ય કૃત વિશેષાવશ્યક ભાગની રીકામાં નચક્રનો નિર્દેશ છે. ત્રિકાળવશે તો અનુમાદિન તાર્કિકા :' કહીને સોમવ્યાકરણમાં એમની તાર્કિકતાની સર્વોત્કૃષ્ટતા ગાઈ છે. તે પછી સહસાવધાની મુનસુંદરસૂરિ વિગેરે અનેકાનેક આચાર્યં ભગવનાએ નયચક્ર તેષા મેળવાદીસૂરિને અવ્યા છે. છેવટના ન્યાયાચાર્ય ન્યાયવિશારદ યશેાવિજય ઉપાધ્યાયજીએ આઠ પ્રભાવકની સજઝાયમાં મલ્લવાદીસૂરિને વાદીપ્રભાવક તરીકે સ્તવ્યા છે અને દ્રવ્યગુણપર્યાયના રાસમાં પ્રતિપાદન કર્યું છે કે નયચક્રના એક અરમાં બારે અર ઊતારી શકાય છે. આમ ગ્રંથ અને ગ્રંથકારને અનેકાનેક જૈનાચાર્યોએ સ્તવ્યા છે.
આ વાદિપ્રભાવક સુરિશ્વરની વાશકિત, તર્કશનિ ખરેખર તેમના કાળમાં પરવાદીરૂપ તારલાઓ માટે મધ્યાહનકાળના તપતા સૂર્ય જેવી હતી. એમની રચના પણ એટલી અદભુત છે કે તેમના કાળમાં અને તે પૂર્વમાં રચાયેલા ગ્રંથો અને ગ્રંથકારોના મર્મને લઈ એમનાં જ વચનોનો આધાર લઈને તેમનાં વાદાને કે સિદ્ધાન્તાને અલૌકિક શૈલીએ અને કોઈ પણ કઠોર વચનના પ્રયોગ કર્યા વગર ત્યાજ્ય કોટીએ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એમણે લીધેલા કેટલાક ગ્રથા એવા છે કે જે હાલમાં ઉપલબ્ધ થતાં નથી અને વર્તમાનમાં ઉપલબ્ધ થતા ગ્રંથામાં જોવા ન મળે એવા લાંબા લાંબા પૂર્વષો અને વાંબી લાંબી ચર્ચાઓ કે જે જટિલ હોવા છતાં સરસ અને સરલ રીતિએ રજૂ કરી દુર્ભે ઘ યુક્તિથી નિરાકરણ કરવામાં સાસ્ત છે. એમના ગ્રન્થના વાંચનાર અને ભણનારને તરત જ ગ્રાહ્ય થઈ પ્રકાણ્ડ વાદી બનાવી દે છે. એવા આ વિશાળ અને ગંભીર ગ્રન્થરત્ન જૈન જગતમાં પૂર્વ છે.
આ વિશાળ ગ્રન્થરાશિનું પૂનિત સંપાદન મારા દેય પૂ. આચાર્ય દેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરિશ્વરજી મહારાજે કરેલ છે. તેના ચતુર્થ ભાગનું ઉદઘાટન ભારતીય તત્ત્વજ્ઞાનના નિષ્ણાત ડો, શ્રી રાધાકૃષ્ણનના હાથે થયેલ છે. ત્યાર બાદ વિધ્રુવર્ય શ્રી જંબુધિયાને પણ આધુનિક અનેક સાધનાના પરિામપૂર્વક ઉપયોગ કરી, નયચક્ર ગ્રન્થનું પ્રકાશન આરંભ્યું છે. બે ભાગ બહાર પડમાં છે અને ત્રીજાજી બાકી છે તેમ જણવામાં આવ્યું છે. હજુ અભ્યાસની દષ્ટિએ આ ગ્રન્થને વિદ્રાનાએ બહુ વિચારવા જેવો છે, માત્ર અતીવ સંક્ષેપથી કંઈક તેના વિષયના ખ્યાલ
રાજેન્દ્ર જ્યોતિ
Page #3
--------------------------------------------------------------------------
________________
ભકતપરિજ્ઞા, ૫. તંદુલવૈચારિક, ૬. સંસ્કારક, ૭ ગચ્છાચાર, ૮. ગણિવિઘા, ૯. દેવેન્દ્રસ્તવ અને ૧૦. મરણસમાધિ.
આ દશ પ્રકીર્ણકમાં અનુ મે ૧. ચાર શરણ, ૨. સમાધિ મરણની પૂર્વ તૈયારી રૂપે આરાધના, ૩, અનશન માટેની તૈયારીની માહિતી, ૪. ચાર આહારનો ત્યાગ માટેની ઉચિત મર્યાદા, ૫. જીવની ગર્ભાવસ્થા પછીની ક્રમિક અવસ્થા વગેરે, ૬. અંતિમ સમયે ચાર આહારનો ત્યાગ કરી સંથારો કેવી રીતે કરવો ? ૭. સાધુઓના આચારની મર્યાદા અને સુવિહિત સમુદાયનું સ્વરૂપ, ૮. આચાર્ય ભગવંતને જરૂરી એવા જયોતિષ - મુહૂર્ત આદિની માહિતી, ૯. તીર્થકર ભગવંતની ભકિત કરી જીવન સફલ બનાવનાર ઈદ્રોનું વર્ણન અને ૧૦. મરણ સમયે સમાધિ જાળવવાની માહિતી આદિના વર્ણને આપેલ છે.
૬, બે ચૂલિકા સૂત્ર:- ૧. નંદી સૂત્ર, ૨. અનુયોગ દ્વાર સૂત્ર, આ બંને આગમ, દરેક આગમના અંગભૂત છે. નંદીસૂત્ર દરેક આગમની વ્યાખ્યાના આરંભે મંગલરૂપે છે અને અનુયાગદ્દારસૂત્ર આગમેની વ્યવસ્થિત વ્યાખ્યા માટે સવિસ્તર માહિતી આપનાર વ્યાખ્યા ગ્રંથ છે. આ બે સૂત્રોના વ્યવસ્થિત અભ્યાસ વિના જૈન આગમનું સાચું રહસ્ય જાણી શકાતું નથી.
આ પ્રમાણે વર્તમાન ૪૫ આગમોને અભ્યાસ કરવાનો અધિકાર છે તે આગમના યોગદ્વહન કરનાર પૂજય મુનિ ભગવંતાનો છે. પૂજ્ય સાધ્વીજી મહારાજો પણ યોગહન કરી આમાંના કેટલાક આગમને અભ્યાસ કરી શકે છે. શ્રાવક -શ્રાવિકાઓ ગુરુ મુખેથી સાંભળી તે તે આગમોના અર્થ જાણી શકે છે, પણ તેઓને માટે ગેટૂહનનું વિધાન ન હોવાથી તે અભ્યાસ કરી શકે નહીં.
આ આગમનાં ૧.મૂળસૂત્રો, ૨. તેની નિર્યુકિતઓ, ૩. ભાળ્યો, ૪. ચૂણિઓ અને ૫. ટીકાઓ, વૃત્તિઓ અવચૂરિ એમ દરેકના પાંચ અંગે છે તે પંચાંગી તરીકે સુપ્રસિદ્ધ છે અને તે દરેક પ્રમાણ ભૂત ગણાય છે.
આ આગમ સાહિત્યના આધારે પૂર્વના જ્ઞાની મહાપુરૂએ જીવનું એકાંત હિત કરવાની ભાવનાથી પ્રેરાઈ સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓમાં લાખ- કોડે શ્લેક પ્રમાણ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરિતાનુયોગ અને ચરણકરણાનુ યોગરૂપે અનેક પ્રકારના સાહિત્યની રચના કરી છે.
અભ્યાસની દષ્ટિએ વિચારીએ તો (4) પંચ પ્રતિક્રમણ, જીવવિચાર આદિ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પ્રાચીન તથા નવ્ય કર્મ ગ્રંથ, પંચ સંગ્રહ, કર્મ પ્રકૃતિ, તત્ત્વાર્થસૂત્ર, બૃહત ક્ષેત્રસમાસ, વિશેષાવશ્યક ભાષ્ય, સપ્તતિકા ભાષ્ય વગેરે તાત્ત્વિક પ્રકરણો.
(ગા) લધુ હમપ્રક્રિયા, સિદ્ધહેમ લધુવૃત્તિ, હવૃત્તિ વગેરે જેન વ્યાકરણ.
(૬) સ્યાદ્વાદ મંજરી, અનેકાંત જયપતાકા, રત્નાવતારિકા, પડદર્શન સમુચ્ચય, ચાકૂદરત્નાકર, સમ્મતિતર્ક, દ્વાદશાર નયચક્ર વગેરે જૈન ન્યાયગ્રન્થ.
(૬) વાભટ્ટાલંકાર, કાવ્યાનુશાસન, નાદર્પણ વગેરે સાહિત્ય શાસ્ત્રના જૈન ગ્રન્થો.
() ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, પ્રબંધકોશ પટ્ટાવલી વગેરે જેને ઈતિહાસના ગ્રન્થો.
(ઉ) જ્ઞાનસાર, અધ્યાત્મસાર, પ્રશમરતિ, સંવેગ રંગશાળા, ઉપદેશ પ્રાસાદ, ઉપદેશ રત્નાકર, ઉપદેશ માળા, સમ્યકત્વ સપ્તતિકા વગેરે જૈન ઉપદેશના ગ્રંથે.
() શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, ધર્મરત્નપ્રકરણ, વિધિમાર્ગપ્રપા, વિચારસાર પ્રકરણ, ઉપદેશપદ, પંચાશક, પ્રવચનપરીક્ષા, ધર્મપરીક્ષા, અધ્યાત્મમત પરીક્ષા, પંચવસ્તુ, ઉપદેશ રહસ્ય, પડશક, વિશીએ, બત્રીશીઓ વગેરે જેના વિચારણાના ગ્રંથે.
() હીરસૌભાગ્ય, દવાશ્રય, શાંતિનાથ મહાકાવ્ય, પાર્શ્વનાથ મહા કાવ્ય, પાંડવચરિત્ર મહાકાવ્ય, વગેરે પઘકાવ્ય, કુવલયમાળા, તિલકમંજરી, ઉપમિતિભવ પ્રપંચ, વૈરાગ્ય કલ્પલતા, વગેરે જૈન ગદ્ય કાવ્યો.
() પ્રાકૃત પ્રવેશ, પ્રાકૃત વ્યાકરણ વગેરે પ્રાકૃત વ્યાકરણ.
(૪) વિજયચંદ કેવલચરિયું, પઉમ ચરિયું, સુરસુંદરી ચરિયું, સુદંસણા ચરિયું, વસુદેવહિડી, સમરાઈગ્યે કહા, ચઉપન્ન મહાનુપુરિસ ચરિયું વગેરે પ્રાકૃત જૈન કાવ્યો.
(9) સત્ય હરિશ્ચંદ્ર, મુદ્રિતકુમુદચંદ્ર, નવવિલાસ વગેરે જૈન નાટક ગ્રન્થ.
(B) શ્રી વીતરાગ તેત્ર, મહાદેવ સ્તોત્ર, સિદ્ધસેનકૃત દ્વાર્જિંશિકા, શોભન સ્તુતિ ચોવીશી, ઐન્દ્ર સ્તુતિ ચોવીશી, ધનપાલ કૃત શ્લભ પંચાશિકા વગેરે જૈન સ્તુતિ ગ્રન્થો.
(ગો) છંદોનું શાસન વગેરે છંદશાસ્ત્રના ગ્રંથ
(બી) પ્રતિમાલેખ સંગ્રહ, પ્રાચીન લેખસંગ્રહ વગેરે જૈન સંશોધનના ગ્રંથે.
(બ) વિવિધ તીર્થક વગેરે તીર્થોની મહત્તા અને મહત્ત્વના સ્થળ દર્શાવનારા ગ્રંથે.
(5:) અહંનીતિ વગેરે જૈન રાજનૈતિક ગ્રંથે. () વાસ્તુશાસ્ત્ર, પ્રાસાદમંડન વગેરે જૈન શિ૯૫ના ગ્રંથ.
(g) લગ્નશુદ્ધિ, દિનશુદ્ધિ, જ્યોતિષ્કરંડક, આરંભસિદ્ધિ વગેરે જૈન જ્યોતિષના ગ્રંથે.
() ધ્વજદંડ, પ્રતિષ્ઠાવિધાન, અહંદભિષેક, અહંભૂજન, સિદ્ધચક્રપૂજન, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર, વગેરે જૈન વિધિ-વિધાનના ગ્રંથે. | (T) અચૂડામણિ, અષ્ટાંગ નિમિત્ત, અંગવિદ્યા વગેરે જૈન નિમિત્ત શાસ્ત્રના ગ્રંથે.
(ડ) પદ્માવતી ક૯૫, ચક્રશ્વરી કલ્પ, સૂરિમંત્ર કલ્પ, ઉવસગહર કલ્પ, નમિઉણ કલ્પ વગેરે જુદા જુદા મંત્ર કલ્પના જૈન ગ્રંથે.
() સ્વર શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, વિવેકવિલાસ ભદ્રબાહુ સંહિતા વગેરે જુદા જુદા વિજ્ઞાનના ગ્રંથે.
રાજેન્દ્ર જ્યોતિ
Page #4
--------------------------------------------------------------------------
________________ (4) યોગશાસ્ત્ર, યોગબિંદુ, યોગષ્ટિ સમુચ્ચય, ધ્યાનશતક, જ્ઞાનાર્ણવ વગેરે જેન યોગના ગ્રંથ. * (7) અભિધાન ચિંતામણી, ધનંજય નામમાળા, દેશી નામમાળા, “અભિધાન રાજેન્દ્ર” વગેરે શૂબ્દકોશે તથા અનેકાંત રત્નમંજૂષા (જેમાં એક શ્લોકના 8 લાખ અર્થ આપેલ છે) શતાર્થ વીથી (જેમાં એક શ્લેકના સે અર્થ કર્યો છે) વગેરે શબ્દ - ચમત્કૃતિના ગ્રંથો. | (7) જૈનશૈલીને અનુસરતા સંગીતશાસ્ત્ર, જૈનવૈદ્યક, જૈન આહાર વિધિ, ભક્ષાભક્ષ્ય વિવેક, ચૈતન્ય વિજ્ઞાન, કર્મ વિજ્ઞાન, સમાજ શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનવ શાસ્ત્ર, નીતિ શાસ્ત્ર આદિ ગ્રંથો. * આ રીતે દરેક પ્રકારના જુદા જુદા પ્રકારની યોગ્યતાવાળા આત્માઓ જુદા જુદા પ્રકારને અભ્યાસ કરી શકે તે માટેનું વિપુલ જૈન સાહિત્ય પૂર્વના મહાપુરુષોએ રચેલ છે. ગુજરાતી આદિ દેશી ભાષાઓમાં પણ જુદા જુદા રાસાઓ 125-150-350 ગાથાના સ્તવનો, નાના-મોટા સ્તવન-સજઝાયના ઢાળિયાએ, સ્તવન ચોવીશીઓ, ચૈત્યવંદન ચોવીશીએ સ્તુતિ વીશીઓ, સ્તવન વીશીઓ, સમુદ્ર-વહાણ સંવાદ, ચૈત્યવંદન સ્તુતિ-સ્તવન-સજઝાય આદિ વિપુલ સાહિત્ય પૂર્વના મહાપુરૂએ રચેલ છે. વર્તમાનમાં પણ સ્વ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. શ્રીની પ્રેરણાથી તેમના શિષ્ય-પ્રશિષ્યાદિએ લાખ શ્લોક પ્રમાણ કર્મ - વિષયક જૈન સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં નિર્માણ કરેલ છે. આ શું થાના અભ્યાસ માટે વ્યવસ્થિત મોજના કરવામાં આવે અને તેમાં રસ લેનાર વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ, ઉચ્ચ પ્રકારના ઈનામે અને પ્રમાણપત્રો આપવામાં આવે, તે તે ગ્રંથોના વ્યવસ્થિત અભ્યાસ માટે કેન્દ્રો ઊભા કરવામાં આવે તે પૂર્વના મહાપુએ રચેલ ભિન્ન ભિન્ન વિદ્યાના જુદા જુદા શાસ્ત્રને અભ્યાસ ચાલુ થવાથી તે તે વિષયના જાણકાર પુરુષો મળી રહેશે. તે તે ગ્રંથોનું પઠન-પાઠન ભવિષ્યમાં ચાલુ રહેશે તો જૈન શૈલી અનુસાર નવા વિવેચને, સ્પષ્ટીકરણો અને સંશોધનો ઉમેરાશે અને આપણી આ ઉપકારક પ્રાચીન વિદ્યા ચિરકાળ જીવંત રહેશે. આપણી પાસે હજારો વર્ષોથી પૂર્વાચાર્યોએ રચેલાં જ્ઞાનનાં લાખ પુસ્તકો વિદ્યમાન છે, છતાં તેના અભ્યાસની યોગ્ય દિશા હાલમાં લગભગ બંધ પડી છે. શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા--મહેસાણા, તે અંગે આંશિક કાર્ય કરી રહી છે, પણ તેને વિશિષ્ટ રીતે ચાલુ કરવામાં આવે તે માનવજગતને અત્યંત ઉપકારક નીવડે તેમ છે. શકિતસંપન્ન આત્માઓ એ માટે યોગ્ય પ્રયત્ન કરે એ જ અભ્યર્થના NR * વી. નિ. સં. 2503 Jain Education Intermational