________________
દ્વાદશાર્ નથચક્ર, એક ચિંતન
[] લેખક: પૂ. પા. તીર્થપ્રભાવક આચાર્યદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ. સા.
સ્યાદવાદની વિશિષ્ટતા : જૈનદર્શન એટલે સર્વીસાપેક્ષ દષ્ટિનું કેન્દ્રસ્થાન. જગતની માત્મવાદમાં માનનારી સધી વિચાર પદ્ધતિઓને વાસ્તવિક સમન્વય એમાં થયેલા છે. તલસ્પર્શી અધ્યયન કરવાથી એનું અનંત ઊંડાણ સ્પષ્ટ બને છે. જગતમાં પ્રત્યેક દર્શનની તટસ્થ વિવેચના એમાં સ્પષ્ટ સમાયેલી છે. એક ન્યાયાધીશની જેમ જૈનદર્શન અત્યંત ચોક્કસાઈપૂર્વક તાપણે પ્રત્યેક દર્શનને ન્યાય આપે છે. એકાંત આગ્રહના કારણે અન્ય દરેક દર્શનમાં પ્રતિપક્ષી દર્શનને ન્યાય આપવામાં આવ્યો નથી. જૈનદર્શન એકાન્તમાં ન કરવામાં મધ્યપણે જે અપેક્ષામ જેની વાત સાચી હોય તે અપેક્ષાએ તેની વાત સ્વીકારી પ્રત્યેક દર્શનને પૂરતો ન્યાય આપે છે. ઘી બધાં જ માટે આરોગ્યપ્રદ છે મા એકાન્ત.
એકાન્ત એટલે અસત્ય. અથવા અર્ધસત્યની સત્ય તરીકે ભ્રમણા તેમ જ પ્રરૂપણા. ધી પચાવી શકનાર માટે આરોગ્યપ્રદ છે અને તેને ન પચાવી શકનાર માટે તે આરોગ્યપ્રદ નથી, એ જ અનેકાન્ત.
ન
અનેકાન્ત એટલે જયાં જ્યાં જે સત્ય હોય ત્યાં ત્યાં તેના સ્વીકાર અને સમર્થન. પચાવી શકનાર માટે ઘી આરોગ્યપ્રદ છે એ વાત જેટલી સાચી છે, તેટલી જ સાચી વાત પચાવી શકનાર માટે ધી આરોગ્યપ્રદ નથી તે છે. આ બંને અપેક્ષાઆ યથાર્થપણે સમજી ન શકનાર ઘીના યથાયોગ્ય ઉપયોગ નહીં કરી શકે. તેમ જ કરાવી પણ નહીં શકે અને સ્વપરને હાનિ કરી બેસશે. ઘીનું ઉદાહરણ સ્થૂલ ભૂમિકા પર છે. પણ તેનાથી સિદ્ધ થતી હકીકત સૂક્ષ્મ ભૂમિકા પર પણ એટલી જ સાચી છે. એક અપેક્ષા સ્વીકારી બીજી અપેક્ષા પ્રત્યે તિરસ્કાર સેવનારની ગણતરી આગ્રહીમાં થાય છે અને આગ્રહી સત્યશોધક બની શકતો નથી. સત્યની શોધ અનેકાન્ત દ્વારા જ શકય બને છે.
વાત
અનેકાન્તવાદ જૈનદર્શનની વિશિષ્ટતા છે. જૈનદર્શન એકાન્તે કોઈ પણ દર્શનનું ખંડન કર્યા વગર જે જે અપેક્ષાએ જે જે દર્શનની વાત સત્ય હોય તે તે અપેક્ષાએ તે તે દર્શનની સ્વીકારી સર્વને ન્યાય અને આવકાર આપે છે. આ એની અપ્રતિમ વિશાળ દષ્ટ અને ઉદારતાનું પ્રતીક છે. એની આ ખુબીને અન્ય કોઈપણ દર્શન સ્પર્શી પણ શકયું નથી. જગતને વિનાશપંથે દોરી રહેલા વાદિવવાદો એકાન્તના આગ્રહમાં હોવાથી અન્ય વાદોને સમાવવા અસમર્થ છે, જયારે જૈનદર્શનની અનેકાન્ત દૃષ્ટિ તે સઘળાંને શાંતિપૂર્વક સમાવવા સમર્થ છે. અનેકાન્તવાદ અપનાવી આજે પણ જગત ન્યાયશાંતિ અને સુખનું મંગલ સામ્રાજ્ય સ્થાપી શકે છે. આ માટે જ જૈનદર્શનમાં નયાની ચર્ચા છે અને પ્રસ્તુત ગ્ર ંથથી નયચક્રના વિષય જોતાં એ વાત સ્પષ્ટપણે સમજાઈ જાય છે.
Jain Education International
અમારા મતે વિક્રમની પાંચમી શતાબ્દીમાં થયેલ મહાપુરુષ વાદીપ્રભાવક પૂ.આ. દેવ મલ્લવાદી સૂ. મ. જૈનદર્શનની નય વિચારણાના પ્રાચીન અને વિચક્ષણ તાર્કિક છે. તેઓ પોતે જ પોતાના આ ગ્રન્થમાં જૈનદર્શનની ચાલી આવતી નય વિચારણા કેટલી સૂક્ષ્મ હતી તે બતાવે છે. તેઓ ખૂદ જ લખે છે કે આ ધ પૂર્વ મહાદ્ધિ મુસ્થિત યપ્રાભૂત તરંગાગમ પ્રભુ શ્વાર્ય કણિકા માત્ર છે (ભા. જ. પૂ. ૯ મુદ્રિત.
૧૮
આથી નયપ્રાભૂત જેવા પૂર્વે અને “સપ્તનયશતાર” જેવા ગ્રંથો એ પ્રાચીનકાળમાં પણ જૈન નયવાદના અખૂટ ખજાના હતા. આ તે ખૂદ ગ્રંથકાર જ આ પોતાના ગ્રંથને પૂર્વરૂપ મહાસમુદ્રમાંથી છાનપ્રાભૂતરૂપ નરંગથી છરી પડેલી એક જલકણિકા સમાન કહે છે. તે તેની પાસે નયોની પૂર્વપરંપરા કેવી ભવ્ય હશે ?
તેમનાં સ્તાવકો : આ શાસનપ્રભાવક જ્ઞાનક્રિયાયોગી મહાપુરુષના નામનો ઉલ્લેખ સર્વપ્રથમ હરિભદ્રસૂરિ મ. ની અનેકાન્ત જયપાકામાં તથા ધોબની સ્વોપસ ડીકામાં દેખાય છે. શાંતિસૂરિ મહારાજે તે ન્યાયાવતાર વાતિકની વૃત્તિમાં મલ્લવાદીસૂરિ મહારાજની એક કાવ્યમાં પણ અદભુત સ્તુતિ કરી છે. અને વાદિવેતાલ શાંતિસૂરિ કૃત ઉત્તરાયન સૂત્રની પ્રાકૃત ટીકામાં ના ટીકામાં તે નયચક્રના નામનો ઉલ્લેખ અને નયચક્રની યુકિત પણ મળે છે. ભદ્રેશ્વર સૂ. મ. જે પ્રાકૃત કથાવલીમાં નયચક્ર અને મલ્લવાદીનો યોગ્ય પરિચય આપ્યો છે. મધારી હેમચંદ્રાચાર્ય કૃત વિશેષાવશ્યક ભાગની રીકામાં નચક્રનો નિર્દેશ છે. ત્રિકાળવશે તો અનુમાદિન તાર્કિકા :' કહીને સોમવ્યાકરણમાં એમની તાર્કિકતાની સર્વોત્કૃષ્ટતા ગાઈ છે. તે પછી સહસાવધાની મુનસુંદરસૂરિ વિગેરે અનેકાનેક આચાર્યં ભગવનાએ નયચક્ર તેષા મેળવાદીસૂરિને અવ્યા છે. છેવટના ન્યાયાચાર્ય ન્યાયવિશારદ યશેાવિજય ઉપાધ્યાયજીએ આઠ પ્રભાવકની સજઝાયમાં મલ્લવાદીસૂરિને વાદીપ્રભાવક તરીકે સ્તવ્યા છે અને દ્રવ્યગુણપર્યાયના રાસમાં પ્રતિપાદન કર્યું છે કે નયચક્રના એક અરમાં બારે અર ઊતારી શકાય છે. આમ ગ્રંથ અને ગ્રંથકારને અનેકાનેક જૈનાચાર્યોએ સ્તવ્યા છે.
આ વાદિપ્રભાવક સુરિશ્વરની વાશકિત, તર્કશનિ ખરેખર તેમના કાળમાં પરવાદીરૂપ તારલાઓ માટે મધ્યાહનકાળના તપતા સૂર્ય જેવી હતી. એમની રચના પણ એટલી અદભુત છે કે તેમના કાળમાં અને તે પૂર્વમાં રચાયેલા ગ્રંથો અને ગ્રંથકારોના મર્મને લઈ એમનાં જ વચનોનો આધાર લઈને તેમનાં વાદાને કે સિદ્ધાન્તાને અલૌકિક શૈલીએ અને કોઈ પણ કઠોર વચનના પ્રયોગ કર્યા વગર ત્યાજ્ય કોટીએ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એમણે લીધેલા કેટલાક ગ્રથા એવા છે કે જે હાલમાં ઉપલબ્ધ થતાં નથી અને વર્તમાનમાં ઉપલબ્ધ થતા ગ્રંથામાં જોવા ન મળે એવા લાંબા લાંબા પૂર્વષો અને વાંબી લાંબી ચર્ચાઓ કે જે જટિલ હોવા છતાં સરસ અને સરલ રીતિએ રજૂ કરી દુર્ભે ઘ યુક્તિથી નિરાકરણ કરવામાં સાસ્ત છે. એમના ગ્રન્થના વાંચનાર અને ભણનારને તરત જ ગ્રાહ્ય થઈ પ્રકાણ્ડ વાદી બનાવી દે છે. એવા આ વિશાળ અને ગંભીર ગ્રન્થરત્ન જૈન જગતમાં પૂર્વ છે.
આ વિશાળ ગ્રન્થરાશિનું પૂનિત સંપાદન મારા દેય પૂ. આચાર્ય દેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરિશ્વરજી મહારાજે કરેલ છે. તેના ચતુર્થ ભાગનું ઉદઘાટન ભારતીય તત્ત્વજ્ઞાનના નિષ્ણાત ડો, શ્રી રાધાકૃષ્ણનના હાથે થયેલ છે. ત્યાર બાદ વિધ્રુવર્ય શ્રી જંબુધિયાને પણ આધુનિક અનેક સાધનાના પરિામપૂર્વક ઉપયોગ કરી, નયચક્ર ગ્રન્થનું પ્રકાશન આરંભ્યું છે. બે ભાગ બહાર પડમાં છે અને ત્રીજાજી બાકી છે તેમ જણવામાં આવ્યું છે. હજુ અભ્યાસની દષ્ટિએ આ ગ્રન્થને વિદ્રાનાએ બહુ વિચારવા જેવો છે, માત્ર અતીવ સંક્ષેપથી કંઈક તેના વિષયના ખ્યાલ
રાજેન્દ્ર જ્યોતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org