Book Title: Jayanand Keval Charitrana 10 ma Sargma Sangit Vishayak Samgri Vichar
Author(s): Babulal S Shah
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 3
________________ vol. lll - 1997-2002 જયાનંદ કેવલિ.... ૨૪૭ ગંધર્વ (ગાનાર પુરુષ) શરીરે કૃશતા અને સ્થૂલતા રહિત હોવો જોઈએ, તેના ગળામાં કોઈ પણ રોગ ન હોવો જોઈએ, અથવા તો સર્વપ્રકારે નીરોગી, આનંદિત, અને યૌવનસંપન્ન જોઈએ. તલ, તેલ, અડદ, અને ગોળ વગેરેનો આહાર કરનાર ન હોય, સાકર તથા મધયુક્ત દૂધ તથા જળનું પાન કરતો હોય, અતિ ઉષ્ણ અને અતિ શીત ભોજનનો ત્યાગ કરનારો, અને તાંબૂલથી અત્યંત વિશુદ્ધ મુખવાળો પુરુષ અથવા આવા ગુણવાળી સ્ત્રી શુદ્ધ ગીતગાન કરી શકે છે. આવા મનુષ્યની નાભિથી પ્રયત્ન વડે પ્રેરાયેલો જે વાયુ ઉત્પન્ન થાય, તેને ગીતકળાના નિપુણ પુરુષો પ્રાણવાયુ કહે છે. તે પ્રાણવાયુ મૂર્ધસ્થાનમાં ઊંચે રહેલો, મુખમાં ભ્રમણ કરતો જીભ, દાંત, ઓઠ અને તાલુને વિષે પરાવર્તન પામી—અથડાઈવર્ણોને અને નાદને ઉત્પન્ન કરે છે. તે નાદ મંદ, મધ્યમ, અને તાર એમ ત્રણ પ્રકારનો છે. તે નાદ સ્થાનાદિકના પ્રભાવે સાત પ્રકારે સ્વરના ભેદવાળો છે. વળી તે સ્વરોના સામાન્ય અને વિશેષ એવા બે ભેદો છે : તથા ગ્રામ, ષ′′—મધ્યમ અને પંચમ—એમ ત્રણ પ્રકારે કહેવાય છે. સ્વર અને ગ્રામને વિષે ૨૧ મૂર્ચ્છના હોય છે. આ સ્વરોને વિષે રાગો ઉત્પન્ન થાય છે. તે રાગો કુલ ૪૨ હોય છે. તેમાં આગમિક—એટલે કે શાસ્ત્રીય અને દેશજ એટલે કે ‘દેશી’ એમ બે પ્રકારનું ગીત કહેવાય છે. સંગીતશાસ્ત્રના સ્વરૂપનું વર્ણન કરતાં (પ્રાકૃત ભાષામાં) કહ્યું છે કે—— “તે સ્વરોમાં ૪૨ રાગો ઉત્પન્ન થાય છે, અને તેમાં બે પ્રકારનું ગીત ઊપજે છે—ગવાય છે. તે આ પ્રમાણે—આગમિક અને દેશી.” “તેમાં આગમ સંબંધી ગીતના સાત સાત વખત છ ભેદો બતાવ્યા છે — સાત સીગડા, સાત ભાણિયા, એક એક ભાણિયાની બબે સ્ત્રીઓ, ૭૮ ૬ =૪૨.” “તથા બીજા ભેદમાં જે દેશી ગીત કહ્યું છે તે એલામાષ્ટિત અને દ્વિપદી ભેદથી અનેક પ્રકારનું છે.’ ૫૦ અથવા ૪૨ રાગો લોકમાં પ્રસિદ્ધ જ છે, તે આ પ્રમાણે ૧ શ્રી, ૨ વસંત, ૩ પંચમ, ૪ ભૈરવ, ૫ મેઘ અને છઠ્ઠો નટ્ટનરાયણ. આ છ ‘રાગ’ છે. ૧ ગૌરી, ૨ કોલાહલા, ૩ અં(ગાં)ધારી, ૪ દ્રવિડી, ૫ માલકૈશિકીય, અને ૬ દેવગાંધાર : આ છ રાગિણી પહેલા શ્રીરાગમાંથી ઉત્પન્ન થાય છે. ૧ હિંડોલા, ૨ કૌશિકી, ૩ રામગ્રી(ક્રીય), ૪ દ્રુમમંજરી, ૫ ગુંડકૃતિય (ક્રીય), અને ૬ દેશાખી, એ છ બીજા વસંત નામના રાગમાંથી નીકળેલી રાગિણીઓ છે. ૧ ભૈરવી, ૨ ગુર્જરી, ૩ ભાષા, ૪ વેલાકુલા, ૫ કર્ણાટી, અને ૬ રક્તહંસા : આ છ ત્રીજા ‘પંચમ’, રાગમાંથી પ્રગટેલ રાગિણીઓ છે. ૧ ત્રિગુણા, ૨ સ્તંભતીર્થા, ૩ આભીરી, ૪ કકુભા, ૫ વિપ્પરીટી-વૈરાડી(ટી), અને ૬ વસંબેરી. આ છ ચોથા ભૈરવ રાગમાં મનાયેલી રાગિણીઓ છે. ૧ બંગાલા, ૨ મધુરી, ૩ કો(કા)મોદા, ૪ દોષશાટિકા, ૫ દેવગિર, અને ૬ દેવાલા. આ છ મેઘરાગથી ઉત્પન્ન થયેલ રાગિણીઓ છે. ૧ તોડી, ૨ મોટકરી, ૩ શ્રીભૂપાલપ્રિયા, ૪ નટ્ટા, ૫ ધનાશ્રી, અને ૬ મલ્લી-માલવી. આ છ છઠ્ઠી નટ્ટનરાયણ રાગથી ઉત્પન્ન થયેલી રાગિણીઓ છે. આમ કુલ ૩૬ (રાગિણીઓ) થાય છે. શ્રીરાગમાં માલવરાગ ગુરુ છે. વસંતમાં બાણરાગ ગુરુ છે. પંચમમાં પૂર્વિક રાગ ગુરુ છે. ભૈરવમાં કેદારક રાગ ગુરુ છે. મેધરાગમાં સાલિરાગ ગુરુ છે. ૫. તથા નટ્ટનરાયણમાં કલ્યાણરાગ ગુરુ છે. ૬. આ છ ગુરુ મળી કુલ ૪૨ રાગો થાય છે. આ ગીતશાસ્ત્ર ઘણા સમયનો ભોગ આપી અધ્યયન કરાયેલું છે. તેથી વિસ્તારથી કહેવા માટે ઘણો સમય જોઈએ માટે સંક્ષેપથી અત્યારે કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4