Book Title: Jayanand Keval Charitrana 10 ma Sargma Sangit Vishayak Samgri Vichar
Author(s): Babulal S Shah
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Catalog link: https://jainqq.org/explore/249352/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જયાનંદ કેવલિચરિત્રના દશમ સર્ગમાં સંગીતવિષયક સામગ્રી-વિચાર (સ્વ.) પં. બાબુભાઈ સવચંદ શાહ તપાગચ્છીય શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત સંસ્કૃત ભાષા નિબદ્ધ શ્રી જયાનંદ કેવલિ ચરિત્ર' (પ્રાયઃ ઈસ્વી ૧૫મી સદી પ્રથમ ચરણ)માં દશમા સર્ગમાં ચરિત્રનાયક વામન (જયાનંદ) અને ત્રણ રાજકન્યાના પિતા રાજા શ્રીપતિની સભામાં થયેલા સંવાદમાં, સંગીત-પૃચ્છાના ઉત્તર રૂપે, વામને જે માહિતી આપી છે તે ભારતીય તેમ જ પશ્ચિમ ભારતના સંગીત સંબદ્ધ ગ્રંથોમાં મળી તો આવે છે ; પરંતુ અહીં કેટલીક નાની નાની પણ ‘ગુરુરાગ’ જેવી નવીન વાતો પણ છે, અને હાલ અપ્રાપ્ય એવા સંગીતના કોઈ પ્રાકૃત ગ્રંથમાંથી એક ઉદ્ધરણ પણ આપ્યું છે, જે મધ્યકાલીન સંગીતશાસ્ત્રના અભ્યાસીઓને ઉપયોગી નીવડી શકે તેમ છે. ગાયકને કંઠને સક્ષમ રાખવા માટે ખાવામાં હેય-ઉપાદેય વસ્તુઓની વાત પણ આવે છે, જે પછીથી લોકસાહિત્યમાં સોરઠા રૂપે મળી આવે છે. મૂળ પાઠ આપ્યા પછી તેનો અનુવાદ આપ્યો છે. जयानन्दकेवलि चरित्र ( सर्ग १० ) प्राग्वद् ध्यात्वा नृपोऽवादीद् गीतं चेद् वेत्सि वामन ! । तर्हि सर्वोत्तमं गाय तत्स्वरूपं निवेद्य नः ॥ ४९ ॥ वामनः स्माह तत् किञ्चित् प्रसादाद् वेद्मि सद्गुरोः । तत्स्वरूपं तु संक्षेपाद् वच्मि राजन् निशम्यताम् ॥५०॥ तथाहिगान्धर्वं त्रिसमुत्थानं तन्त्री वेणु नरोद् भवम् । वीणा त्रिसरिका - सारङ्ग्याद्या तन्त्रीस्त्वनेकधा ॥५१|| रागो विजृम्भमाणो नुर्हदि मन्द्रादिभेदतः । तस्याश्छिद्रकसंस्पर्शवशेनोत्पद्यते किल ॥५२॥ एवं वंशेऽपि वीणायां नालशुद्धिस्तु वर्जनात् । शल्यादीनां तथा तुम्बशुद्धिर्वृत्तादिकैर्गुणैः ॥५३॥ तन्त्रीशुद्धिर्बलिस्नायुवालाद्युज्झिततत्कृतैः । इत्यादि वेणु-सारङगी - त्रिसर्यादिष्वपीष्यते ॥५४॥ इत्यादिविस्तरो लक्षमितैः शास्त्रैः प्ररूपितः । कियान् कथयितुं शक्यो राजन्नौत्सुक्यतोऽधुना ॥ ५५ ॥ अथ गन्धर्वमुच्येत किञ्चिन्मानुषसम्भवम् । गाता स्यादकृशोऽस्थूलो गले स्यादामयोज्झितः ॥५६॥ सर्वथा वाऽपि नीरोगो मुदितो यौवनान्वितः । तिलयुक्तैलकुल्माष - गुडाद्याहारवर्जकः ॥५७॥ शर्करामधुयुग्दुग्धपानीयात्युष्णशीतभुक् । ताम्बूलसुविशुद्धास्यो नरो नार्यपि वेदृशी ॥५८॥ प्रयत्नप्रेरितस्तस्य नाभिना वायुरुत्थितः । अयं गीतकलाविज्ञैः प्राणाह्नः कथितः पुनः ॥५९॥ मूत्थितो मुखे भ्राम्यज्जिह्वादन्तोष्ठतालुनि । परावर्त्तवशाद्वर्णान् नादं च जनयेत् ततः ॥६०॥ स मन्द्रमध्यताराह्वः स्थानादिवशतः पुनः । सप्तधा स्वरभेदेन भिद्यन्ते ते स्वराः पुनः ॥६१|| सामान्यतो विशेषाच्च त्रयो ग्रामा भवन्ति च । स्वरग्रामेष्वथो संमूर्च्छनाश्चैष्वेकविंशतिः ॥६२॥ उत्पद्यन्ते स्वरेष्वेषु रागास्ते सप्त षड्गुणाः । तेषु गीतं द्विधा चाऽऽगमिकं स्याद्देशजं तथा ॥६३॥ यदुक्तम् Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ બાબુભાઈ સવચંદ શાહ Nirgrantha तेसुय सरेसु बायालीसं रागा उपज्जंति, तेसुय रागेसु दुहा गीयं उपज्जइ, तं जहा-आगमियं देसिजं च । तत्थाऽऽगमियं सत्त सीगडा, सत्त भाणियाओ, भाणय भाणय दुविलियाओ य, तत्थ देसिजं च एलामठ्ठियदुवईभेयमणेगविहं इत्यादि । रागाश्च पञ्चाशत् द्विचत्वारिंशद् वा लोकप्रसिद्धा एव । तथाहि श्रीरागो वसन्तश्च पञ्चमो भैरवस्तथा । मेघरागस्तु विज्ञेयः षष्ठो नट्टनरायणः ॥६४॥ गौरी कोलहलांधारी द्रविडी मालकैशिकी । षष्ठी स्याद्देवगान्धारी श्रीरागस्य विनिर्गताः ॥६५॥ हिण्डोला कौशिकी चैव रामग्री द्रुममञ्जरी । गुण्डकृतिर्हि देशाखी: संवदन्ति वसन्तके ॥६६॥ भैरवी गूर्जरी चैव भाषा वेलाकुला तथा । कर्णाटी रक्तहंसा च षडेता पञ्चमे स्मृताः ॥६७।। त्रिगुणा स्तम्भतीर्था च आभीरी ककुभा तथा । विप्परीडी वसंबेरी षडेता भैरवे मताः ॥६८॥ बङ्गाला मधुरी चैव कामोदा दोषशाटिका । देवग्री चैव देवाला षडेता मेघरागतः ॥६९।। तोडी मोटकरी चैव श्रीभूपालप्रिया तथा । नट्टा धनाश्री मल्ली च षडेताश्च नरायणात् ॥७०॥इति ३६ । श्रीरागे मालवो गुरु, वसन्ते बाणगुरु, पञ्चमे पूर्विओ गुरु, भैरवे केदारओ गुरु, मेघरागे सालि गुरु, नट्टनरायणे कल्याण गुरु इति गुरुषट्कम् ॥ एतत् कालेन चाधीतं वक्तुं कालेन शक्यते । राजन् ! स्तुतिश्च निन्दा च प्रायो गीते प्रवर्तते ॥१॥ न सज्जनमुखान्निन्दा निर्यातीति न वच्मि ताम् । स्तुतिः पुनर्भवेद् द्वेधा सदसद्गुणकीर्तनात् ॥७२।। असद्गुणा विवाहादौ नीचैरन्यत्र चेष्यते । मृषावादी तु दोषाढ्यः सद्भिस्तु क्रियते न सा ॥७३॥ सन्तोऽपि द्विविधाः साधारणाऽसाधारणा गुणाः । साधारणा जनेष्वाप्याः प्रायः सर्वेष्वपीह ये ७४॥ શ્લોક ૪૯ થી ૭૪ સુધીનું ગુજરાતી ભાષાંતર પૂર્વની જેમ વિચાર કરી રાજાએ કહ્યું “હે વામન ! જો તું કળા જાણતો હોય તો અમને ગીતનું સ્વરૂપ કહી પછી સર્વોત્તમ ગાયન કર.” તે સાંભળી વામન બોલ્યો-“હે રાજન્ ! સદ્દગુરુની કૃપાથી ગીતકળાનું સ્વરૂપ હું કંઈક જાણું છું, તે સંક્ષેપથી કરું છું. સાંભળો : अनुवाद તંત્રી, વેણુ, અને મનુષ્ય એ ત્રણથી ઉત્પન્ન થતું ગાંધર્વગીત ત્રણ પ્રકારનું છે. તેમાં વીણા ત્રિસરી, સારંગી ઇત્યાદિ પ્રકારની છે અને તંત્રી અનેક પ્રક્રારની છે. મનુષ્યના હૃદયમાં મંદ્રાદિક (મંદ્ર, મધ્યમ, અને તાર) ભેદથી વિકાસ પામતો રાગ તે તંત્રીના છિદ્રને સ્પર્શ કરવાથી ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે વંશવેણુને વિષે પણ જાણવું. વળી વીણાને વિષે શલ્યાદિકનો ત્યાગ કરવાથી તેના નાલની (વંશરૂપ દંડની) શુદ્ધિ થાય છે, તથા વૃત્તાદિક ગુણો વડે તેના તુંબતુંબડા–ની શુદ્ધિ થાય છે, તેમ જ વલિ-વળિયાં, સ્નાયુ-નસ, અને વાળ-કેશ વગેરેનો ત્યાગ કરવાથી (ન રહેવા દેવાથી) તંત્રી તાંતની શુદ્ધિ થાય છે. એ રીતે જ વેણ, સારંગી, અને ત્રિસરી વગેરેની પણ શુદ્ધિ કરાય છે ઇત્યાદિ. લાખો શ્લોકો પ્રમાણ આ સંગીતશાસ્ત્રનો વિસ્તાર પૂર્વ પુરુષોએ કરેલો છે, તો હે રાજન્ ! અત્યારે ઉત્સુકતાને લીધે કેટલો વિસ્તાર કરવો શક્ય છે ? હવે મનુષ્યથી ઉત્પન્ન થયેલા ગાંધર્વગીતના વિષયમાં કંઈક કહું છું, તે સાંભળો : Page #3 -------------------------------------------------------------------------- ________________ vol. lll - 1997-2002 જયાનંદ કેવલિ.... ૨૪૭ ગંધર્વ (ગાનાર પુરુષ) શરીરે કૃશતા અને સ્થૂલતા રહિત હોવો જોઈએ, તેના ગળામાં કોઈ પણ રોગ ન હોવો જોઈએ, અથવા તો સર્વપ્રકારે નીરોગી, આનંદિત, અને યૌવનસંપન્ન જોઈએ. તલ, તેલ, અડદ, અને ગોળ વગેરેનો આહાર કરનાર ન હોય, સાકર તથા મધયુક્ત દૂધ તથા જળનું પાન કરતો હોય, અતિ ઉષ્ણ અને અતિ શીત ભોજનનો ત્યાગ કરનારો, અને તાંબૂલથી અત્યંત વિશુદ્ધ મુખવાળો પુરુષ અથવા આવા ગુણવાળી સ્ત્રી શુદ્ધ ગીતગાન કરી શકે છે. આવા મનુષ્યની નાભિથી પ્રયત્ન વડે પ્રેરાયેલો જે વાયુ ઉત્પન્ન થાય, તેને ગીતકળાના નિપુણ પુરુષો પ્રાણવાયુ કહે છે. તે પ્રાણવાયુ મૂર્ધસ્થાનમાં ઊંચે રહેલો, મુખમાં ભ્રમણ કરતો જીભ, દાંત, ઓઠ અને તાલુને વિષે પરાવર્તન પામી—અથડાઈવર્ણોને અને નાદને ઉત્પન્ન કરે છે. તે નાદ મંદ, મધ્યમ, અને તાર એમ ત્રણ પ્રકારનો છે. તે નાદ સ્થાનાદિકના પ્રભાવે સાત પ્રકારે સ્વરના ભેદવાળો છે. વળી તે સ્વરોના સામાન્ય અને વિશેષ એવા બે ભેદો છે : તથા ગ્રામ, ષ′′—મધ્યમ અને પંચમ—એમ ત્રણ પ્રકારે કહેવાય છે. સ્વર અને ગ્રામને વિષે ૨૧ મૂર્ચ્છના હોય છે. આ સ્વરોને વિષે રાગો ઉત્પન્ન થાય છે. તે રાગો કુલ ૪૨ હોય છે. તેમાં આગમિક—એટલે કે શાસ્ત્રીય અને દેશજ એટલે કે ‘દેશી’ એમ બે પ્રકારનું ગીત કહેવાય છે. સંગીતશાસ્ત્રના સ્વરૂપનું વર્ણન કરતાં (પ્રાકૃત ભાષામાં) કહ્યું છે કે—— “તે સ્વરોમાં ૪૨ રાગો ઉત્પન્ન થાય છે, અને તેમાં બે પ્રકારનું ગીત ઊપજે છે—ગવાય છે. તે આ પ્રમાણે—આગમિક અને દેશી.” “તેમાં આગમ સંબંધી ગીતના સાત સાત વખત છ ભેદો બતાવ્યા છે — સાત સીગડા, સાત ભાણિયા, એક એક ભાણિયાની બબે સ્ત્રીઓ, ૭૮ ૬ =૪૨.” “તથા બીજા ભેદમાં જે દેશી ગીત કહ્યું છે તે એલામાષ્ટિત અને દ્વિપદી ભેદથી અનેક પ્રકારનું છે.’ ૫૦ અથવા ૪૨ રાગો લોકમાં પ્રસિદ્ધ જ છે, તે આ પ્રમાણે ૧ શ્રી, ૨ વસંત, ૩ પંચમ, ૪ ભૈરવ, ૫ મેઘ અને છઠ્ઠો નટ્ટનરાયણ. આ છ ‘રાગ’ છે. ૧ ગૌરી, ૨ કોલાહલા, ૩ અં(ગાં)ધારી, ૪ દ્રવિડી, ૫ માલકૈશિકીય, અને ૬ દેવગાંધાર : આ છ રાગિણી પહેલા શ્રીરાગમાંથી ઉત્પન્ન થાય છે. ૧ હિંડોલા, ૨ કૌશિકી, ૩ રામગ્રી(ક્રીય), ૪ દ્રુમમંજરી, ૫ ગુંડકૃતિય (ક્રીય), અને ૬ દેશાખી, એ છ બીજા વસંત નામના રાગમાંથી નીકળેલી રાગિણીઓ છે. ૧ ભૈરવી, ૨ ગુર્જરી, ૩ ભાષા, ૪ વેલાકુલા, ૫ કર્ણાટી, અને ૬ રક્તહંસા : આ છ ત્રીજા ‘પંચમ’, રાગમાંથી પ્રગટેલ રાગિણીઓ છે. ૧ ત્રિગુણા, ૨ સ્તંભતીર્થા, ૩ આભીરી, ૪ કકુભા, ૫ વિપ્પરીટી-વૈરાડી(ટી), અને ૬ વસંબેરી. આ છ ચોથા ભૈરવ રાગમાં મનાયેલી રાગિણીઓ છે. ૧ બંગાલા, ૨ મધુરી, ૩ કો(કા)મોદા, ૪ દોષશાટિકા, ૫ દેવગિર, અને ૬ દેવાલા. આ છ મેઘરાગથી ઉત્પન્ન થયેલ રાગિણીઓ છે. ૧ તોડી, ૨ મોટકરી, ૩ શ્રીભૂપાલપ્રિયા, ૪ નટ્ટા, ૫ ધનાશ્રી, અને ૬ મલ્લી-માલવી. આ છ છઠ્ઠી નટ્ટનરાયણ રાગથી ઉત્પન્ન થયેલી રાગિણીઓ છે. આમ કુલ ૩૬ (રાગિણીઓ) થાય છે. શ્રીરાગમાં માલવરાગ ગુરુ છે. વસંતમાં બાણરાગ ગુરુ છે. પંચમમાં પૂર્વિક રાગ ગુરુ છે. ભૈરવમાં કેદારક રાગ ગુરુ છે. મેધરાગમાં સાલિરાગ ગુરુ છે. ૫. તથા નટ્ટનરાયણમાં કલ્યાણરાગ ગુરુ છે. ૬. આ છ ગુરુ મળી કુલ ૪૨ રાગો થાય છે. આ ગીતશાસ્ત્ર ઘણા સમયનો ભોગ આપી અધ્યયન કરાયેલું છે. તેથી વિસ્તારથી કહેવા માટે ઘણો સમય જોઈએ માટે સંક્ષેપથી અત્યારે કહ્યું છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ 248 બાબુભાઈ સવચંદ શાહ Nirgrantha હે રાજા ! પ્રાયઃ કરીને ગીતને વિષે સ્તુતિ અને નિંદા બંને હોય છે. પરંતુ સજ્જનના મુખથી નિંદા નીકળતી નથી, તેથી તેને હું કહેતો નથી. સ્તુતિ બે પ્રકારે હોય છે : (1) વિદ્યમાન ગુણોને કહેવાથી અને (2) અવિદ્યમાન ગુણોને કહેવાથી. અવિદ્યમાન ગુણોનું કથન વિવાહાદિકમાં કરાય છે તેમ જ નીચ મનુષ્યો અન્ય સ્થાનોમાં પણ અવિદ્યમાન ગુણોનું વર્ણન કરે છે. પુરુષો મૃષાવાદના દોષથી તેમ કરતા નથી. ટિપ્પણ : 1. કથાનં ત્વરિત્રમ, સં. મફતલાલ ઝવેરચંદ, વિજયભદ્રસૂરિ-સ્યાદ્વાદસિદ્ધાન્ત-શ્રેણિ-ગ્રંથાંક 4, અમદાવાદ વિ. સં. 1993 (ઈ... સ. 1937), પૃ૧૦૮-૧૧૯