________________
૨૪૬
બાબુભાઈ સવચંદ શાહ
Nirgrantha तेसुय सरेसु बायालीसं रागा उपज्जंति, तेसुय रागेसु दुहा गीयं उपज्जइ, तं जहा-आगमियं देसिजं च । तत्थाऽऽगमियं सत्त सीगडा, सत्त भाणियाओ, भाणय भाणय दुविलियाओ य, तत्थ देसिजं च एलामठ्ठियदुवईभेयमणेगविहं इत्यादि । रागाश्च पञ्चाशत् द्विचत्वारिंशद् वा लोकप्रसिद्धा एव । तथाहि
श्रीरागो वसन्तश्च पञ्चमो भैरवस्तथा । मेघरागस्तु विज्ञेयः षष्ठो नट्टनरायणः ॥६४॥ गौरी कोलहलांधारी द्रविडी मालकैशिकी । षष्ठी स्याद्देवगान्धारी श्रीरागस्य विनिर्गताः ॥६५॥ हिण्डोला कौशिकी चैव रामग्री द्रुममञ्जरी । गुण्डकृतिर्हि देशाखी: संवदन्ति वसन्तके ॥६६॥ भैरवी गूर्जरी चैव भाषा वेलाकुला तथा । कर्णाटी रक्तहंसा च षडेता पञ्चमे स्मृताः ॥६७।। त्रिगुणा स्तम्भतीर्था च आभीरी ककुभा तथा । विप्परीडी वसंबेरी षडेता भैरवे मताः ॥६८॥ बङ्गाला मधुरी चैव कामोदा दोषशाटिका । देवग्री चैव देवाला षडेता मेघरागतः ॥६९।। तोडी मोटकरी चैव श्रीभूपालप्रिया तथा । नट्टा धनाश्री मल्ली च षडेताश्च नरायणात् ॥७०॥इति ३६ ।
श्रीरागे मालवो गुरु, वसन्ते बाणगुरु, पञ्चमे पूर्विओ गुरु, भैरवे केदारओ गुरु, मेघरागे सालि गुरु, नट्टनरायणे कल्याण गुरु इति गुरुषट्कम् ॥
एतत् कालेन चाधीतं वक्तुं कालेन शक्यते । राजन् ! स्तुतिश्च निन्दा च प्रायो गीते प्रवर्तते ॥१॥ न सज्जनमुखान्निन्दा निर्यातीति न वच्मि ताम् । स्तुतिः पुनर्भवेद् द्वेधा सदसद्गुणकीर्तनात् ॥७२।। असद्गुणा विवाहादौ नीचैरन्यत्र चेष्यते । मृषावादी तु दोषाढ्यः सद्भिस्तु क्रियते न सा ॥७३॥ सन्तोऽपि द्विविधाः साधारणाऽसाधारणा गुणाः । साधारणा जनेष्वाप्याः प्रायः सर्वेष्वपीह ये ७४॥
શ્લોક ૪૯ થી ૭૪ સુધીનું ગુજરાતી ભાષાંતર પૂર્વની જેમ વિચાર કરી રાજાએ કહ્યું “હે વામન ! જો તું કળા જાણતો હોય તો અમને ગીતનું સ્વરૂપ કહી પછી સર્વોત્તમ ગાયન કર.” તે સાંભળી વામન બોલ્યો-“હે રાજન્ ! સદ્દગુરુની કૃપાથી ગીતકળાનું સ્વરૂપ હું કંઈક જાણું છું, તે સંક્ષેપથી કરું છું. સાંભળો :
अनुवाद તંત્રી, વેણુ, અને મનુષ્ય એ ત્રણથી ઉત્પન્ન થતું ગાંધર્વગીત ત્રણ પ્રકારનું છે. તેમાં વીણા ત્રિસરી, સારંગી ઇત્યાદિ પ્રકારની છે અને તંત્રી અનેક પ્રક્રારની છે. મનુષ્યના હૃદયમાં મંદ્રાદિક (મંદ્ર, મધ્યમ, અને તાર) ભેદથી વિકાસ પામતો રાગ તે તંત્રીના છિદ્રને સ્પર્શ કરવાથી ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે વંશવેણુને વિષે પણ જાણવું. વળી વીણાને વિષે શલ્યાદિકનો ત્યાગ કરવાથી તેના નાલની (વંશરૂપ દંડની) શુદ્ધિ થાય છે, તથા વૃત્તાદિક ગુણો વડે તેના તુંબતુંબડા–ની શુદ્ધિ થાય છે, તેમ જ વલિ-વળિયાં, સ્નાયુ-નસ, અને વાળ-કેશ વગેરેનો ત્યાગ કરવાથી (ન રહેવા દેવાથી) તંત્રી તાંતની શુદ્ધિ થાય છે. એ રીતે જ વેણ, સારંગી, અને ત્રિસરી વગેરેની પણ શુદ્ધિ કરાય છે ઇત્યાદિ. લાખો શ્લોકો પ્રમાણ આ સંગીતશાસ્ત્રનો વિસ્તાર પૂર્વ પુરુષોએ કરેલો છે, તો હે રાજન્ ! અત્યારે ઉત્સુકતાને લીધે કેટલો વિસ્તાર કરવો શક્ય છે ?
હવે મનુષ્યથી ઉત્પન્ન થયેલા ગાંધર્વગીતના વિષયમાં કંઈક કહું છું, તે સાંભળો :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org