Book Title: Jambuswami Kevali
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 1
________________ ગણધરો અને આચાર્યો L. ડેવલ જંબુસ્વામી ઈ. સ. પૂર્વે ૫૪૨ માં રાજગૃહીના એક સમૃદ્ધ વેપારી ઋષભદત્તની પત્ની ધારિણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ જંબુ રાખવામાં આવ્યું. જંબુ સર્વગુણસંપન્ન હતો અને સહુને અતિ વ્હાલો હતો. અનેક મા-બાપ પોતાની દીકરીને એની સાથે પરણાવવા ઉત્સુક હતા. એ બહુપત્નીત્વનો જમાનો હતો. જંબુના માતા-પિતાએ તેને માટે આઠ કન્યાઓ પસંદ કરી. તે બધાની સાથે જંબુના ધામધૂમથી વિવાહ થયા, અને હવે લગ્નની તૈયારી કરવા માંડ્યા. તે વખતે સુધર્માસ્વામી રાજગૃહીમાં દેશના આપવા આવ્યા. જંબુ પણ તેમને સાંભળવા માટે ગયા. એમનો ઉપદેશ સાંભળીને જંબુને સાંસારિક જીવન અને કુટુંબનો ત્યાગ કરવાની ઇચ્છા થઈ. જંબુના માતા-પિતા યુવાન પુત્રની સંસાર ત્યાગ કરવાની વાતથી નિરાશ થયા. આઠ કન્યાના માતા-પિતા પણ જંબુની વાત જાણી ચિંતામાં પડી ગયા કે વિવાહિત કન્યાઓને હવે કોણ પરણશે ? બધાંએ જંબુને સાધુ થવાનો પોતાનો વિચાર માંડી વાળવા ખૂબ સમજાવ્યા. સાધુ જીવનમાં જે સર્વસ્વ ત્યાગની ભાવના છે તે પડકારરૂપ બનશે. પોતે સર્વસ્વ ત્યાગીને સાધુનું જીવન જીવવા માટે શું શું છોડી રહ્યા છે તેની તમને પૂરી સમજણ આપવામાં આવી નથી. માતા-પિતા એને પોતાના તરફની તથા પોતાની પત્નીઓ તરફની તેની ફરજ યાદ કરાવે છે. સુખ સગવડ ભરી જિંદગી જીવવાની સલાહ આપે છે. જંબુ ખૂબ જ શાંતિથી બધી જ વાતો સાંભળે છે પણ પોતાના નિર્ણયમાં તે અફર છે. માતા-પિતાએ વિચાર્યું કે એકવાર જંબુના લગ્ન કરી નાંખશું અને તે મોજ-શોખમાં પડી જશે તો સાધુ થવાનો વિચાર માંડી વાળશે. તેથી સર્વસ્વ ત્યાગના આશીર્વાદ આપતાં પહેલાં લગ્ન કરી લેવાનું સમજાવ્યું. જંબુએ લગ્નના બીજા જ દિવસે તે આ સંસારનો ત્યાગ કરી દેશે એ શરતે લગ્ન કરવાની હા પાડી. માતા-પિતાને હતું કે આવી સુંદર કન્યાઓને જોઈને તે તેમના પ્રેમમાં પડી જશે અને સંસાર ત્યાગ કરવાનો વિચાર છોડી દેશે. સહુએ પોતાની સમૃદ્ધિ અને પોતાની પદવી પ્રમાણે ખૂબ જ ઠાઠમાઠથી લગ્ન સમારંભ યોજયો. નગરના નામાંકિત અને મશહૂર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યાં. નવપરિણિત યુગલને ખૂબ જ કિંમતી ભેટ આપવામાં આવી. રાજગૃહી નગરીએ કદી આવો ભવ્ય લગ્નસમારંભ જોયો નહિ હોય. આવી સુંદર અને સોહામણી કન્યાઓ સાથે લગ્ન કરવા બદલ સહ જંબુને અભિનંદન આપવા લાગ્યા. જંબુએ તે રાત ખૂબ જ સુંદર સજાવેલા શયનખંડમાં પત્નીઓ સાથે વિતાવી પણ જંબુ ઉપર પત્નીઓની સુંદરતાની કે વૈભવની કોઈ અસર થઈ નહિ. બીજા દિવસે સંસાર છોડીને સાધુ થવાના પોતાના નિર્ણયમાં તે મક્કમ હતા. પોતાની પત્નીઓને પણ આજની રાત ધર્મ સંબંધી વાતો કરીને અસાર સંસારને છોડવા માટે તૈયાર કરવી હતી. સંસારના સંબંધો કેવા દુ:ખદાયક છે અને સંસારના સુખો કેવા ક્ષણિક છે તે સમજાવવું હતું. જંબુ જ્યારે તેની પત્નીઓને સમજાવી રહ્યા હતા ત્યારે પ્રભવ નામનો મહાચોર તેના સાથીઓ સાથે ચોરીના ઇરાદે મહેલમાં પ્રવેશ્યો. પ્રભવ રાજગૃહીના બાજુમાં આવેલા વિંધ્યનો રાજકુમાર હતો. પિતા સાથે મતભેદ થતાં તેણે રાજ્ય છોડી દીધું અને ચોરી બની ગયો. પ્રભવ ખૂબ પાવરધો કુશળ ચોર હતો. કોઈને પણ મૂછમાં નાંખી દઈને ગમે તેવા મજબૂત તાળા તોડતો. જંબુના મહેલમાં આવીને તેને લગ્નમાં મળેલી અઢળક સંપત્તિ ચોરવી હતી. જેવો તે મહેલમાં પ્રવેશ્યો તે સમયે જંબુ તેની પત્નીઓ સાથે ત્યાગની ચર્ચા કરતા હતા. ગમે તેમ પણ પ્રભવની વિદ્યા જંબુને કે તેની પત્નીઓને અસર કરી શકી નહિ. પ્રભવ બારણાંની 44 જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3