________________
આટલા સૂચન બાદ મહારે આ પુસ્તકને અંગે જેમને હું ઋણ છું તેમનું ઋણ જાહેર કરીને પણ અદા કરવાની શિષ્ટ પુરૂષેની પ્રથાનું હું અનુકરણ કરું તે સ્થાને જ ગણાશે. પૂ. સાગરાનંદસૂરીધરજી, પૂ. અમરવિજયજી મહારાજ અને પૂ. શ્રી ચતુરવિજયજી મહારાજ ઉપરાંત મહને આ ગ્રન્થના શ્રમમાં છેડે યા વધતો ફાળો આપવા માટે હું પ્રવર્તક શ્રી કાંતિવિજયજીને તેઓના શિષ્ય પ્રશિષ્યો અને મુનિશ્રી હિમાંશુવિજયજીને તથા મુનિશ્રી જયંતવિજયજીને પણું આભારી છું. તેમજ અમદાવાદની ગૂજરાત કોલેજના પ્રોફેસર અત્યંકર સાહેબને હું અત્યન્ત અણિ છું, કે જેઓ જૈનેતર હેવા છતાં પણ જૈન સાહિત્યના ઉંડા અભ્યાસી અને વખાણનારા છે અને જેઓએ તદ્દન નિઃસ્વાર્થ ભાવે મહને આ ગ્રન્થને અંગે ઘણી ઉપયોગી સહાય આપી છે. શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજની શ્રી જન સાહિત્ય પ્રદશન સમિતિને પણ હું કણિ છું.
વધુમાં મહારા ધર્મમિત્રો શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડીઆ, કે જેઓ આજે ઑલ ઈન્ડીઆ યંગમેન્સ જેને સાયટી સંમેલનના સેક્રેટરી-પ્રાણુરૂપે જેને સમાજની ભારે સેવા તન, મન, ધનથી બજાવી રહ્યા છે. શ્રીયુત વાડીલાલ ચોકસી તથા શ્રીયુત શ્રીકાન્ત વિગેરેને પણ આ પ્રસંગે આભાર માની કૃતાર્થ થાઉં છું.
આ પુસ્તકની ૧૦૦ નકલો ખરીદવાનું પહેલેથી જ વચન આપીને શ્રીયુત બકુભાઈ મણીલાલ શેઠે મને આભારી બનાવ્યો છે. તેમજ બીજા જે જે ભાઈઓએ તથા મુનિમહારાજાઓએ અગાઉથી ગ્રાહક થઈ મહને ઉત્તેજિત કર્યો છે તેમનો પણ આભાર માનું છું. ઇચ્છું છું કે–મહારાં ભવિષ્યનાં પ્રકાશનોમાં પણ મહારી સાથે ઉભા રહીને આ બધાજ હારી ભાવનાને સફળ બનાવશે.
આ પુસ્તક દ્વાદશાંગીના પ્રણેતા ભગવાન શ્રી ગૌતમસ્વામિજી મહારાજને એ જ કારણે સમપિત કરાયું છે કે–તે જ પુણ્ય પુરૂષની