Book Title: Jain eLibrary Brochure Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 1
________________ જૈન ઈ-લાઈબ્રેરી એક એવી વેબસાઈટ (ઑનલાઇન લાઇબ્રેરી) છે, જ્યાં આપને મળશે જૈન ગ્રંથો, જૈન શબ્દકોશ, જૈન જ્ઞાનકોશ, જૈન લેખો, જૈન સામયિકો (મેગેઝીન્સ) અને પ્રાચીન તથા સમકાલીન ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના જૈન પુસ્તકો. આ ઑનલાઇન લાઇબ્રેરીમાં શ્વેતાંબર શાસ્ત્રો, દિગંબર શાસ્ત્રો, ચાર અનુયોગ, ભાષ્ય સાહિત્ય, પ્રાકૃત-સંસ્કૃત સાહિત્ય સાથે આધુનિક અને પ્રાચીન સાહિત્યનો અદ્ભુત સંગમ જોવા મળશે જે જૈન ધર્મના તમામ પાસાંઓને રજૂ કરે છે. તેમાં વિવિધ જૈન સંપ્રદાયોના સાહિત્યનો સમાવેશ થાય છે. વિવિધ જૈન પુસ્તકાલયોની જૈન હસ્તપ્રતોની સૂચી (કેટલૉગ્સ) પણ આ સંગ્રહની વિવિધતામાં એક અનેરો પ્રકાશ પાડે છે. આ પુસ્તકાલયમાં અહિંસા, કરુણા, કર્મ ફિલોસોફી અને અનેકાંતવાદ જેવા જૈન ધર્મના સિદ્ધાંતો આધારિત સાહિત્યના વિશાળ સંગ્રહનો સમાવેશ થાય છે. જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં પુસ્તકલાયમાં ૩૦,૦૦,૦૦૦ (ત્રીસ લાખ) પેજીસ અપલોડ થયેલ છે અને પ્રતિ માસ આશરે નવા ૨૦,૦૦૦ (વીસ હજાર) થી વધારે પેજીસ અપલોડ થાય છે. જૈન ઇ-લાઇબ્રેરીના વાચકો જૈન પરંપરાના સમૃદ્ધ આધ્યાત્મિક સાહિત્યને ડાઉનલોડ કરીને વાંચી શકે છે, તેમજ જૈન ઇલાઈબ્રેરી લેખકો તથા પ્રકાશકોને નવા પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં પણ મદદરૂપ થાય છે. જૈન ઇ-લાઇબ્રેરી વેબસાઇટ વિના મૂલ્યે સરળતાથી વાપરી શકાય છે, અને રજિસ્ટર્ડ વપરાશકર્તાઓ વેબસાઇટ ઉપર રહેલ કોઈપણ સામગ્રીને પોતાના વપરાશ માટે મુક્તપણે (વિના મૂલ્યે) ડાઉનલોડ કરી શકે છે. વાગનિયો નાન((6) આવે સમ જૈન ઈ-લાઇબ્રેરી, જૈન એસોસીએશન ઇન નોર્થ અમેરિકા (જૈના) ના સહયોગથી વિશ્વભરમાં ચાલતી જૈન પાઠશાળાઓ માટે જૈન શૈક્ષણિક સામગ્રી પુરી પાડે છે. JAIN eLibrary jainelibrary.org જૈન ઇ-લાઇબ્રેરી પ્રાચીન અને સમકાલીન જૈન સાહિત્યનું સંરક્ષણ, સાચવણી અને પ્રસારણ . કરતી કાર્યરત ઑનલાઇન લાઇબ્રેરી... For, Any Inquiry/Info: PL E-mail/Call us on jainaedu@gmail.com/ contact@jainelibrary.org USA:+1-919-3417707/+1-919-8891900 India : +91 99988 90335 / 85113 72000 https://jainelibrary.orgPage Navigation
1 2