Book Title: Jain Yog ni Ath Drushtio
Author(s): Jain University
Publisher: Jain University

View full book text
Previous | Next

Page 2
________________ ૪. દીપ્રાદષ્ટિ: આનાથી યોગનું ચોથું અંગ “પ્રાણાયામ’ સધાય છે. ચિત્ત, યોગથી વિરત થતુ નથી. આનાથી તત્ત્વ-શ્રવણ સધાય છે. માત્ર શ્રવણથી જ નહીં, પરંતુ અન્તઃ કરણથી આ રૂચિ થાય છે. આમાં અન્નગ્રહિતાના ભાવો ઉદિત થાય છે. દિપ્રા દષ્ટિના સાધકને માનસિક અને બૌધિક સ્તર એટલું ઊંચુ થઈ જાય છે કે તે ધર્મને નિશ્ચિત રૂપથી પ્રાણોથી પણ અધિક સમજે છે. પ્રાણઘાતક સંકટ આવવા છતાં પણ તે ધર્મને છોડતો નથી આ સાધક સાત્તવિક ભાવોથી આચ્છાદિત થઈ જાય છે તે તત્ત્વ-શ્રવણના માધ્યમથી પોતાના કલ્યાણ તરફ સજાગ રહે છે. આનાથી ગુરુભત્તિ રૂપ સુખ પ્રાપ્ત થાય છે અને લૌકિક અને પારલૌકિક બન્ને હિત સધાય છે. ૫. થિરાદેષ્ટિ : આ દૃષ્ટિથી યોગનું પ્રત્યાહાર' અંગ સધાય છે. શ્રત, તર્ક અને આત્માનુભવથી શ્રદ્ધા દેઢ થાય છે. પ્રત્યાહારથી સ્વ-સ્વ વિષયોના સમ્બન્ધથી વિરત થઈને ઈન્દ્રિયો અને ચિત્ત સ્વરૂપાનુ સાર પ્રતીત થવા લાગે છે, તથા સાધક દ્વારા કરવામાં આવતા કૃત્યો, નિભત્તિ, નિર્દોષ તથા સુક્ષ્મ બોધ યુક્ત થાય છે. આ દષ્ટિમાં ‘વેધ-સંબંધ-પદ’ની પ્રધાનતા આવી જાય છે. આ દષ્ટિના બે પ્રકાર માનવામાં આવ્યા છે. નિરતિચાર અને સાતિચાર નિરતિચાર દષ્ટિમાં અતિચાર કે વિપ્ન આવતા નથી. આમા શ્રદ્ધા પ્રતિપાતરહિત અને અવસ્થિત રહે છે. સાતિચાર દૃષ્ટિમાં દર્શન અનિત્ય તથા અનવસ્થિત રહે છે. સ્થિરા દષ્ટિના સાધક સમ્યક્ર-દષ્ટિ પુરુષના અજ્ઞાનાન્ધકારની ગ્રંથિનું વિભેદન થઈ જાય છે. આ દષ્ટિવાળા યોગીમાં શાસન-પ્રસૂત વિવેક જાગૃત થાય છે. તે દેહ, ઘર, પરિવાર, વૈભવ આદિ બાહ્ય ભાવોને મૃગતૃષ્ણા, ગન્ધર્વ નગર કે કલ્પનાના રૂપમાં માને છે. તેને સાંસારિક ભાવોની વાસ્તવિકતાનું તથ્ય (સત્ય)પૂર્ણ દર્શન થઈ જાય છે. આ દષ્ટિમાં સ્વ-પર-ભેદ-વિજ્ઞાન પ્રાપ્ત વિવેકી અને પ્રત્યાહાર પરાયણ હોય છે અને ધર્મારાધનમાં આવવાવાળી બાધાઓના પરિવારમાં પ્રયત્નશીલ રહે છે. કાdદષ્ટિ આ દૃષ્ટિમાં સમ્યક દર્શન, અવિચ્છન્ન થઈ જાય છે. આ દષ્ટિમાં સ્થિત યોગી ધર્મનો મહિમાં તથા સમ્યક આચારની વિશુદ્ધિના કારણે બધાને પ્રિય થાય છે. તેને યોગનું છઠ્ઠું અંગ ધારણ થઈ જાય છે. આ દષ્ટિના યોગીની આત્મધર્મ ભાવના એટલી દઢ હોય છે કે તે શરીરથી બીજા કાર્યોમાં લાગ્યા રહેવા છતાં પણ મનથી સહૈવ સગુરુ પ્રવીણ આગમમાં તલ્લીન રહે છે. આત્મભાવની તરફ આકૃષ્ટ રહે છે. તે અનાસક્ત થઈ જાય છે. આનાથી સાંસારિક ભોગ તેને જન્મ-મરણ ચક્રમાં ભટકાવવાવાળા નથી બનતાં. આ દષ્ટિમાં સ્થિત સાધક સદૈવ તત્વચિંતન તથા તત્વમીમાંસામાં લાગ્યો રહે છે. આથી તેને મોહ વ્યાપ્ત નથી થતો. તેને યથાર્થ બોધ પ્રાપ્ત થઈ જવાથી ઉત્તરોત્તર આભારહિત સધાય છે. Lib topic 7.3 # 2 www.jainuniversity.org

Loading...

Page Navigation
1 2 3