Book Title: Jain Vidyalaya Author(s): Jayant M Shah Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 1
________________ જૈન વિદ્યાલય લેખક શ્રી જયંતભાઈ એમ. શાહ વિદ્યાલય શબ્દને વિચાર કરતાંની સાથે મનમાં એક સરસ્વતીની ઉપાસના કરવા માટેના આદર્શ સ્થાનને વિદ્યા મેળવવા માટેના મનહર મંદિરને–ખ્યાલ આવી જાય છે. આવું સુંદર સ્થાન પણ જીવનમાં કેટલાંક વર્ષો માટે, કોઈકને જ, લાયકાત અને સંગે વચ્ચે પુણ્યને મળે છે. આવા સ્થાનમાં રહેલ વિદ્યાર્થી પોતાનું ઘડતર કઈ રીતે કરે તો પિતાના જીવનને સુંદર બનાવવાની સાથે બીજાને દાખલારૂપ બની શકે? - વિદ્યાર્થી જીવન વિદ્યાના અર્થે જ પસાર કરવાનું હોય છે. આ વિદ્યા જ પછીનાં વર્ષોમાં ધંધાકીય રીતે તેમ જ આદર્શ જીવન ગાળવામાં ઉપયોગી થાય છે. જે ખરે વખતે વિદ્યા ઉપાર્જન કરી ન હોય તો કોઈકના જીવનમાં સાંભળીએ છીએ કે ન ભ તેથી આવે ને આ રહી ગયો! તેથી જ વિદ્યાના અર્થે મળેલું વિદ્યાથીજીવન વિદ્યાથી નકામી બાબતમાં વેડફી ન નાખે તે ખૂબ જ અગત્યનું છે. વિદ્યાર્થીઓના ઉત્કર્ષની આવી જ કેઈ સુંદર ભાવના અને લાગણીને કારણે આવાં વિદ્યાલય સ્થપાય છે, અને સમાજ એને ઉદારતાપૂર્વક નિભાવે છે. એટલે આવી સંસ્થાઓને લાભ લેનાર વિદ્યાથીઓનું હિત સધાય અને આર્થિક સહકાર આપનારાઓને સંતોષ થાય એ રીતે સંસ્થાને ચલાવવી એ સંસ્થાના કાર્યવાહકેની ફરજ બની જાય છે. - જ્યારે જૈન વિદ્યાલયે કહેવામાં આવે છે ત્યારે જૈન વિદ્યાથી તેમાં માત્ર દાખલ થાય તેટલું જ બસ નથી; વળી, તેમાં અમુક અંશે ધર્મક્રિયાઓ થાય એ પણ પૂરતું નથી. ખરી વાત જીવનમાં ધાર્મિક ભાવના અને સંસ્કારિતા પ્રગટે અને દરેક વિદ્યાર્થી પોતાના જીવનને પવિત્ર, આદર્શ અને સુસંસ્કારી બનાવે એ ખૂબ જ અગત્યનું છે. ધર્મ અને ધર્મની ભાવના જ માનવીને દુઃખના સમયમાં સહારે આપે છે, અને સુખ-સાહ્યબીના સમયમાં છકી જત બચાવે છે. આવું વિદ્યાલય અને તેનું મૌલિક બંધારણ નીચેના પાયાથી જ ઘડાતું હોય છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2