Book Title: Jain Tirth Taranga Ek Prachin Nagari Author(s): Kanubhai V Sheth, Ramanlal N Mehta Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 6
________________ અજિતનાથ દહેરાસરનું સ્થાન આમ આ સમગ્ર પરિસ્થિતિનું અવલોકન કરતા હાલના અજિતનાથના દહેરાસરનું સ્થાન તારંગા નગરનાં કેન્દ્રસ્થાને મુખ્ય માર્ગની દક્ષિણે હોવાનું સ્પષ્ટ થાય છે. તેથી એ દહેરાસર અહીંના નગરનું મહત્ત્વનું દેવસ્થાન કે ચૈત્ય છે. આથી સ્પષ્ટ થાય છે કે અજિતનાથનું દહેરાસર તે પ્રાચીન તારંગા નગરીનું મહત્ત્વનું દેવસ્થાન હતું. અહીં માનવ વસવાટ પ્રાયઃ પંદરસો વર્ષ પુરાણો હોવાનું અનુમાન કરી શકાય છે. અજિતનાથનું દહેરાસર ભમતી, પીઠ, મંડપો, ગર્ભગૃહ અંતભૂમિ, ત્રણ ભૂમિ, મંડપો પર અગાસી, સામરણ તથા ગર્ભગૃહ અને પ્રદક્ષિણા પથ, શિખર ધરાવે છે. માનવવસવાટ માટે જરૂરી એવાં જલાશયો, તલાવ, વાવ, કુંડ, કૂવો વગેરે પણ તારંગાની ખીણમાં અસ્તિત્વ ધરાવે છે. આ બધાંનું આ ખીણમાં થયેલી માનવ પ્રવૃત્તિને આભારી છે. જલાશય તારંગાની ખીણમાં આવતા નાળાંના પ્રવાહો રોકીને કે તેની પાસેનાં જમીનની અંદરનાં પાણીનો કૂવા દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે અજિતનાથનાં દહેરાસરની દક્ષિણે બાંધેલું તળાવ સૌથી મોટું છે. આ તળાવની પાળ માટી અને પથ્થરની છે તળાવના પાણીની આવક ડુંગરપુર તરફથી થાય છે. આ આવકની પાસે બન્ને બાજુ પર સ્થાનિક ગ્રેનાઈટ પથ્થરોની પાળ બનાવીને તળાવને સુરક્ષિત અને ઊડું બનાવવામાં આવ્યું છે. દક્ષિણ દિશામાં પાળ બાંધીને તળાવનું પાણી રોકવામાં આવ્યું છે. વધારાનું પાણી પાળને નુકશાન ન કરે તે માટે તેનો નિકાલ થાય એવી આ પાળની એક બાજુ વ્યવસ્થા પણ છે. ડુંગર પરના તળાવની આ વ્યવસ્થા જેવી રચના ગુજરાતના ઘણા જલાશયોમાં જોવામાં આવે છે. આવાં કૃત્રિમ તળાવો જીવન જરૂરિયાત માટે આવશ્યક છે. તે આવશ્યકતા અત્રે પૂરી પાડવાનો પ્રયાસ છે. વાવ આ તળાવની પૂર્વમાં, આજની બ્લોકવાળી નવી ધર્મશાળાની પાસે એક ચૂના અને ઈંટની બાંધેલી વાવ છે. તેનો કૂવાવાળો ભાગ ખુલ્લો અને ચોરસ છે. તેના પ્રવેશદ્વારનાં પગથિયાં એક માળ પર્યંત ખુલ્લાં છે. અને બીજે માળથી આરંભીને પાણી સુધી જવાના ભાગ પરનાં પગથિયા પર ગગારક, તોરણ અને વિતાન છે. વાવની કોશ ખેંચવાની જગ્યા પર પાંચ કેન્દ્રીય કમાનો છે વાવમાં વાયુદેવની અને પાર્વતી દેવીની પ્રાચીન પ્રતિમાઓ છે. એની પ્રાચીન ઈંટો ૪૫ × ૩૦ ૪ ૭.૫ ૧૭૨ Jain Education International શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only ' www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7